Last Update : 19-August-2012, Sunday

 

૧૩૦૦ વર્ષ પહેલા ઇરાનથી પારસીઓએ સંજાણમાં આગમન કર્યું હતું
ઉદવાડા પારસી અગિયારીમાં પતેતીની દબદબાભેર ઉજવણી

વડા દસ્તુરની ઉપસ્થિતિમાં મુખ્ય આતશ (અગ્નિ) સમક્ષ પૂજા-અર્ચના કરી પારસીઓએ એકબીજાને નવરોઝ મુબારકબાદ પાઠવી

વાપી, શનિવાર
પારસીઓના પવિત્ર પતેતી તહેવારની વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ઉદવાડા ગામે પારસીઓના જાજરમાન ઈતિહાસની ધરોહર સમા તિર્થધામ ખાતે પતેતીની દબદબાવભેર ઉજવણી કરાઈ હતી. પારસી અગિયારી ખાતે સમાજના વડા દસ્તુરની ઉપસ્થિતિમાં મુખ્ય આતશ(અગ્નિ) સમક્ષ પારસીઓએ શ્રધ્ધાપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ એકબીજાને નવરોઝ મુબારકબાદ પાઠવ્યા હતા.
લગભગ ૧૩૦૦ વર્ષ અગાઉ આરબોના જુલ્મ સીતમને કારણે પારસી સમાજના લોકોએ ઈરાન છોડી ભારતના સંજાણ બંદરે આગમન કર્યું હતું. ઈરાનથી ભારત આવેલા પારસીઓએ દૂધમાં સાકર ભળે તે રીતે દેશના લોકો સાથે ભળી ગયા હતા. પારસીઓએ પોતાના જાજરમાન ઈતિહાસની ધરોહરને જાળવવા સંજાણ ખાતે કીર્તિસ્થંભની સ્થાપના કરી હતી. ત્યારબાદ પારડી તાલુકાના ઉદવાડા ગામે આતશ બહેરામ (અગિયારી)ની સ્થાપના કર્યા બાદ આ સ્થળ સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળ તરીકે પ્રચલિત બનવા સાથે પારસીઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે.
આજે ય.ઝ.૧૩૮૨માં વર્ષ એટલે કે પતેતી (નવા વર્ષ)ની ઉજવણી અંગે જુદા જુદા શહેરોમાંથી પારસીઓ ઉદવાડા સ્થિત તિર્થધામ પારસી અગિયારીએ ઉમટી પડયા હતા. સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં લોકોએ આતશ (અગ્નિ)સમક્ષ શ્રધ્ધા પૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તમામ પારસી સમાજના લોકોએ એકબીજાને નવરોઝ મુબારકબાદ પાઠવી હતી. પતેતીના શુભ દિને ઉદવાડા ગામના અન્ય જાતિના લોકોએ પારસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વલસાડ, સંજાણ, નારગોલ, દમણ સહિતના વિસ્તારોમાં સ્થાયી થયેલા પારસીઓએ પતેતીની દબદબાભેર ઉજવણી કરી હતી.
પતેતીના તહેવાર નિમિત્તે ઉદવાડાના વડાદસ્તુર ખુરશીદજીએ શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, પારસી સમાજની માત્ર ૧.૧૨ લાખ વસ્તી છે. વસ્તીમાં થયેલા ઘટાડા અંગે ચિંતા વ્યકત કરી ઉમેર્યું કે સુરત અને મુંબઈ પારસી પંચાયત દ્વારા વસ્તી વધારવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પારસી પંચાયત દ્વારા પારસી સમજના લોકોને લગ્ન માટે પ્રોત્સાહિત કરવા ફલેટ અને અન્ય મદદ પણ કરવામાં આવી રહી છે. આ પ્રયાસોને કારણે સુરત અને મુંબઈમાં જન સંખ્યામાં વધારો થયો છે. તેઓએ મોટી ઉંમરે લગ્ન કર્યા બાદ સંતાન પ્રાપ્તિ માટે પડતી મુશ્કેલીના નિરાકરણ અંગે સમાજ દ્વારા તબીબી ટીમ પણ ઊભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved