Last Update : 19-August-2012, Sunday

 

જિલ્લામાં બીએસએનએલના ધાંધિયા

અનેકવાર ફોન ડાયલ કરવા છતાં નંબર લાગતા નથી ઃ ક્યારેક લાગે છે તો કપાઈ જાય છે

તલોદ, તા. ૧૮
બી.એસ.એન.એલ.નું ટેલિકોમ તંત્ર ગ્રાહકોને લુંટવામાં જ ઓતપ્રોત રહેતું હોવાનું ભાસી રહ્યું છે. ગ્રાહકોને સેવા સુવિધા પુરી પાડવાને બદલે યેન-કેન પ્રકારેણ ગ્રાહકોના ખિસ્સા કેમ હળવા થાય? તે જાણે કે તંત્રનો મૂળ આશય હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. છાશવારે આ તંત્રની લાલીયાવાડીની હકિકતો સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતી હોવા છતાં જાણે કે તંત્રના સંવાહકોના પેટનું પાણી પણ હાલતું નથી.
દેશના સૌથી મોટા ગણાતા ટેલિકોમ તંત્રની ગ્રાહકો પ્રત્યેની તરકટી નીતિ-રીતિ હવે ગ્રાહકોના મન ઊંચા કરી રહી છે. આ તંત્રના મોબાઈલ ફોન ધારક ગ્રાહકો પણ તલોદ પંથકમાં ત્રાહિમામ પોકારી રહ્યા છે. બી.એસ.એન.એલ.ના સીમકાર્ડ ધારક ગ્રાહકોને તેઓએ જોડેલો કોલ લાગશે જ તેવો ભરોસો હોતો નથી કારણ, ક્યારેક અનેક વખત ડાયલ કર્યા બાદ જ ફોન લાગે તેવી સ્થિતિ પેદા થઈ છે. તો ક્યારેક ફોન 'વન-વે' થઈ જાય. એક તરફની વ્યક્તિને સંભળાય બીજી તરફના વ્યક્તિને બાઘા મારવા પડે. પરિણામે ફોન ચાલુ થઈ જતાં ખિસ્સા ઉપર કાતર ફરતી થઈ જાય અને જમા બેલેન્સમાંથી રૃપિયા કપાતા જાય.
આ બધી અણગમતી ને અણધારી તથા ઘણાં જ લાંબા સમયથી વણઉકેલી રહેલી સમસ્યાઓમાં છેલ્લાં કેટલાક દિવસથી તંત્રના મોબાઈલ ધારકો માટે એક નવી આફતરૃપ સમસ્યા ઉદ્ભવી છે. રાંધણગેસના રિફીલનું બુકિંગ કરાવવા નં. ૫૭૩૩૩ ઉપર એલપીજી એવો એસ.એમ.એસ. કરવાનો હોય છે. આ એસ.એમ.એસ. કરતાંજ સેંકડમાં રૃા. ૨/- કપાઈ જાય છે અને મેસેજ 'ફેઈલ'નો ડિલીવરી રિપોર્ટ માત્ર ગ્રાહકોને વાંચવા મળે છે. ડિલીવરી રિપોર્ટ નહિ મેળવનાર ગ્રાહકો તો રૃા. ૨/-માં લૂંટાઈને ગેસનાં બોટલ આવવાની રાહ જોતા હોય છે. ચારેક દિવસે પણ બોટલ ન મળતાં ફરીથી રૃા. ૨/-ના ખર્ચે એસ.એમ.એસ. કરે છે. જેનું પરિણામ પણ આખરે 'શૂન્ય' મળે છે. આ અંગે આજે ગેસના ડિલર અને ટેલિફોન તંત્રનો સંપર્ક કરી ગ્રાહકોની આ સમસ્યાની હકિકત જાણવા પૂછતાછ કરતાં જાણવા મળેલ કે માત્ર બીએસએનએલના જ ગ્રાહકોને આ ઉપાધિ નડે છે. ક્યાંક કાંઈક સર્વરથી ખામી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જે મૂક અને બધીર જેવા તંત્રના કહેવાતા બાહોશ અધિકારીઓ હલ કરી શક્યા નથી. જેથી આ તંત્રના મોબાઈલ ધારકોને ન છુટકે તલોદ ખાતેના ડિલરને ત્યાં ફોનથી રિફીલ નોંધવવા ફરજ પડી છે. જે ડિલર નોંધી રહ્યા છે.
બી.એસ.એન.એલ.ના નેટવર્કની કોઈક ખામી કે સર્વરની કોઈક યાંત્રિક બિમારી આ સમસ્યાનું કારણ હોવાનું મનાય છે. ત્યારે અહીં ગ્રાહકોના દિમાગમાં સવાલ એ પેદા થાય છે કે, મેસેજ ગેસ કંપનીના બુકિંગ વિભાગને પહોંચતો નથી અને રૃપિયા કપાઈ જાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved