Last Update : 19-August-2012, Sunday

 

ઊંચી ઉડાન

આજકાલ - પ્રીતિ શાહ

અઘ્યાપક એના વિદ્યાર્થીઓ પર નજર ઠેરવીને અઘ્યાપનકાર્ય કરતા હોય છે ત્યારે દિલ્હી યુનિવર્સિટીની પ્રોફેસર સવિતા સંિહ વિદ્યાર્થીઓની પહેચાન એમના ચહેરાથી નહી પણ એમના અવાજથી કરે છે. એ પોતાના મોટા ભાગના વિદ્યાર્થીઓને અવાજ પરથી પારખે છે અને એમના યોગ્ય ઉત્તર આપે છે. આનું કારણ એ છે કે સવિતાસંિહ નેત્રહીન છે, પણ કર્ણેન્દ્રિયથી એ ચક્ષુ ઇન્દ્રિયનું કામ લે છે. એના વિદ્યાર્થીઓ પણ આ અઘ્યાપિકા સાથે આસાનીથી સંવાદ સાધે છે અને પોતાના વિદ્યાર્થીઓમાં ઘણી મોટી ચાહના ધરાવે છે. અત્યારે સવિતા સંિહ ઝાકીરહુસૈન કોલેજમાં પોલિટિકલ સાયન્સનો વિષય ભણાવે છે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં એ એમ.ફિલનો અભ્યાસ પણ કરી રહી છે. ૨૦૦૭માં નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)માં પાસ થઈ. સવિતા સંિહની આ સિદ્ધિથી એના સમગ્ર પરિવારમાં આનંદ ઉછળવા લાગ્યો. આનું કારણ એ છે કે એના પરિવારમાં આજ સુધી કોઈ પણ વ્યક્તિએ અભ્યાસમાં તેજસ્વીતા દાખવી નહોતી અને અને આવી પદવીઓ મેળવી નહોતી.
સવિતા સંિહની જંિદગી એ અનેક આફતો વચ્ચે ઝઝૂમીને વિજય મેળવનારી નારીની જંિદગી છે. એની નેત્રહીનતાને કારણે એને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી. એના પિતા એક ફેક્ટરીના કર્મચારી હતા પણ એની જંિદગીમાં નવી રોશની ત્યારે આવી કે જયારે એને નેત્રહીન ન હોય એવા વિદ્યાર્થીઓ સાથે અભ્યાસની તક મળી. એણે આ પડકાર ઝીલી લીધો અને એને ખ્યાલ આવ્યો કે પોતાની નેત્રહીનતા એ અભ્યાસમાં કોઈ રીતે અવરોધરૂપ નથી. બીજા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં એ પોતાની જાતને તૈયાર કરવા લાગી અને એને પરિણામે એક એવો આત્મવિશ્વાસ જાગ્યો કે સવિતા સંિહના જીવનને એણે પલટી નાખ્યું. આજે એ એની શારીરિક મર્યાદા ઓળંગી ગઈ હોય એવો અનુભવ કરે છે.
સાહસની મૂર્તિ સમી સવિતા સંિહના જીવનનો ઉદ્દેશ શું છે ? એનો હેતુ છે પોતાની માફક નેત્રહીનતાને કારણે જીવનમાં એક પ્રકારની નિરાશા અનુભવતી વ્યક્તિને માટે આશાની દીવાદાંડી બનાવાનો. એ કહે છે કે નેત્રહીન અને વિકલાંગ વિદ્યાર્થીઓને માટે એક એવી સંસ્થા સંસ્થા ઉભી કરું કે જે એમને માટે વઘુ સારા શિક્ષણની વ્યવસ્થા કરે. એમને રોજગાર મળે અને એથીયે વધારે સમાજમાં એમને મહત્ત્વનું સ્થાન અપાવી શકે. માત્ર પોતાની સિદ્ધિથી સવિતાને સહેજે સંતોષ નથી. એ માને છે કે એની ખરી સિદ્ધિ તો આવી મુશ્કેલીઓ અનુભવતી વ્યક્તિઓને સાથ અને સહાય આપવામાં સમાયેલી છે.

 

વતનનો પ્રેમ

 

- મેવાતના મેહમૂદ ખાનને આઘાત તો એ વાતનો લાગ્યો કે જ્યારે એણે જોયું કે આજથી વર્ષો પહેલાં એની સ્કૂલમાં વિજ્ઞાનનો વિષય શીખવવામાં આવતો હતો, આજે એ વિષયને રૂખસદ મળી છે


 

લંડનની એક કંપનીમાં ગ્લોબલ લીડર ઓફ ઇનોવેશન પ્રોસેસ તરીકે મહત્ત્વનો હોદ્દો ધરાવતા મહેમૂદખાને દિલ્હી જેવા મહાનગરની છાયામાં વસેલા પોતાના વતન મેવાતને માટે ભારત આવવાનું નક્કી કર્યું. આજથી ત્રણેક વર્ષ પહેલાં લંડનની કંપનીનો ઉચ્ચ હોદ્દો છોડીને આ માનવીને પોતાના પૂર્વજોના વતનની ફિકર થઈ. મહાનગર દિલ્હી અને નજીકના ગુડગાંવના વિકાસને કારણે આ હરિયાળા મેવાત પ્રદેશ પર વિકાસની એવી તો આગ ફરી વળી કે એ સાવ ઉજ્જડ બની ગયું. જે કંઈ થોડી ઘણી સુવિધાઓ હતી તેનાથી પણ તે વંચિત થઈ ગયો. મેવાતના મેહમૂદ ખાનને આઘાત તો એ વાતનો લાગ્યો કે જ્યારે એણે જોયું કે આજથી વર્ષો પહેલાં એની સ્કૂલમાં વિજ્ઞાનનો વિષય શીખવવામાં આવતો હતો, આજે એ વિષયને રૂખસદ મળી છે. આજના સમયમાં નિશાળમાં વિજ્ઞાન શીખવા ન મળે એના જ્ઞાનની કઈ દશા થાય ? આથી મહેમૂદ ખાને શાળાઓમાં સગવડ ઉભીકરવા માંડી અને અહીંનો વિદ્યાર્થી દિલ્હીના વિદ્યાર્થી જેટલો તેજસ્વી બની રહે તેને માટે પ્રયત્ન કરવા લાગ્યા. એનું પરિણામ શું આવ્યું તે જાણવા જેવું છે. એના ગામનું નામ છે નઈ નાંગલ. આ ગામમાં ૨૦૦૩માં ૨૩ ટકા સાક્ષરતા હતી ત્યાં આજે ૯૫ ટકા સાક્ષરતા છે. મેહમૂદખાન કહે છે કે, ગામની મોટા ભાગની વસ્તી મુસ્લિમોની છે અને મુસ્લિમોમાં અભ્યાસનું પ્રમાણ ઓછું છે ત્યાં એમણે આવો ચમત્કાર સર્જ્યો છે.
રાજધાની દિલ્હીની નજીક આવેલું મેવાત દેશના સૌથી ગરીબ વીસ જિલ્લામાં સ્થાન ધરાવે છે. આ પ્રદેશની કોઈ પરવા કરતું નથી. મહમૂદખાન લંડનમાં હતા ત્યારે એણે એક એન.જી.ઓ. એ કરેલો સર્વે વાંચીને ચોંકી ઉઠ્યા હતા. એમને ખ્યાલ આવ્યો કે જે ગામમાં એ જન્મ્યા હતા અને જે પ્રદેશોમાં એ ધૂમ્યા હતા એ પ્રદેશની મોટા ભાગની સ્ત્રીઓ તદ્દન નિરક્ષર છે. પોતાના પૂર્વજોનું નામાભિધાન ધરાવતું ટ્રસ્ટ ઉભું કરીને એના દ્વારા અમદાવાદની મેનેજમેન્ટ સ્કૂલના એક સમયના વિદ્યાર્થીએ પોતાના પ્રદેશમાં પરિવર્તન લાવવા આંદોલન જગાવ્યું. એણે આ પ્રદેશની ઘોર ઉપેક્ષા જોઈ અને તેથી એણે જુદા જુદા એવા પ્રયોગો કર્યા કે જેને પરિણામે આજે ભારતના ગામડાઓમાં આ ગામડાઓ એક આદર્શ બની ગયા છે. એક સમયે આ ગામડાની સ્કૂલોમાં ટોઇલેટની વ્યવસ્થાના અભાવે છોકરીઓ અભ્યાસ માટે આવતી નહોતી. એ પાંચમા ધોરણમાં આવે ત્યારે એમને સલામતી, પ્રાયવસી અને શૌચાલયો- આ ત્રણેયમાંથી એકેય મળતું નહોતું. તેથી ૭૦ ટકા છોકરીઓ ભણવાનું છોડી દેતી હતી. ૨૦૦૮માં મેહમૂદખાને પોતાના ગામમાં યુનિવર્સલ એકેડમીની સ્થાપના કરી અને પહેલે વર્ષે જ દોઢસો છોકરાઓ એમાં ભરતી થયા. ધીમે ધીમે એમને અંગ્રેજી ભણાવવાનું પણ શરુ કર્યું એ પછી છોકરીઓને અભ્યાસ કરવો હોય તો ઘણી ઓછી ફી લઈને ભણવાની વ્યવસ્થા કરી આપી. આને પરિણામે એક નવી રોશની ફેલાઈ આનું કારણ એ છે કે મેહમૂદખાન માને છે કે જે સમાજ સ્ત્રીઓને યોગ્ય તક આપતો નથી એ સમાજ પછાત રહે છે. એમનું તો સૂત્ર છે કે સ્ત્રીઓ જ સમાજને બદલવાની શક્તિ ધરાવે છે. એ પછી એમણે સ્ત્રીઓને માટે રોજગારીની વ્યવસ્થા કરી. અને એક વખત કશું નહી કમાતી સ્ત્રીઓ આજે ત્રણથી ચાર હજાર રૂપિયા કમાય છે. મેવાતના ગામેગામમાં વર્કશોપ યોજીને જાગૃતિ લાવવા કોશિશ કરે છે અને એથીય વધારે કમ્પ્યૂટરના શિક્ષણ માટે વિશ્વવિખ્યાત સંસ્થાઓ સાથે જોડાણ કરી રહ્યા છે. એમણે શિક્ષણની સાથે ડેરી વ્યવસાયની પણ સ્થાપના કરી છે. એમાં અત્યારે ૭૭ જેટલા ઢોર છે અને આજે પણ નવું વાછરડું જન્મે તો અઠ્ઠાવન વર્ષના મહેમૂદખાન શિશુજન્મ જેટલો આનંદનો ઉત્સવ કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved