Last Update : 19-August-2012, Sunday

 

સુરત રેંજ આઇજીપી હસમુખ પટેલના રાજમાં
ખુદ પોલીસ કોન્સ્ટેબલે ન્યાય મેળવવા માટે ભટકવું પડે છે

કોન્સ્ટેબલ ગુલામહુસેન બલુચી સાથે ૩૦ લાખની છેતરપિંડી થઇ છતાં વલસાડ સીટી પોલીસ ફરિયાદ નોંધતી નથી

વલસાડ, શનિવાર
સુરત રેન્જ આઇજીપી હસમુખ પટેલ જેવા બાહોશ આઇજી હોવા છતાં વલસાડમાં એક પોલીસ કર્મચારીએ ન્યાય મેળવવા દર દર ભટકવું પડી રહ્યું છે. આ કોન્સ્ટેબલ સાથે થયેલી ૩૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા તેણે વલસાડ સીટી પોલીસ સ્ટેશનનાં પગથિયા ઘસી નાંખ્યા છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી જ નથી.
તસ્કરોને પકડવામાં સદંતર નિષ્ફળ પૂરવાર થયેલા વલસાડ સીટી પી.આઇ. એમ.જે. ડાભીનો ખુદ પોલીસ કર્મચારીને અત્યંત કડવો અનુભવ થયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગુલામહુસેન યુસુફખાન બલુચી (રહે. બી-૩, રૃમ નં. ૩૪, પોલીસ હેડ કવાર્ટર, અબ્રામા) પોલીસ કવાર્ટરમાં રહેતા હતા. તેમણે સ્વતંત્ર મકાન લેવા માટે માતાની સરકારી નોકરી દરમિયાનની બચત તથા સગાસંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના નાણાંની ગોઠવણ કરી હતી અને વલસાડ ભાગડાવડા ઝિન્નતનગર ખાતે આવેલી પ્લોટ નં. ૧૩૩ પૈકી ૧ અને ૧૩૩ પૈકી ૨ વાળી જમીનમાં બનાવેલા મકાનનો મકાન માલિક મોહમ્મદખાન નથેખાન (ઉ. ૫૭) તથા તેમની પત્ની હસીના (ઉ.વ. ૫૧) સાથે રૃ. ૩૦ લાખમાં સોદો નક્કી કર્યો હતો.
બાદમાં ગુલામહુસેનના પરિવારે મકાન વેચનારે તૂટક તૂટક તમામ રકમ ચૂકવી આપી વેચાણ સાટાખત કરાવી લીધો હતો. તેમના વેચાણના સોદામાં કોન્સ્ટેબલના બનેવીનાં પણ પૈસા હોય મે-૨૦૧૨માં બનેવી સાઉથ આફ્રિકાથી આવે ત્યારબાદ દસ્તાવેજ કરવાનું નક્કી કરાયું હતું. તા. ૬-૫-૨૦૧૨ના રોજ અખબારમાં આ પ્લોટ વેચવા સંબંધે વાંધો દર્શાવવા બાબતની જાહેર નોટીશ પ્રસિદ્ધ થતાં કોન્સ્ટેબલે તેનો લેખિતમાં વાંધો નોંધાવ્યો હતો. જે વાંધા અંગે તા. ૧૭-૦૫-૨૦૧૨ના રોજ અખબારમાં જાહેર નોટીશ પ્રસિધ્ધ કરાવી કોન્સ્ટેબલે આ પ્લોટ વેચાણથી લઇ શકાય નહીં એવો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં તે જ દિવસે મોહમ્મદખાને આ બંને પ્લોટનો બીજાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. મહોમદખાને રૃ।. ૩૦ લાખની ઠગાઇ કરી પ્લોટ અને મકાન બીજાને નામે કરી આપતા આ કોન્સ્ટેબલ ઠગાઇની ફરિયાદ નોંધાવવા માટે પુરાવાઓ લઇને વલસાડ સીટી પીઆઇ ડાભી પાસે પહોંચતા તેમણે ગુનો બનતો જ નથી એમ જણાવી ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. કોન્સ્ટેબલનાં જણાવ્યા મુજબ બાદમાં તે લેખિત અરજી લઇને ડીએસપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે પહોંચતાં તેમણે તરત જ પુરાવાઓ જોઇને અરજી પર તપાસ કરી ફરિયાદ નોંધવા સંબંધી શેરો મારી સીટી પોલીસ સ્ટેશનમાં જવા કહ્યું હતું. જે બાદ વલસાડ સીટી પીઆઇએ માત્ર તેની અરજી સ્વીકારી હતી.
કોન્સ્ટેબલનાં જણાવ્યા મુજબ આ અરજીને દોઢ માસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં આજ દિન સુધી રૃ. ૩૦ લાખની ઠગાઇ કરનારા દંપતિ સામે ફરિયાદ દાખલ કરી નથી.

અધિકારીઓ મારી બદલી કરી મને હેરાન કરશે પણ..
હવે મારે આઇજીપી સાહેબ પાસે ન્યાય મેળવવા જવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી ઃ ગુલામહુસેન બલુચી
વલસાડ, શનિવાર
વલસાડનાં પોલીસ અધિકારીઓ મારી બદલી કરી મને હેરાન કરશે છતાં હવે મારે રેન્જ આઇજીપી સાહેબ પાસે ન્યાય મેળવવા જવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી એવી લાચારી કોન્સ્ટેબલ ગુલામહુસેન બલુચીએ દર્શાવી હતી.
પોલીસ ખાતામાં સ્વાભાવિકપણે જે કોન્સ્ટેબલ જેવા નીચલા કર્મચારી પીએસઆઇ કે પીઆઇ જેવા અધિકારી સામે અવાજ ઉઠાવે તો તેની બદલી કરી વેર વાળવામાં આવતું હોય છે. ફરિયાદ નહીં નોંધનારા વલસાડ સીટી પીઆઇ ડાભી સામે સામાન્ય કોન્સ્ટેબલે અળાજ ઉઠાવતાં તેની બદલી થશે એ વાતનો કોન્સ્ટેબલને ખ્યાલ છે.
આ કોન્સ્ટેબલ ગુલામહુસેન બલુચીએ જણાવ્યું હતું કે, દોઢ મહિનાથી ઉમરગામ નોકરી કરવા જાઉં કે વલસાડ સીટી પોલીસ સ્ટેશને જાઉં તે સમજ પડતી નથી. હવે કંટાળીને આઇજી સાહેબને રજૂઆત કરવા સિવાય મારી પાસે કોઇ વિકલ્પ બચ્યો નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved