Last Update : 19-August-2012, Sunday

 
સાંધાનો દુઃખાવો ત્રાસરૃપ બનતા
હોટેલીયરના પિતાએ લમણે ગોળી મારીને આપઘાત કર્યો

સ્યુસાઇડ નોટમાં લખ્યું, મે પુત્રની ઓફિસમાંથી પિસ્તોલ ચોરી હતી, કોઇને પરેશાન કરવા નહી

કતારગામ નગીના વાડીના બંગલામાં મધરાતે ધડાકાના અવાજથી જાગેલા પરિવારે જોયું તો ચતુરભાઇ લિંબાસીયા લોહીથી લથપથ પડયા હતા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
શહેરના એક હોટેલીયર અને કારખાનેદારના પિતાએ ગત મધરાત બાદ બંગલામાંના બેડરૃમમાં લમણે પિસ્તોલ મૂકી ફાયરીંગ કરીને આપઘાત કરી લીધો હતો. ચતુર લિમ્બાસીયા નામના આ વૃદ્ધ છેલ્લા દસેક વર્ષથી પગમાં દુઃખાવાથી પીડાતાં હતા. પુત્રની લાયસન્સવાળી પિસ્તોલથી આપઘાત કરનાર આ વૃધ્ધે સ્યૂસાઇડ-નોટમાં આપઘાતનું કારણ આપીને પરિવારજનોને હેરાન નહીં કરવા પોલીસને અપીલ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મધરાત બાદ બે-અઢીના સુમારે પોતાના બેડરૃમમાં એકલા હતા, ત્યારે ચતુર કુરજી લિમ્બાસીયાએ કપાળના જમણા ભાગે પિસ્તોલ મૂકીને ટ્રીંગર દબાવીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પૂર્વે તેમણે ટીશર્ટના ખિસ્સામાં સ્યૂસાઇડ-નોટ પહેલેથી મૂકી દીધી હતી.
પુત્રો સાથે રહેતા આ વૃદ્ધે આપઘાત કરવા માટે દસેક દિવસ પહેલાં મોટા પુત્ર હસમુખની લાયસન્સવાળી પિસ્તોલ તેની ઓફિસમાંથી ગૂપચૂપ ઉઠાવી હતી. પુત્રની લાયસન્સવાળી પિસ્તોલથી આપઘાત કર્યો હોવાથી, તપાસમાં પોલીસ પુત્રને હેરાન કરશે એવા ભયથી જ તેમણે સ્યૂસાઇડ-નોટમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે, મેં મારી જાતે આ પગલું ભર્યું છે અને પુત્રની ઓફિસમાંથી પિસ્તોલ ચોરી હતી એટલે આના માટે કોઇને પરેશાન કરવા નહીં.
કતારગામ નગીનાવાડી સોસાયટીમાં બંગલા નં. ૪૦માં સાથે રહેતા પુત્રો પિતાના આ પગલાથી હચમચી ગયા હતા. મધરાત બાદ ધડાકાનો અવાજ આવતાં, પરિવારના સભ્યો પિતાના બેડરૃમમાં દોડી ગયા હતા, જ્યાં પિતા લોહીના ખોબોચિયામાં પડયા હતા. પિસ્તોલની ગોળી જમણા ભાગે કાન નજીકથી આરપાર નીકળી ગઇ હતી.
જો કે, પરિવારજનોએ બનાવ અંગે તત્કાળ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસમાં બેડરૃમમાંથી ચાર જીવતા કારતૂસ સાથેનું મેગઝીન અને ફૂટેલા કારતૂસની ગોળી અને ખોખું મળી આવ્યા હતા. પોલીસે ચતુર લિમ્બાસીયા (૬૪)ના ટીશર્ટના ખિસ્સામાંથી સ્યુસાઇડ-નોટ કબ્જે કરી છે.
પોઇન્ટ બ્લેક રેન્જથી પિસ્તોલ લમણે મૂકી આપઘાત કરવા પાછળના કારણમાં પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી છે કે, વૃદ્ધ ચતુર લિમ્બાસીયાને થોડા વર્ષો પહેલાં અક્સ્માત થયો હતો અને પગમાં ફ્રેકચર થતાં દુઃખાવો રહી ગયો હતો. આ દુઃખાવાથી તેઓ ભારે પરેશાન હતા. જો કે, મધરાત બાદ તેમણે આપઘાત કર્યો ત્યારે પત્ની બીજા રૃમમાં હતા.
વૃદ્ધ ચતુરભાઇના ત્રણ પુત્રો છે. મોટો પુત્ર હસમુખ કતારગામ જીઆઇડીસીમાં લૂમ્સ એકમ ધરાવે છે, જ્યારે રાજુ સુરત-બારડોલી રોડ ઉપર હોટલ ધરાવે છે, બકુલ નામનો પુત્ર હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સૂત્રો કહે છે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved