Last Update : 19-August-2012, Sunday

 

બોઇલરમાં રબર વેસ્ટના ઉપયોગનો પર્દાફાશ થતાં
પલસાણા-બલેશ્વરની ડાઇંગ મિલોમાં GPCB અને ગ્રામજનોની તપાસ

૩ મિલમાંથી શંકાસ્પદ રબર વેસ્ટનો જથ્થો મળી આવતા ગાંધીનગર GPCBમાં રીપોર્ટ કરાયો ઃ કલોઝરની કાર્યવાહી કરાશે

બારડોલી, શનિવાર
પલસાણા અને બલેશ્વર ગામમાં પ્રદુષણના મામલે ગ્રામજનોના લોકઆંદોલનમાં ગતરાત્રિથી કેમીકલ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલોમાં જાતતપાસ કરી રબરવેસ્ટનો જથ્થો ઝડપી પાડી જીપીસીબીના અધિકારીઓને સ્થળ તપાસ માટે બોલાવતા મામલો ગરમાયો હતો. આજે જીપીસીબીના અધિકારીઓને સાથે રાખીને ગ્રામજનોએ મિલોમાં તપાસ કરતા ૩ મિલમાંથી શંકાસ્પદ રબરવેસ્ટનો બિનઅધિકૃત જથ્થો મળી આવતા જીપીસીબીએ ગાંધીનગર કચેરીમાં રીપોર્ટ કરીને કલોઝર નોટીસ અંગે કાર્યવાહી શરૃ કરતા મીલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
પલસાણા અને બલેશ્વર ગામની સીમમાં આવેલી કેમીકલ ફેકટરીઓ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલો દ્વારા પ્રદુષણ ફેલાવવાના મામલે બંને ગ્રામજનોએ આવેદનપત્ર આપી પ્રદુષણ ફેલાવતા યુનિટો સામે પગલા ભરવાની માંગ કરી હતી. સુરત જીપીસીબી કચેરી ખાતે પણ રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં બલેશ્વર ગ્રામજનોએ ૨૫ જેટલા આગેવાનોની ટીમ બનાવી લડત અંગે નિર્ણય લીધો હતો. મિલોના બોઇલરમાં અનઅધિકૃત બળતણનો ઉપયોગ થતાં મિલોમાંથી કાળા ભમ્મર ધુમાડાના ગોટાથી બલેશ્વર ગામમાં ઘરોમાં કાળી રજકણ ફેલાઇ જાય છે. લોકઆંદોલન પછી પણ અનઅધિકૃત બળતણનો ઉપયોગ ચાલુ રહેતા ગતરોજ સાંજના સુમારે ગ્રામજનો રાધેક્રિષ્ના મીલમાં જઇને રબરવેસ્ટનો જથ્થો ઝડપી પાડી જીપીસીબી કચેરીએ, જિલ્લા કલેકટર અને પલસાણા મામલતદારને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા. જેમાં મામલતદારે સ્પષ્ટ ના પાડતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. જયારે જીપીસીબીના અધિકારી અનિલ પટેલ સ્ટાપ સાથે રાધેક્રિષ્ના મિલમાં જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
ગ્રામજનોએ પોલીસ ફરિયાદની માંગ કરી પરંતુ ગુનો નોંધાયો નથી. દરમિયાન આજે શનિવારે સવારે ગ્રામજનોએ બે ટ્રક મિલ વિસ્તારમાંથી ઝડપી પાડી જેમાંથી એકમાં કાપડના ગાભા તથા એકમાં રબરવેસ્ટ પાઉડર હોવાનું જણાવી પોલીસને બોલાવી સોંપી દીધી હતી. બલેશ્વર ગ્રામજનોએ આજે ફરીથી જીપીસીબીના અધિકારી અનિલ પટેલને બલેશ્વર ખાતે બોલાવી ગ્રામજનોએ દરેક મિલોની ચકાસણી શરૃ કરતા રત્નપ્રિયા ડાઇંગ મિલ, સલીમ ફેશન, મેકોર્પોરેશન અને ખાતુશ્યામમાંથી શંકાસ્પદ રબરવેસ્ટ પાઉડરનો જથ્થો મળી આવતા જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગતરોજ રાધેક્રિષ્ના મીલ સહિત તમામ મિલો અંગે જરૃરી રીપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કચેરી ખાતે મોકલી કલોઝર અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બલેશ્વરના ગ્રામજનો દ્વારા જીપીસીબી અધિકારીઓને સાથે રાખીને તપાસ શરૃ કરતા મિલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ સહકાર આપતી નથી અને જવાબદાર સામે ફરિયાદ નોંધતા નથી તેવા આક્ષેપો કરી રહ્યાં છે. જો કે બલેશ્વર ગામમાં કેટલાક અન્ય ગોડાઉનો અને ખુલ્લી જગ્યામાં પણ કોલસીની આડમાં રબરવેસ્ટ પાઉડરનો જથ્થો ભરેલો હોવાની શકયતાથી જીપીસીબી સાથે આવા તમામ સંગ્રહ કરેલા જથ્થામાંથી નમૂના લીધા હતા. બલેશ્વર ગ્રામજનો બોઇલરમાંથી નીકળતા ધુમાડા અને કાળી રજકણોથી પરેશાન થઇ લોકઆંદોલન દ્વારા જીપીસીબી પાસે કાર્યવાહી શરૃ કરાવી છે. જેને પગલે તમામ મિલોમાં બોઇલરમાં વપરાતા અનઅધિકૃત બળતણ અંગે તપાસ શરૃ કરવામાં આવી છે.

પલસાણા ચાર રસ્તા પર આવેલા
પોદાર કોમ્પ્લેક્ષના ૧૯ રૃમમાંથી રબર વેસ્ટ જેવો જથ્થો મળ્યો
મિલોના બોઇલરમાં રબર વેસ્ટ પાઉડરના ઉપયોગનો પર્દાફાશ થતાં ગ્રામપંચાયત હરકતમાં ઃ દામોદર પોદારને હાજર રહેવા તાકીદ
બારડોલી, શનિવાર
પલસાણા ચાર રસ્તા ખાતે પોદાર કોમ્પ્લેક્ષમાં તલાટી કમ મંત્રી અને સરપંચ સહિતના આગેવાનોએ સ્થળ મુલાકાત લઇ ૧૯ રૃમમાં ભરેલા રબર વેસ્ટ જેવા જથ્થાની કાયદેસરતા અંગે તપાસ શરૃ કરી છે.
પલસાણા અને બલેશ્વર ખાતે આવેલી કેમીકલ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલો દ્વારા ફેલાતા પ્રદુષણના મામલે લોકઆંદોલન ચાલી રહ્યું છે. જેમાં બલેશ્વરના ગ્રામજનો જીપીસીબી સાથે ગતરોજથી મિલોમાં ચકાસણી શરૃ કરી બોઇલરમાં બળતણ તરીકે રબર વેસ્ટ પાઉડરના ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ થતાં પકડાયેલી ૪ થી ૫ મિલો સામે જીપીસીબીના અધિકારી અનિલ પટેલે કાર્યવાહી શરૃ કરી છે. દરમિયાન આજે શનિવારે પલસાણાના સરપંચ, આગેવાનો અને તલાટી કમ મંત્રી પલસાણા ચાર રસ્તા ખાતે જઇ પોદાર કોમ્પલેક્ષમાં ૧૯ રૃમમાં ભરેલા જથ્થા અંગે ચકાસણી શરૃ કરી છે. તલાટી કમ મંત્રીએ જણાવ્યું કે, પોદાર કોમ્પલેક્ષમાં ૧૯ રૃમમાં ભરેલા જથ્થો રબરવેસ્ટનો છે કે કેમ? તેમજ તેની કાયદેસરતા અંગે દામોદર પોદારને ફોનથી જાણ કરી જરૃરી બિલો અને કાગળો માંગ્યા છે. તે તમામ બાબતો ચકાસણી બાદ જરૃરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ તુરત તમામ જથ્થો જૈસે થે રાખવા જણાવી દીધું છે.

મિલ માલિકોનો બચાવ કરનારને ગ્રામજનોએ ધક્કે ચઢાવ્યા
ગામની જ બે વ્યક્તિને ટોળાએ ઘેરી લીધી ઃ મિલની તરફદારી કરનારા સરપંચને પણ જાકારો
બારડોલી, શનિવાર
પલસાણા અને બલેશ્વરમાં પ્રદુષણના મામલે લોકઆંદોલન શરૃ થયું છે. જેમાં બલેશ્વર ગામના ૨૫ આગેવાનોની સમિતિ બનાવી લડત શરૃ કરી છે. આજે શનિવારે જીપીસીબીના અધિકારી અનિલ પટેલ અને સ્ટાફ સાથે ગ્રામજનો મીલોમાં બોઇલરમાં વપરાતા બળતણ તરીકે રબર વેસ્ટ પાઉડરની તપાસ કરી રહ્યાં હતાં ત્યારે મિલોમાં કોન્ટ્રાકટ રાખનારા અને પલસાણાની સરકારી કચેરીમાં મિલ માલિકના કામો લઇ આંટાફેરા કરતા બલેશ્વર ગામના જ બે જણાએ મિલમાલિકોની તરફદારી કરી બચાવ કરવાનો શરૃ કરતા જ લોકટોળામાં ઉશ્કેરાટ ફેલાતા ટોળાએ બંને જણાને ધક્કે ચઢાવીને મીલમાંથી બહાર કાઢી મુકયા હતા. પલસાણા તાલુકાના એક ગામના સરપંચ પણ દરમિયાનગીરી કરવા જતા તેને પણ લોકટોળાએ જાકારો આપ્યો હતો. બલેશ્વર ખાડીમાં છોડાતું કેમીકલવાળું રંગીન પાણી અને ઘરમાં કાળા ધુમાડાની રજકણોથી બલેશ્વરના ગ્રામજનો પરેશાની ભોગવી થાકી ગયા છે અને જીપીસીબીના અધિકારીઓ સહકાર આપી યોગ્યતા અંગે ચકાસણી કરી રહ્યાં છે. તેમાં મિલમાલિકોનો બચાવ કરનારા સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને ધક્કે ચઢાવવાનો મામલો આજે આખો દિવસ બલેશ્વર અને પલસાણા ગામમાં ચર્ચાસ્પદ બની ગયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved