Last Update : 19-August-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૯-૦૮-૨૦૧૨, રવિવાર
અધિક ભાદરવા સુદ બીજ
મુસલમાની રમજાન ઈદ
મુસલમાની શવ્વાલ માસ શરૂ.

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૭ મિ. (સૂ) ૭ ક. ૦૮ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૧૨ ક. ૦૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ) રાશિ આવે.
નક્ષત્ર ઃ- પુર્વાફાલ્ગુની સાંજના ૬ ક. ૧૫ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-સંિહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૧૨ ક. ૦૦ મિ. સુધી સંિહ પછી કન્યા.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ. શ્ર/૨૮.
માસ-તિથિ-વારઃ- અધિક ભાદરવા સુદ બીજને રવિવાર.
- મુસલમાની રમજાન ઈદ.
- મુસલમાની શવ્વાલ માસ શરૂ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન ઈદ./શવ્વાલ માસનો પ્રથમ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો બીજો રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો પરંતુ સાસરીપક્ષે બિમારી-ચંિતા-વિવાદનું આવરણ આવી જાય. પત્ની સાથે મતભેદ થાય.

 

વૃષભ ઃ મકાન-વાહન-આડોશ પાડોશ, સગા-સંબંધી, મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા રહે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવાનું થાય, વધારાનો ખર્ચ થાય.

 

મિથુન ઃ યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું, બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય. પુત્ર પૌત્રાદિકથી સાનુકૂળતા, રાહત રહે. વધારાનું કામ થાય.

 

કર્ક ઃ કૌટુંબીક નકારાત્મકતા, અસહયોગના કારણે તમારા હૃદય-મનને શાંતિ જણાય નહીં છતાં તમારે તમારા કામમાં સાવધ રહેવું પડે.

 

સંિહ ઃ આપના આનંદ ઉત્સાહ જળવાઈ રહે. પત્ની-સંતાન-પરિવારના, વડીલવર્ગના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાનું કામ સાનુકૂળ રહે.

 

કન્યા ઃ પ્રતિકૂળતા, નાણાંકીય ખેંચ-ચંિતા-મુંઝવણ-ખર્ચ-વિવાદ છતાં તમારે સ્વસ્થતા, ધીરજ જાળવવી પડે. આંખમાં દર્દપીડાથી સંભાળવું.

 

તુલા ઃ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં, ધર્મકાર્યમાં, નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. અન્યને મદદરૂપ થઈ શકો.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામ અંગે, ધર્મકાર્ય અંગે બહાર જવાનું થાય. કોઈને મળવાનું થાય. વડીલવર્ગના આરોગ્ય અંગે ચંિતા રહે.

 

ધન ઃ રવિવારની હળવાશ અનુભવાય. બહારનું કામ થઈ શકે. પોતાનું અંગત કામ ઉકેલી શકો. પત્ની-સંતાનથી આનંદ રહે.

 

મકર ઃ આપે આજે રવિવારનો દિવસ ચંિતા-ઉચાટ-વ્યગ્રતા- વિવાદમાં પસાર કરવો પડે. પોતાના આરોગ્યની કાળજી રાખવી.

 

કુંભ ઃ આપને પત્ની-સંતાન-પરિવારના સહકારથી હળવાશ રહે. નોકરી-ધંધાના કે વ્યવહારીક, સામાજીક કામની વ્યસ્તતા રહે.

 

મીન ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પરંતુ અન્ય કામની ચંિતા, જવાબદારી-વ્યસ્તતાના કારણે આપને રાહત-શાંતિ જણાય નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૯-૦૮-૨૦૧૨, રવિવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષારંભે સગા-સંબંધી-મિત્રવર્ગ, આડોશ, પાડોશના કારણે શાંતિ, રાહત જણાય નહીં. સંયુક્ત પરિવારના કારણે, સંયુક્ત મીલ્કતના પ્રશ્ને ચંિતા-મુંઝવણ, મુશ્કેલી પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં તમે તમારી ચંિતામાંથી મુક્ત થતા જાવ અને ભાવિ કારકિર્દીનું આયોજન શરૂ થાય, તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય.

 

* નોકરી-ધંધાના કામકાજમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. કોઈની વાતોથી પ્રભાવિત થવું નહીં. * યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના, ફેરફારીના સંજોગો સર્જાય, સારી તક મળે

 

* પુત્ર પૌત્રાદિકની પ્રગતિ જણાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

 

* સ્ત્રીવર્ગને જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ ચંિતા-ઉચાટ દૂર થાય. પતિ-સંતાન-પરિવારની પ્રગતિથી આનંદ રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવા માટે ચંિતા-રૂકાવટ પછી સફળતા.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ સવારે ઉઠીને બધે તપાસ કરી આવીને પપ્પા છગનને પૂછવા લાગ્યો, ‘‘પપ્પા, પપ્પા, તમે મને મારા બર્થડે ઉપર સાયકલ લઈ આપેલી એ જડતી નથી.’’
‘‘બેટા,’’ છગને કહ્યું, ‘‘એ તો મેં વેચી દીધી.’’
‘‘કેમ, વેચી દીધી ?’’ લલ્લુ બોલ્યો.
‘‘તારી બર્થડે પાર્ટીનું બીલ ચુકવવા...’’ છગને કહ્યું.

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved