Last Update : 18-August-2012, Saturday

 

ટીઆરપીની તકરાર


ફિલ્મી પરિભાષામાં કહી શકાય, ‘આખિર વહી હુઆ જિસ કા ખૌફ થા’. ટી.વી. ચેનલો પર આવતા કાર્યક્રમોના રેટંિગનો મામલો ક્યારેક તો તકરારી બનવાનો જ હતો. ખરું જોતાં આ દિવસ આવવામાં બહુ મોડું થયું. એન.ડી.ટી.વીએ ટેલિવિઝન રેટંિગનું કામ કરતી કંપની અને તેની માતૃસંસ્થા નેલ્સન હોલ્ડંિગ્સ સામે અમેરિકામાં તોતંિગ રકમનો દાવો માંડ્યો છે. એનડી ટીવી દ્વારા થયેલા ૧.૩ અબજ ડોલરના દાવામાં રેટંિગ કંપની પર મુકાયેલો આરોપ એ છે કે તેણે રેટંિગમાં ગોલમાલ કરી છે અને કેટલીક ચેનલોને ખોટી રીતે લાભ અપાવ્યો છે.
ભારતમાં બે-ચાર ચેનલો હતી ત્યારની વાત જુદી હતી. હવે પાંચસોની આસપાસ ચેનલો સાથે ભારત વિશ્વના સૌથી વઘુ ટી.વી. ચેનલો ધરાવતા દેશોમાં સ્થાન મેળવે છે. આ સારું કહેવાય કે ખોટું એની વાત નથી, પરંતુ આટલા મોટા અંદાજે રૂ. ૩૩ હજાર કરોડના ટી.વી. ઉદ્યોગમાં સફળતા અને લોકપ્રિયતાના સંતોષકારક અને સર્વમાન્ય માપદંડ નથી એ હકીકત છે. ફિલ્મોમાં પ્રમાણમાં ગણિત સીઘું છે. ફિલ્મની બોક્સ ઓફિસ પરથી થતી કમાણી તથા સંગીત, વિદેશમાં રજૂઆત, ટી.વી. ચેનલો પર પ્રસારણ જેવા વિવિધ હકો વેચીને મળતી રકમનો સરવાળો માંડવાથી ફિલ્મે કેટલી કમાણી કરી તેનો પાકો અંદાજ મેળવી શકાય છે. તેની પરથી ફિલ્મી સિતારાઓના ભાવમાં વધઘટ થઈ શકે અને ફિલ્મી નિર્દેશકોની વ્યાવસાયિક સફળતા-નિષ્ફળતાનું સીઘું ગણિત માંડી શકાય છે.
ટી.વી. ચેનલોમાં સફળતા નક્કી કરવાનું આટલું સહેલું અને સીઘું નથી. કારણ કે તેમાં આવકનો મુખ્ય આધાર અને કોઈ પણ સિરીયલની સફળતાનો મુખ્ય માપદંડ તેમાં આવતી જાહેરખબરો અને તેના ભાવ પર હોય છે. સિરીયલ જેટલી સફળ એટલી તેમાં જાહેરખબરો વધારે અને ચેનલને આવક વધારે. પરંતુ જાહેરખબરો આપનારાા સિરીયલની સફળતાનું માપ કેવી રીતે કાઢે ? સિરીયલમાં મોટા ફિલ્મસ્ટાર ચમકવાના હોય તો પણ તે બીજી સિરીયલની સરખામણીમાં તેમજ પોતાની રીતે કેટલી સફળ થઈ એ નક્કી કરવા માટે નેવુના દાયકામાં પીપલોમીટર તરીકે ઓળખાતા ઇલેક્ટ્રોનિક મીટરની મદદ લેવામાં આવી. જુદા જુદા શહેરોના વિવિધ વર્ગોના દર્શકોના ઘરોમાં આવા મીટર મૂકેલા હોય. તેમાં લોકો કઈ ચેનલ પર કયો કાર્યક્રમ કેટલો સમય જુએ છે, કેટલી વારમાં ચેનલ બદલી નાખે છે - એવી બધી વિગતો નોંધાતી રહી. તેનો સામટો અહેવાલ નીકળે તેની પરથી ચોક્કસ સિરીયલની અને સરવાળે આખી ચેનલની સફળતાનો અંદાજ નીકળે. સિરીયલનું રેટંિગ અપાય. દરેક હપ્તે તેમાં થતી વધઘટ મપાય અને તેના આધારે સિરીયલને મળતી જાહેરખબરોમાં વધારો કે ઘટાડો થતો રહે.
ટૂંકમાં, ફિલ્મોમાં હવે એવું બને કે કોઈ ફિલ્મ બહુ લોકપ્રિય ન બની હોય તો પણ એ પોતાના ખર્ચાપાણી કાઢીને થોડું કમાઈ લે. ટી.વી. સિરીયલોમાં એવું શક્ય નથી. તેમાં સિરીયલ લોકપ્રિય ન થાય તો જાહેરખબરોનો દુકાળ પડે. એ સંજોગોમાં સિરીયલને અધવચ્ચેથી આટોપી લેવાઈ હોવાના દાખલા પણ છે. ભારતમાં ટી.વી. પર આવતી જાહેરખબરોનું વાર્ષિક બજાર રૂ. ૧૧ હજાર કરોડથી પણ વઘુ હોવાનો અંદાજ છે. એ સંજોગોમાં ચેનલો વચ્ચે થતી રેટંિગની ખેંચતાણ અને હારજીત કેવળ લોકપ્રિયતા પૂરતી સીમિત ન રહેતાં રોકડા સાથે સીધી સંકળાઈ જાય છે. જાહેરખબરો ફક્ત સિરીયલ માટે જ નહી આખેઆખી ચેનલ માટે પ્રાણવાયુ સમાન હોય છે. રેટંિગ એજન્સી દ્વારા અપાતા રેટંિગ થકી પ્રાણવાયુના પુરવઠામાં વધઘટ થતી રહે છે એટલે રેટંિગ નીચું જાય તો ચેનલો કકળાટ મચાવે એ સમજાય એવું છે.
ચેનલોના અસંતોષમાં વજૂદ છે. હાલમાં માંડ ૮,૧૫૦ જેટલા મીટર દ્વારા એક અબજની વસ્તી ધરાવતા દેશમાં કોઈ સિરીયલ લોકપ્રિય થઈ કે નહીં એ નક્કી કરવામાં આવે છે. પ્રમાણમાં ઓછું વૈવિઘ્ય ધરાવતા વિદેશોની સરખામણીએ વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં આ આંકડો સદંતર અપૂરતો છે. ઉપરાંત આ રેટંિગમાં આગળ ન આવી શકતી ટી.વી. ચેનલો રેટંિગ નક્કી કરતી કંપની સાથે ફિક્સંિગ કરતી હોવાના આરોપો પણ વખતોવખત થયા છે. એન.ડી. ટી.વી.ની અદાલતી ફરિયાદને એકલદોકલ ચેનલની બળતરા તરીકે નહીં પણ ટી.વી. રેટંિગમાં પ્રવર્તતી અરાજકતાનો અંત આણવાની તક તરીકે ગણવામાં આવે તો આખા ટી.વી. ઉદ્યોગને ફાયદો થાય.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved