Last Update : 19-August-2012, Sunday

 

આણંદમાં ચોતરફ ખાનગી વાહનચાલકોનો વધેલો ત્રાસ

નાના મોટા અકસ્માતો સર્જાતા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલા ભરાતા નથી

આણંદ,તા.૧૮
આણંદ નગરની ચારે તરફ આવેલી વિવિધ ચોકડીઓ વિસ્તારમાં ખાનગી વાહનચાલકોનો ત્રાસ વધવા પામ્યો છે. પિયાગો રીક્ષા ચાલકો દાદા હોય તે રીતે તે વિસ્તારમાં વર્તતા હોય છે. નજીકમાં જ પોલીસ કર્મી હોય છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. વળાંકમાં જ પોતાની રીક્ષાઓ મુકીને મુસાફરો મેળવવાના પ્રયત્નો કરતા હોય છે. જેના કારણે બીજા વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડતી હોય છે. કોઈ વાહનચાલક રીક્ષા સાઈડ પર ઉભી રાખવા માટે જણાવે તો રીત્તસરની દાદાગીરી કરાતી હોય છે. ટપલી દાવ પણ કરાતો હોય છે. આવી સમસ્યા દરેક ચોકડી વિસ્તારમાં જોવા મળે છે. જેને કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. મોટા અકસ્માત સર્જાય તે પહેલા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરાઈ છે.
આ અંગે કેટલાક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ગણેશ ચોકડી, બોરસદ ચોકડી, સામરખા ચોકડી, ચિખોદરા ચોકડી તથા મહેન્દ્ર શાહના દવાખાનાની આગળ રીક્ષાચાલકોની દાદાગીરી વધવા પામી છે. તેઓ ટ્રાફિકની અડચણરૃપ પોતાના વાહનો ઉભા રાખતા હોય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. શહેરની ગ્રીડ ચોકડી ઉપર નડીયાદ, બોરીઆવી, કણજરી જવા માટે કેટલાક ખાનગી વાહનચાલકો દ્વારા પોતાના વાહનો આડેધડ મુકી દેવામાં આવતા હોય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પોતાની રીક્ષા આડેધડ પાર્કિંગ કરતા હોવાથી બીજા વાહનચાલકો તથા મુસાફરો હેરાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં સાતથી આઠ શાળા કોલેજ હોવાથી વહેલી સવારથી જ સાંજના ૭ઃ૦૦ કલાક સુધી વિદ્યાર્થીઓની અવર-જવર વધુ રહેતી હોય છે. લાંભવેલ બાજુના તથા નડિયાદ બાજુના ગામડાના વિદ્યાર્થીઓ શાળા-કોલેજે આવવા માટે એસ.ટી.બસનો લાભ લેતા હોય છે. સાંજે જતી વખતે ગ્રીડ ચોકડીથી તેઓ બસમાં બેસે છે પરંતુ ખાનગી વાહનચાલકો વળાંક પાસે જ પોતાના વાહનો ઉભા રાખતા હોવાથી એસ.ટી.ના ડ્રાઈવરોને પણ પોતાની બસ ચલાવવામાં તકલીફો પડતી હોય છે. આ રીક્ષાચાલકોમાં કેટલાક માથાભારે હોવાથી આજુબાજુની દુકાનવાળાઓ પણ ગભરાતા હોય છે. જો કોઈ નાગરિક રીક્ષા એકબાજુ મુકવાનું કહે તો લુખ્ખી દાદાગીરી કરતા હોય છે. તદ્ઉપરાંત બીજા રીક્ષાચાલકો ભેગા થઈને સામેવાળા પર હુમલો પણ કરતા હોવાના બનાવો અવાર-નવાર બનતા હોય છે.
આ બનાવને કારણે પોલીસ સ્ટેશને પણ મામલો પહોંચતો હોય છે. આ લોકોની દાદાગીરી તથા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉચ્ચઅધિકારીઓ દ્વારા અચાનક ચેકીંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved