Last Update : 19-August-2012, Sunday

 

નવસારી એલસીબીને બાતમી આધારે સફળતા મળી
ટ્રક ચોરી સ્પેરપાર્ટ છૂટા પાડી વેચી મારતી ટોળકી પકડાઇ

ચારેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પરઃ ટ્રક ચોરીના અનેક ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા

દોઢ મહિના પહેલાં ગ્રીડ પાસેથી ટ્રક ચોરનાર અમદાવાદના શખ્સની ધરપકડઃ ટ્રક ખરીદનાર સહિત વડોદરાના ત્રણ શખ્સો પણ જેલભેગા

નવસારી, શનિવાર
નવસારી ગ્રીડ નજીક તપોવન સંસ્કારધામ પાસેથી દોઢ મહિના અગાઉ ટ્રકની ચોરી કરનાર મૂળ યુપીના અને હાલ અમદાવાદ રહેતા શખ્સને નવસારી એલસીબી પોલીસે ગ્રીડ પાસેથી ઝડપી પાડયો હતો. ચોરેલી ટ્રક સ્પેરપાર્ટ છૂટા પાડીને વડોદરા વેચી દીધી હોવાની કબૂલાત કરતાં પોલીસે વડોદરાના ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે. આ વાહનચોર ટોળકીની વધુ તપાસ માટે પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તમામના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ દોઢ મહિના અગાઉ તા.૨૪-૬-૧૨ના રોજ નવસારી ગ્રીડ નજીક, તપોવન સંસ્કારધામ નજીક સુરતના સુમુલ ડેરી રોડ ઉપર રહેતા કાળીદાસભાઇ મગનલાલ શાહે પોતાની ટ્રક (નં.જીજે-૫, વાયવાય-૭૨૦૩) પાર્ક કરી હતી. જેની કોઇ ચોર ઉઠાંતરી કરી જતાં ટ્રક ચોરી અંગે કાળીદાસભાઇએ નવસારી રૃરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નવસારી એલસીબી પોલીસના પો.કો. મહેશભાઇ રામજીભાઇને બાતમી મળી હતી કે, થોડા સમય અગાઉ ગ્રીડ નજીકથી ટાટા ટ્રકની ચોરી કરનાર શખ્સ બીજી ટ્રકની ચોરી કરવા માટે સર્વે કરવા માટે નવસારી ગ્રીડ ખાતે આવનાર છે. જે આધારે પીઆઇ કે.એન. પટેલ, એએસઆઇ ઉદયસિંહની ટીમે ગ્રીડ ખાતે વોચ ગોઠવી હતી.
દરમ્યાન બાતમીવાળો શખ્સ મોહમદ પરવેઝ ફરીદ કુરેશી (ઉ.વ.૧૯, હાલ રહે. સંતોષ, લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટ, અમદાવાદ, મૂલ રહે. ચમરૃપુર થાણા, જઠવારા, તા. પટી, પ્રતાપગઢ, યુપી) આવતા તેને ઝડપી પાડયો હતો. પોલીસે મોહમદ કુરેશીની પૂછપરછ કરતાં તેણે ચોરી કરેલી ટ્રક વડોદરા, હાથીખાના મીઠાફળીયા ખાતે રહેતા સીદીક શબ્બીર શેખે ખરીદી હોવાની કબૂલાત કરી હતી. તેમજ સીદીકના બે સાગરિત આસીફ નૂરમહમદ શેખ અને બાવાસીંગ બલવીરસીંગ ભટ્ટી (શીખ) (બન્ને રહે. વડોદરા, હાથીખાના, મન્સુરી કબ્રસ્તાનની અંદર)ની મદદથી ટ્રકના સ્પેરપાર્ટ છૂટા પાડી નાંખ્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે વડોદરાના ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી અને ટ્રકનો સામાન અને એન્જીન વિગેરે મળી કુલ રૃ।. ૩.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ ચારેય આરોપીઓની વધુ તપાસ માટે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ચારેય આરપીઓ ટ્રક જેવા વાહનોની ચોરી તથા લોન પર લીધેલા વાહનો ચોરી તોડી નાંખી વેચી દેતાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રિમાન્ડ દરમ્યાન અનેક ટ્રક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતા છે. વધુ તપાસ પીઆઇ કે.એન. પટેલ કરી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved