Last Update : 19-August-2012, Sunday

 

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

 

 

બાફેલ દહીંવડા

 

સામગ્રી ઃ ૧ વાડકી મઘ્યમ સાઇઝની મગની ફોતરા વગરની દાળ, થોડા આદું-મરચાં, મોળું દહીં, દહીંનું ખાટું પાણી, મીઠું, હંિગ, એક ચમચો તેલ પ્રમાણસર સોડા.

 

રીત ઃ થોડા ખાટા દહીંને વલોવી પાણી નાખી થોડીવાર રાખી મૂકવું. થોડીવાર ઉપર જે પાણી આવી જાય તેમાં મગની દાળને ધોઈને ચાર-પાંચ કલાક પલાળવી.

 

દાળને મિક્સરમાં પાણી વગર જ કરકરી પીરસવી. પીસતી વખતે તેમાં આદું-મરચાં સમારીને નાખી દેવા અને દાળને ચાર-પાંચ કલાક રાખી મૂકવી.
આ પીસેલી દાળમાં મીઠું હંિગ નાખવા અને ખૂબ જ ફીણવું. એક વાટકામાં તેલ ગરમ કરી ગરમ તેલમાં સોડા નાખી તરત જ ખીરામાં નાખી દેવું અને ફરી ફીણવું. જેથી સોડા મિક્સ થઈ જાય.
એક ધારવાળા મોટા તપેલામાં બે ગ્લાસ પાણી નાખવું અને તપેલા પર ચોખ્ખા સફેદ કપડાંને એકદમ ટાઈટ બાંધી દેવું. આ તપેલાને ગેસ પર મૂકવું અને ગેસ ધીમો રાખવો.
દાળના મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈને કટકા પર ચાર વડાને થેપીને પૂરી જેવો આકાર આપવો. (૧૫-૧૬ વડા બનશે). વડાને અડે નહીં તે રીતે વાળીને વડા પર ઊંધી ઢાંકો. ત્યાર બાદ ગેસનો તાપ વધારી દેવો.
૮-૧૦ મિનિટ બાદ આ વડા ફુલી જશે. છરી વડે વડા બરાબર ચડ્યા છે કે નહીં તે તપાસી લો અને ગેસ બંધ કરો.
ત્યાર બાદ મોળા દહીંમાં સહેજ મીઠું અને પસંદ હોય તો ખાંડ નાખીને વલોવી લો.
તૈયાર થયેલ વડાને ઠંડા થયા પછી ડીશમાં ગોઠવી ઉપર દહીં પાથરી દેવું અને પસંદગી મુજબ મીઠું, મરચું અને ધાણાજીરું છાટવું. ત્યાર બાદ દરેક વડા પર લીલી કોથમીરના પાંદડા છાંટવા. તેથી આ સ્વાદિષ્ટ દહીંવડાનો દેખાવ આકર્ષક બની જશે.
આ વડા બાફીને બને છે. તેથી વૃદ્ધ અને બાળકો બધાં જ તેનો આનંદ માણી શકે છે. ઉપરાંત તે પૌષ્ટિક પણ છે.

 

બ્રાઉન દહીં

 

સામગ્રી ઃ દોઢ મોટો ચમચો ખાંડ, ત્રણ કપ દૂધ, બે એલચી, થોડું જાયફળ, ડેકોરેશન માટે બદામ-પિસ્તા.

 

રીત ઃ ખાંડને એક તપેલીમાં ગરમ કરવી. તેનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરવી. બ્રાઉન થયા બાદ તેમાં દૂધ નાખી ગરમ થવા દેવું અને ત્યાર બાદ તેને ખૂબ ઉકાળવું એલચી, જાયફળ નાખવું અને ત્યાર બાદ તેને ઠંડું થવા દેવું અને પછી તેને માટલીમાં લઈને મેળવી દેવું. જામી ગયા બાદ ૬થી ૭ કલાક કોલ્ડ કરવું અને તેની પર ડેકોરેશન બદામ-પિસ્તાનું કરી જમણમાં પીરસવું.

 

સ્ટફડ બાટી દહીં સાથે

 

સામગ્રી ઃ એક કપ ઘઉંનો લોટ, મોણ માટે બે ચમચા ઘી, ૫૦ ગ્રામ પનીર, એક ચીઝનો ક્યુબ, અડધો કપ બાફેલા વટાણા, એક મોટું છીણેલું ગાજર, અડધો કપ ધોઈને ઝીણી સમારેલી પાલકની ભાજી, અડધો કિલો મોળું જાડું દહીં, અડધી ચમચો આદું-મરચાં વાટેલા, થોડી ધોઈને ઝીણી સમારેલી કોથમીર, દહીંના વઘાર માટે અડધી ચમચી રાઈ, હંિગ અને મીઠું, બાટી માટે એક ચમચી મીઠું, સુશોભન માટે અડધી વાટકી ખજૂર-આમલીની ચટણી, પા કપ ખારી બુંદી, થોડી કોથમીર.

 

રીત ઃ લોટમાં મોણ અને મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધવો. અડધો કલાક આટાને ઢાંકીને રહેવા દો, પનીરને છીણી લો. ચીઝને પણ છીણી લો. તેમાં વટાણા, ગાજર, થોડું મીઠું જરાક સાકર નાખી પૂરણ તૈયાર કરો.

 

તૈયાર આટામાંથી જરાક લોટ લઈ તેનું પૂરી જેવું બનાવી તેમાં ઉપરનું થોડું પૂરણ ભરી કચોરીની જેમ વાળી લો. હાથેથી દબાવીને પેટીસ જેવો આકાર આપો. બધી બાટી આવી રીતે તૈયાર કરો. ઈડલીના સ્ટેન્ડમાં જરાક તેલ અથવા ઘી લગાવીને તૈયાર બાટીને ઇડલીની જેમ પંદર મિનિટ બાફી લો. બધી બફાઈ જાય એટલે દહીંમાં રાઈનો વઘાર કરી દહીં ફીણીને મોટા વાસણમાં કાઢી તેમાં તૈયાર થયેલી બાટી નાખી દો. દહીંમાં વાટેલા આદુ-મરચાં પણ નાખી દો. અડધા કલાક બાટી પલાળો. ખાતી વખતે દહીં સાથે જ બાટી લઈને તેના ઉપર થોડી મીઠી ચટણી અને કોથમીર નાખો અન ેબુંદી ભભરાવો. તેલ વગરની આ વાનગી ખાવામાં ખૂબ સારી લાગે છે.

 

પંજાબી પૂડા દહીંની પંચરત્ન ચટણી સાથે

 

સામગ્રી ઃ ૧૫૦ ગ્રામ દહીં, ૫૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૫૦ ગ્રામ ચણાનો લોટ, ચાર ચમચી વરિયાળી, ચાર ચમચી જીરૂ, બે ચમચી આખી મેથી, મીઠું તથા તળવા માટે ઘી અથવા તેલ, ચાર લીલા મરચાં.

 

ચટણીની સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ દહી (મોળું), કાજુ દ્રાક્ષ, ચારોળી (પ્રમાણસર), ચાર લીલા મરચાં, બે ચમચી ખાંડ, મીઠું, એક ડુંગળી, બે ચમચી આમલીનો રસ.

 

રીત ઃ મેંદો તથા ઘઉં તથા ચણાનો લોટ ભેગો કરી તેને દહીંમાં પલાળી ઘટ્ટ ખીરું બનાવો, જીરૂ, મેથી તથા વરિયાળીને મિક્સરમાં દળી ખીરામાં નાખો. તેમાં મીઠું, લીલા મરચાં નાખી આઠ કલાક પલળવા દો. તેમાં આથો આવે એટલે બરાબર ફીણી નોનસ્ટીક તવા પર પૂડા બનાવો. ઘી અગર તેલથી તળો.

 

ચટણીની રીત ઃ દહીંને એક કલાક પાતળા કટકામાં બાંધી લટકાવો જેથી તેમાંનું પાણી નીતરી જાય. હવે તેમાં બધી જ વસ્તુ નાખી બરાબર હલાવવી. છેલ્લે તેમાં ડુંગળી ઝીણી સમારીને નાખવી. ઉપર બનાવેલા ગરમ-ગરમ પૂડામાં આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

 

અવિયલ ‘મસાલા બટર મિલ્ક’

 

સામગ્રી ઃ સૂરણ ૫૦ ગ્રામ, કાચા કેળા નંગ બે, પેઠા (સફેદ ડાંગર) ૫૦ ગ્રામ, બટાટા ૫૦ ગ્રામ, ફણસી ૫૦ ગ્રામ, ગાજર ૫૦ ગ્રામ, લીલા વટાણા, લીલું નાળિયેરનું ખમણ એક વાટકી, ૮થી ૧૦ લીલા મરચાં, ત્રણથી ચાર કપ દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, એક ચમચી હળદર, એક ચમચી નાળિયેરનું તેલ, ત્રણથી ચાર સરગવાની શંિગ, (ટોટલ બઘું શાક મિક્સ પા કિલો થવું જોઈએ.)

 

રીત ઃ સૌ પ્રથમ બધા શાક ધોઈને તેને લાંબા સમારવા પછી શાકમાં હળદર મીઠું, સ્વાદ પ્રમાણે નાખી બહાર છૂટા બાફવા. (કુકરમાં બાફવા નહીં.)

 

ત્યાર બાદ લીલું નાળિયેર તથા લીલાં મરચાંની પેસ્ટ બનાવવી. તેને દહીંમાં મિક્સ કરવી. પછી બફાયેલા શાકમાં દહીંની પેસ્ટ મિક્સ કરવી. તે ઉપરથી એક ચમચી નાળિયેરનું તેલ નાખવું. તે બઘું મિક્સ કરવું એટલે શાક તૈયાર તેને પૂરી અથવા ભાત સાથે ખાવું. આ શાકમાં વધારે તેલ ન હોવાથી ડાયેટમાં પણ ખાઈ શકાય ને. શાકભાજીને લીધે તેમાં વિટામીન્સ ઘણા હોય છે.

 

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

રતાળુની કચોરી

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ રતાળુ, ૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ, ૨૫૦ ગ્રામ ઘી, જોઈતા પ્રમાણમાં મીઠું, તેલ, આદું-મરચાં, કોપરું, લાલ દ્રાક્ષ, તલ, લીંબુ.

 

રીત ઃ રતાળુને છોલી તેના નાના ટુકડા કરી થોડું ઘી મૂકી ધીમે તાપે રતાળુને ચડવા દેવું. બરાબર ચડી જાય એટલે તેને છૂંદી તેમાં મીઠું, આદુ-મરચાં, ખમણેલું કોપરું, લીંબુ, ખાંડ, લાલ દ્રાક્ષ, તલ જોઈતા પ્રમાણમાં નાખવા અને બઘું ભેગું કરવું. રાજગરાના લોટમાં પાણી નાખીને બાંધવું ને પુરી વણવી. એમાં તૈયાર કરેલ રતાળુનો મસાલો મૂકી કચોરી બનાવવી. તે પ્રમાણે બટાટાની સૂરણની કે શક્કરિયાની કચોરી થઈ શકે છે.
જ્યોત્સના

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved