Last Update : 19-August-2012, Sunday

 

મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ

મુસાફરે પ્લેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાની ધમકી આપતા એરલાઇને તેને ફ્લાઇટમાં ચડવા ન દીધો

૧૦ ઓગસ્ટે મુંબઈના નાગરીક વેલેન્ટાઇન સિલ્વેરા માટે મિત્રની રાહ જોવા માટે અપનાવવામાં આવેલો રસ્તો તેની જ મુશ્કેલીનું કારણ બની ગયું હતું. ગોવાથી ઇન્ડિગો એરની ફ્લાઇટ પકડી તે પોતાની માતા ફિલોમેના અને મિત્રો ભરત શેટ્ટી તથા વિવેક શર્મા સાથે મુંબઈ મુસાફરી કરવાનો હતો. જોકે ૧.૫૫ વાગ્યાની આ ફ્લાઇટમાં ચેક-ઇન કરવા માટે વિવેક શર્મા સમયસર પહોંચી શકે એમ નહોતો. વેલેન્ટાઇન તેની માતા અને મિત્ર ભરત શેટ્ટી સાથે ૧૨.૪૦ વાગ્યે એરપોર્ટ પહોંચી ગયો હતો. જોકે વિવેક મોડો પહોંચવાનો હોવાની જાણ થતા તેની મુશ્કેલીઓ શરૃ થઈ હતી.
ચેક-ઇન કાઉન્ટરે વેલેન્ટાઇને એરપોર્ટ પરની ફ્લાઇટ કંપનીની ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કામ કરતી મહિલાને પોતાના મિત્રનો પણ બોર્ડિંગ-પાસ આપવાનું કહ્યું હતું.જોકે નિયમાનુસાર જે-તે વ્યક્તિને ફોટો ધરાવતું ઓળખપત્ર બતાવ્યા બાદ જ બોર્ડિંગ-પાસ આપવામાં આવતો હોય છે એ વાત આ મહિલાએ કરી હતી. જોકે આ વાતથી વેલેન્ટાઇન ગુસ્સે થયો હતો અને તેણે ધમકી આપી હતી કે તે પ્લેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવીને ફ્લાઇટ મોડી કરાવી શકે છે. ઇન્ડિગો એર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે સુરક્ષા અને સલામતીના પગલે આ મુસાફરની વર્તણૂંક સાથી મુસાફરો માટે હાનિકારક લાગી હતી અને એ કારણે જ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો કે વેલેન્ટાઇન, તેની માતા કે મિત્રોને ફ્લાઇટમાં લઈ જવામાં ન આવે.
વેલેન્ટાઇનના કહેવા મુજબ એરલાઇનના સ્ટાફે તેને કહ્યું હતું કે બોમ્બ જેવા શબ્દના ઉપયોગથી તેને જેલ પણ જવું પડે અને એરપોર્ટની સુરક્ષા સાથે સંકળાયેલા લોકોએ તેની અટકાયત કરી હતી અને કહ્યું હતું કે તેને ફ્લાઇટમાં જવા દેવામાં નહીં આવે. આ ઉપરાંત વેલેન્ટાઇનને કહેવામાં આવ્યું હતું કે હંમેશાં માટે તેને ફ્લાઇટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે. જોકે કેન્દ્રિય પ્રધાન સાથે તેની ઓળખાણ હોવાથી તેની મારફત વાત કરાવવાની વેલેન્ટાઇને કોશિશ કરી હતી, પણ એની એરલાઇનના સ્ટાફ પર કોઈ અસર થઈ નહોતી.
જોકે વેલેન્ટાઇને કહ્યું છે કે તેણે બોમ્બ જેવા શબ્દનો પ્રયોગ નહોતો કર્યો અને જો તે બીજા મુસાફરો કે એરલાઇન માટે ખતરો હતો તો તેની ધરપકડ કેમ કરવામાં ન આવી. આ બધું થયું ત્યાં સુધીમાં ૧.૨૫ વાગ્યે તેનો મિત્ર વિવેક શર્મા આવી પહોંચ્યો હતો. તેને એરલાઇનને ચૂકવેલો ટેક્સ પરત કરવામાં આવ્યો હતો અને વેલેન્ટાઇન, તેની માતા અને અન્ય મિત્રની ટિકિટના પૈસા પાછા આપવામાં આવ્યા હતા. ત્યાર પછી આ ચારેય જણાએ બીજી એરલાઇનમાં ટિકિટ ખરીદી મુંબઈની મુસાફરી પૂરી કરી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved