Last Update : 19-August-2012, Sunday

 
ગુજરાત સમાચારની ભાવનગર આવૃત્તિનો ૧૫માં વર્ષમાં મંગલ પ્રવેશ
સત્વ, સંયમ, સત્ય અને સમજૂતિ સાથે જ્ઞાાનનો પ્રકાશ 'ગુજરાત સમાચાર' હંમેશા ફેલાવતું રહેશે

વિષમ પરિસ્થિતિમાં પણ પ્રજાભિમુખ અભિગમ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર સ્મૃતિબેન શાહ

શિવશક્તિ હોલમાં યોજાયેલા એજન્ટ બંધુઓના મનપાંચમ મેળામાં એજન્ટમિત્રોની વિશાળ હાજરી ઃ ગણપતિ અને શિવની સ્તુતિ સાથે સમારંભનો મંગલમય પ્રારંભ
ભાવનગર, શનિવાર
ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિનાં ૧૪માં વાર્ષિક ઈનામી ડ્રો તથા ૧૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આજે શહેરનાં શિવશક્તિ હોલમાં એજન્ટ બંધુઓનો મન પાંચમનો મેળો લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સમાચારના મેનેજીંગ ડિરેકટર શ્રી સ્મૃતિબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગોહિલવાડનાં ગામડે ગામડેથી એજન્ટ બંધુઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શહેરના અને બહાર ગામથી પધારેલા એજન્ટ મિત્રોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિનાં ૧૫ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે યોજાયેલા ૧૪ માં વાર્ષિક ઈનામી ડ્રો સમારંભની શરૃઆત અનુષા મહેતાના સ્વરમાં ગણપતિ સ્તુતી અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાસ્ત્રીય સંગીત પર આધારીત ગણપતિની સ્તુતીથી હોલમાં મંગલમય વાતાવરણ ખડુ થયું હતું. આ પછી ઉમરાળાનાં પ્રતિનિધી ઉસ્માનભાઈ ખોખરના થયેલા નિધન બદલ બે મિનિટનું મૌન પાળી બધાએ ઉભા થઈ શોકાંજલિ પાઠવી હતી. મંચ પર ઉપસ્થિત એજન્ટ મિત્રોનું ગુજરાત સમાચાર પરિવારના કર્મચારીઓ દ્વારાં ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સીટી એજન્ટ જયદીપભાઈ પટેલ તથા કાનાભાઈ આલગોતરે ગુજરાત સમાચારના મેનેજીંગ ડીરેકટર શ્રીમતિ સ્મૃતિબેન શાહનું પૂષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
શિવશક્તિ હોલમાં યોજાયેલા ૧૪ માં વાર્ષિક ઈનામી ડ્રો સમારંભમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત એજન્ટ બંધુઓના ભાવમેળાઓને સંબોધતા ગુજરાત સમાચારના મેનેજીંગ ડિરેકટર શ્રીમતિ સ્મૃતિબેન શાહે જણાવ્યું હતું કે, 'બરાબર એક વર્ષ પછી ફરી એકવાર આજ તારીખે આજ સમયે આજના હોલમાં આપણે સૌ એકત્ર થયા છીએ. લોકોના ધબકાર સમા આપણા અખબાર ગુજરાત સમાચારની ભાવનગર આવૃત્તિ તેના ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે આપ સૌને હું આવકારું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પરમ પવિત્ર પુરૃષોત્તમ માસની સાથે આપણા અખબારનો પણ નવા વર્ષમાં પ્રવેશ થાય છે ત્યારે સત્વ અને સ્તુતિ સાથે શરૃ થયેલા આ વર્ષમાં અખબાર મક્કમ રીતે આગળ ધપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.
સતત ૧૪ વર્ષથી ભાવનગરના વાચકોએ જે પ્રેમ, હુંફ અને લાગણી આપી છે તેને બિરદાવું છું. વિષમ પરિસ્થિતિમાં પણ આ અખબાર પ્રજાભિમુખ અભિગમ જાળવી રાખશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને નિષ્ઠાપૂર્વક વાચા આપતું રહેશે તેનો કોલ આપું છું. વાચકો સાથે બંધાયેલો 'વિશ્વાસનો સેતુ' વધુ મજબૂત બનાવવાની ખાતરી આપું છું. સાથે સાથે સતત ૧૪ વર્ષથી આપ સૌએ જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપ્યો તેનું ઋણ અદા કરવા દર વર્ષે હું અહીં આવું છું. હાજર રહું છું. તમામની લાગણીઓ અને માગણીઓને સમજું છું અને આપ સૌ વિતરકો અને એજન્ટબંધુઓનો હું આભાર માનું છું. આજે આ મનપાંચમના મેળામાં આપણે જ્ઞાાનનો એક દીપ પ્રગટાવ્યો છે. આ જ્ઞાાન દીપની જ્યોત દૂર દૂર સુધી સત્વ, સંયમ, સત્ય અને સમજૂતિનો પ્રકાશ ફેલાવે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.'
ખીચોખીચ ભરાયેલા શિવશક્તિ હોલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત એજન્ટ બંધુઓ વચ્ચે ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિના ૧૪ માં વાર્ષિક ઈનામી ડ્રો ને સ્મૃતિબેન શાહે કોમ્પ્યુટર સિસ્ટમથી પ્રથમ ઈનામના પાંચ વિજેતાઓની નામની જ્યારે ઘોષણા કરી ત્યારે તાળીઓના ગડગડાટથી વિજેતાઓને વધાવી લેવામાં આવ્યા હતા. એ પછી બીજા અને ત્રીજા ઈનામના વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી હતી.
પ્રારંભમાં ગુજરાત સમાચારના મેનેજીંગ ડિરેકટર સ્મૃતિબેન શાહના હસ્તે દિપ પ્રાગટય કરી મંગલ સ્તુતિ સાથે ૧૪ માં વાર્ષિક ઈનામી ડ્રો ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત સમાચારના પત્રકાર અરવિંદ સ્વામિએ એજન્ટ મિત્રોને આવકારતા સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગોહિલવાડનાં પ્રશ્નો કે સમસ્યાને વાચા આપવામાં ગુજરાત સમાચારે ક્યારેય પાછા વળીને જોયું નથી. સતત બદલાતી જતી સમાચારોની દુનિયામાં તાલુકા અને ગ્રામ્ય પંથકના એજન્ટ મિત્રોની જવાબદારી ઘણી વધી જાય છે. ખૂણે ખાંચરે બનતી ઘટનાને ભાવનગર ગુજરાત સમાચારની કચેરી સુધી ઝડપથી પહોંચાડવા અપીલ કરી હતી અને ઉપસ્થિત સૌ એજન્ટ મિત્રોનું હાર્દિક શાબ્દીક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભારવિધી ગુજરાત સમાચારના યુવા પત્રકાર જયેશ શુક્લે સુંદર અને ભાવવાહી રીતે કરી સૌના મન મોહી લીધા હતા.
ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિના ૧૪માં વાર્ષિક લવાજમ ઈનામી ડ્રો ના સમારંભને સફળ બનાવવા માટે સરક્યુલેશન મેનેજર બિપીન વ્યાસ, કોમ્પ્યુટર વિભાગના શૈલેન્દ્રસિંહ, કૌશિક દવે, મહેશ માથોળીયા, અમીત પરમાર, જાહેર ખબર વિભાગના જીગ્નેશ ત્રિવેદી, રાકેશ જોશી, નિકુંજ જાની, મશીન વિભાગના નરેન્દ્ર પાંડે, વિપુલ મહેતા, દિપક ભાવસાર, કાર્તિક છાટબાર, ધર્મેન્દ્ર ભટ્ટ, દિલીપ ગોહેલ, સુરેશ શેઠ, ધર્મેશ ત્રિવેદી, ભરત આસ્તિક, જેઠાભાઈ, પાર્સલ વિભાગના કિશોરભાઈ, પ્રદિપભાઈ, અનિલભાઈ, અંકીતભાઈ, વાલજીભાઈ, ભરતભાઈ, નિલેશભાઈ, હિતેશભાઈ, હંસાબેન તથા અનિલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. મહાપ્રસાદ સાથે એજન્ટ બંધુઓના મિલન સમારંભ લાગણીભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

વારા તારા વગરના સમાચારોએ ગુજરાત સમાચારની ઓળખ છે
ભાવનગર, શનિવાર
ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિનાં ૧૪માં વાર્ષિક ડ્રો પ્રસંગે આજે ધાર્મિક માહોલ વચ્ચે નસીબ વંતા ગ્રાહકોનો લક્કી ડ્રો શિવશક્તિ હોલ ખાતે યોજાયો હતો. જેમાં પ્રથમ ઈનામનાં વિજેતા અને બીજા નંબરનાં વિજેતા ગ્રાહકોએ ગુજરાત સમાચારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રમઝાન મહિનામાં કરાયેલ બંદગીની ભેટ આ નિષ્પક્ષ અખબારે આપી છે ઃ વિજેતા ગ્રાહક
૧૪ મી વાર્ષિક લવાજમ યોજના અંતર્ગત યોજાયેલ ડ્રોમાં પ્રથમ ઈનામ મોટરસાયકલના વિજેતા બાબુભાઈ નારણભાઈ વિરાણી થયા છે. જેઓ એજન્સી અને ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા પંદર વર્ષથી તેઓ ગુજરાત સમાચાર સાથે વણાયેલા છે. તેઓએ જણાવ્યું હતું કે, આ એકમાત્ર અખબાર એવું છે કે, જે વારો તારો વગરના સમાચારો આપે છે. જે તેની આગવી ઓળખ છે. પાનાનું વૈવિધ્ય, સ્પષ્ટ પ્રિન્ટીંગ અને આગવી ભાષા શૈલીને લીધે એક દિવસ પણ ગુજરાત સમાચાર વગર અકળાઈ જવું પડે તેટલી હદે બંધાણ થયું છે. પોતાને ઈનામની ભેટ થી પોતાનાં ભાઈના બાબાને ભણતરનાં સમયમાં સારો ઉપયોગ કરી શકાશે તેવું જણાવ્યું હતું.
જ્યારે નસીબ વંતા બીજા નંબરનાં ઈનામના વિજેતા ગ્રાહક કે જે ઘોઘારોડ ચૌદનાળા ૫૦ વારીયામાં રહેતા હોય અને છુટક મજુરી કામ કરી રહેલા હનીફભાઈ નાનુભાઈ આગવાન પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ ગુજરાત સમાચારના ચાહક રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારા પરિવારનો દિવસ ગુજરાત સમાચાર વગર જતો નથી. ખાસ કરીને પુર્તિઓની વિવિધતા એ આખા પરીવારને જરૃરી પૂરતુ વાંચન પુરૃ પાડે છે. સંતાનમાં રહેલ એક પુત્ર જે ધો.૧૦ માં હાલ અભ્યાસ કરે છે. તેના ભણતર પાછળ ઈનામની મળનારી રકમ ખર્ચ કરવા તેમણે તૈયારી દર્શાવી અને આ આર્થિક ભીંસમાં ગુજરાત સમાચારે મારા બાળકનાં ભવિષ્ય માટે ન ભુલાય તેવો સહયોગ પૂરો પાડયો છે. હાલના રમઝાન મહિનામાં લવાજમનાં ડ્રોમાં લાગેલા ઈનામને બંદગીની ભેટ મળી હોવાનું જણાવી ભાવુક થયા હતા.

 

પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં ગુજરાત સમાચાર અગ્રેસર રહ્યું છે
ભાવનગર, શુક્રવાર
ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિનાં ૧૪ માં વાર્ષિક લવાજમ ઈનામી ડ્રો સમારંભમાં ઉપસ્થિત એજન્ટ બંધુઓએ મોકળા મને પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી ગુજરાત સમાચાર સાથેની દીર્ઘ યાત્રાના સંસ્મરણો વાગોળ્યા હતા.
ગુજરાત સમાચારના ૧૪ માં વાર્ષિક લવાજમ ઈનામી ડ્રો સમારંભમાં એજન્ટ મિત્રોનું પ્રવચન
શહેરના શિવશક્તિ હોલમાં યોજાયેલા ગુજરાત સમાચાર વાર્ષિક ઈનામી ડ્રો સમારંભને સંબોધન કરતા બરવાળાના એજન્ટ કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે, શ્રાવણ જે હજુ ગઈકાલે પુરો થયો, હવે પુરૃષોત્તમ માસ, પર્યુષણ અને રમજાન માસનાં પવિત્ર ત્રિવેણી સંગમ સમાન આ એજન્ટ મિત્રોનો ભાવમેળો છે. ગોહિલવાડની ધરતીમાં ૧૪ વર્ષ પહેલા ગુજરાત સમાચારે પગ મૂક્યો હતો. આજે ગુજરાત સમાચાર ઘરઘર અને જનજન સુધી વંચાતું થયું છે. ભાવનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ અને અમરેલી જિલ્લાનાં સમાચારોને પણ ગુજરાત સમાચાર વાચા આપે છે. તેમણે લાકડિયા પુલ અને ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજના માટે વારંવાર અવાજ ઉઠાવી કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને ઢંઢોળવાનું કામ ગુજરાત સમાચારે નિડરતાથી કર્યું છે. આ ઉપરાંત રેલ્વેનાં પ્રશ્નો હોય કે જીથરી હોસ્પીટલનો પ્રશ્ન હોય કે જયાં રાજકિય ઓથ હેઠળ અનિષ્ટ લોકોએ કબજો લીધો હોય ત્યારે આમ જનતા માટે ગુજરાત સમાચારે લડાયક લડત આપી છે.
તેમણે ગુજરાત સમાચારને પત્રકારત્વની પાઠશાળા ગણાવતા વધુમાં જણાવ્યું હતું કે, એજન્ટોએ સમય સાથે કદમ મિલાવવા પડશે. સમાચાર ઓક્સિજન જેવા છે. કોઈપણ ઘટનાને સત્યતાથી ચકાસી સમાચારના સ્વરુપમાં રજૂ કરીને મુકવાનું કર્તવ્યધર્મ એજન્ટ મિત્રોનો છે. ગુજરાત સમાચાર હંમેશા ક્વોલીટીમાં માને છે. સત્યને જો પારખવામાં આવે તો ગુજરાત સમાચારનાં વાંચકો જેટલા કોઈ અખબારનાં વાંચકો નથી. જ્યાં સુધી લોકો ગુજરાત સમાચાર ન વાંચે ત્યાં સુધી વાંચકને ચેન પડતું નથી. આ અખબાર પ્રજાના અંતરમાં પડેલું છે તેથી નિડતરતા સાતત્યતા અને સત્યતાને કારણે તે વરસોથી નંબર વન છે.
આ પ્રસંગે વરતેજના એજન્ટ રામભાઈ મોરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ભાલ અને ભાવનગરને જોડતા લાકડિયા પુલનાં પ્રશ્ને ગુજરાત સમાચારે કડક કલમથી પ્રજાની સમસ્યાને વાચા આપી હતી. જેના લીધે આજે અમદાવાદ - ભાવનગર વચ્ચેનું અંતર ઘટયું છે. ''સબ કી ખબર લે, સબ કો ખબર દેં'' તેવા આ અખબારને તેમણે આજનાં પ્રસંગે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
સીટી એજન્ટ કાનાભાઈ આલગોતરે ગુજરાત સમાચારની પ્રતિ વર્ષ થઈ રહેલી અવિરત યાત્રા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ સૌ માટે સંકલ્પબધ્ધ થવાનો દિવસ છે. પ્રજાના પ્રશ્નને વાચા આપવામાં આ અખબારે ક્યારેય કોઈની સાડી બારી રાખી નથી. શેહશરમ વગર નિડતરતાથી અને તટસ્થતાથી લોક પ્રશ્નોને વાચા આપી છે. જરૃર પડયે સત્તાનો કાન પકડવામાં ગુજરાત સમાચાર અગ્રેસર રહ્યું છે. આગામી લવાજમ યોજનામાં વધુને વધુ લવાજમ તથા વધુને વધુ સરક્યુલેશન દ્વારાં ગુજરાત સમાચારની પ્રગતિને સાથે મળીને આગળ વધારવાની તેમણે અભ્યર્થના વ્યક્ત કરી હતી.

 

ગુજરાત સમાચાર વાર્ષિક ડ્રો ના નસીબવંતા ગ્રાહકો
પ્રથમ ઈનામ (૫ વ્યક્તિ માટે હીરો હોન્ડા સીડી ડોન)
રીસીપ્ટ નં. ગ્રાહકનું નામ એજન્ટનું નામ શહેર
૨૩૭૯૯ બાબુભાઈ એન. વિરાણી જયદીપ ન્યુઝ ભાવનગર
૪૪૩૮ ગજજર શ્રીધરભાઈ બી. શિવશક્તિ ન્યુઝ એજન્સી સણોસરા
૪૦૫૭૬ જે.વી.આલગોતર શ્યામ ન્યુઝ ભાવનગર
૩૭૩૯૯ સતિષભાઈ ગોસ્વામી ત્રંબકલાલ એસ.બગડિયા બોટાદ
૯૦૨૩ ચંદ્રકાંતભાઈ એન. ગાંધી ઉન્નતી ન્યુઝ ભાવનગર
બીજું ઈનામ (૭ વ્યક્તિ માટે સ્કુટી ટીન્ઝ)
૧૩૩૧૬ હનીફભાઈ બી. સૈયદ બંજરંગદાસબાપા ન્યુઝ એજન્સી મહુવા
૧૪૮૯૪ મોહનભાઈ રાઠોડ ડી.જે.પટેલ ભાવનગર
૪૫૯૩૦ દેવદાસ બાબુભાઈ મોદી ગોકલદાસ જી. શાહ ધંધુકા
૩૮૫૫૯ એન.કે. આલગોતર કાનાભાઈ આલગોતર ભાવનગર
૨૫૭૨૭ જય ખોડિયાર મા ક્રિષ્ના ન્યુઝ ભાવનગર
૩૦૬૨ હનિફભાઈ નાનુભાઈ અગ્રાવત સંગીતા ન્યુઝ ભાવનગર
૩૪૬૨૨ નિરજકુમાર પરેશકુમાર શેરૃ કે. વાલાણી બરવાળા
નોંધ ઃ- ઉપરોક્ત ઈનામના વિજેતા ગ્રાહકોએ પાકી પહોંચ આપી ઈનામો ઓફીસેથી મેળવી લેવાના રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved