Last Update : 19-August-2012, Sunday

 

ભારત - બાંગ્લાદેશની સરહદે
ISA ના એજન્ટો બોર્ડર બેરીકેટીંગ પરથી જાલીનોટોનો વરસાદ કરે છે

બંને દેશની સરહદે રહેતા ગરીબોનો લાભ ઉઠાવવા બોર્ડર પર બંડલો ફેંકાય છે ઃ ભરૃચ SOG ની તપાસમાં ઘટસ્ફોટ

ભરૃચ,તા.૧૮
ભરૃચ જિલ્લાના ગુમાનદેવના મેળામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના ચકચારભર્યા પ્રકરણમાં બાંગ્લાદેશની સરહદ પરથી ખુબ જ સરળતાથી નકલી નોટો ભારતમાં ઘુસાડાતી હોવાનું ભરુચ એસઓજી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. બાંગ્લાદેશની સરહદે ગયેલી પોલીસને ઝડપાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે, બોર્ડર બેરીકેડીંગ પરથી નકલી નોટોનાં બંડલો ભારત તરફ ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે. પાકિસ્તાનની આઈએસઆઈ સંસ્થા દ્વારા ભારત અને બાંગ્લાદેશની સરહદ પર રહેતી ગરીબ પ્રજાનો ઉપયોગ નકલી નોટો ઘુસાડવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, ગુમાનદેવનાં મેળામાં નકલી નોટ વટાવ્યા બાદ પોલીસે પશ્ચિમબંગાળના પાંચ યુવાનોને ઝડપી પાડયા હતા.
એસ.ઓ.જી. અને ઝઘડીયા પોલીસની તપાસ દરમ્યાન બોગસ ચલણી નોટો ભારતનાં અર્થતંત્રને ખોખલુ કરવા પાકિસ્તાનથી આઈ.એસ.આઈ.નો દોરી સંચાર જણાયો હતો. ભરૃચ જિલ્લાના દહેડા ગામ ખાતે પરપ્રાંતીય આરોપીઓ વસવાટ કરતા હતા. એસ.ઓ.જી.ની ટીમ આરોપીઓની તપાસ કરવા ભરૃચથી લગભગ ૧૭૦૦ કિ.મી. દૂર કાલીયાચક પ.બંગાળ પોલીસ મથકની હદમાં આવેલ અનુપનગર ખાતે પહોંચી હતી.
અનુપનગર ગામ પ. બંગાળનાં બાંગ્લાદેશની સરહદથી માલદા ૧૦ કિ.મી. દૂર છે. જ્યાં ભારત દેશ તરફથી સરહદ વિસ્તાર અને સરહદી બંદોબસ્ત કરવામાં આવેલો છે. પરંતુ બાંગ્લાદેશ તરફથી આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ વિસ્તારમાં બોર્ડર બેરીકેડીંગ ઉપરથી જાલી નોટનાં બંડલો ફેંકવામાં આવતા હોવાનું પી.આઈ. સોઢાએ જણાવ્યું હતું. બોગસ ભારતીય ચલણી નોટોના બંડલો બોર્ડર બેરીકેડીંગ પરથી ફેંકીને ભારતમાં કેરિયરો સુધી જાલી નોટ પહોંચાડવામાં આવતી હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે.
ઝઘડિયા વિસ્તારમાંથી ઝડપાયેલા પાંચ આરોપીઓને લઈને ભરૃચ પોલીસ અનૂપનગર પ.બંગાળ ખાતે પહોંચી ત્યારે તપાસ દરમ્યાન આરોપીઓએ માલદા જિલ્લા પં. બંગાળનાં સરહદી વિસ્તારમાંથી જાલી નોટો મેળવી હોવાનું જણાવ્યું હતું. ભરૃચ એસ.ઓ.જી. પોલીસ અને માલદાની સ્થાનિક પોલીસે બે દિવસ અને રાત્રી દરમ્યાન ટ્રેપ ગોઠવી હતી, પરંતુ આ સમય દરમિયાન આઈ.એસ.આઈ. તરફથી કોઈ હરકત કરવામાં આવી ન હતી.
નોંધપાત્ર બાબત એ છે કે, માલદામાં એક જ સમુદાયની વસ્તી વસે છે. ભારત અને બાંગ્લાદેશના ભાગલા પડયા બાદ આ વસ્તી પણ બંને દેશમાં વહેંચાઈ ગઈ હતી. સરહદની બંને તરફ એકજ સમુદાયના લોકો વસતા હોવાનો ફાયદો આઈ.એસ.આઈ.ના એજન્ટો લેતા હોવાનું તપાસ દરમ્યાન જણાયુ છે.
માલદાથી પરત ફરેલ એસ.ઓ.જી. ભરૃચનાં પી.આઈ. ડી.ડી. સોઢા અને તેમની ટીમ એક જ વિસ્તારમાંથી બનાવટી નોટોની થતી આટલી મોટી હેરફેર માટે એક અહેવાલ તૈયાર કરવાની શરૃઆત કરી છે. જે અસરકારક સમક્ષ રજૂ કરી દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના કાવત્રા અંગે વાકેફ કરવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved