Last Update : 18-August-2012, Saturday

 

ધૂસણખોરોની આળપંપાળ અંતે મોંઘી પડી
આસામમાં સત્તાવાળાઓ સામે અનેક પડકારો ઃ ભારેલો અગ્નિ

 

- ગોગાઈનું રાજકારણ અંતે તેમને જ ભારે પડ્યું ઃ રાહત છાવણીઓની દુર્દશા

 

આસામમાં ભ્રામક શાંતિ છે. કુદરતી પ્રકોપ સમય જતાં થાળે પડતો જાય છે. પરંતુ માનવ સર્જિત પ્રકોપ વહેલો રૂઝાતો નથી. આસામ અશાંત છે ૭૧ લોકો માર્યા ગયા છે, પશ્ચિમ આસામમાં ચાર લાખ લોકો બેઘર છે હોંશિયાર રાજકારણીઓ કેટલીક સળગતી સમસ્યાઓને દબાવી રાખે છે પરતુ જ્યારે બઘું બેકાબૂ બને છે ત્યારે નિર્દોષ પ્રજા ભોગ બનતી હોય છે.
બોડોલેન્ડના વિવાદને તકસાઘુ રાજકારણીઓએ નિવાર્યો નહીં અને પ્રજાને આપેલા વચન પ્રમાણે અમલ ના થતા હંિસક ટર્ન ઓવ્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એકબીજા પર આરોપો મૂકતી રહી હતી ત્યારે પ્રજા જાન બચાવવા ભાગતી ફરતી હતી. આસામમાં ધૂસતા બાંગ્લાદેશી ધૂસણખોરો સ્થાનિક પ્રજા પર વર્ચસ્વ જમાવવાની લડાઈ લડતા હતા ત્યાં તેમને બોડો સંગઠનનો ટેકો મળી ગયો હતો.
ભારતનું સૈન્ય તોફાનો પર કાબૂ મેળવ્યાના આજે અઠવાડિયું થવા આવ્યું છે પરંતુ તોફાનો શાંત થઈ ગયા છે એવા ભ્રમમાં સરકાર સબ સલામતની વાતો કર્યા કરે છે. આ તોફાનો પાછળ રહેલી રાજકીય મહત્ત્વકાંક્ષા પણ રહેલી છે. રાજ્યના સત્તાવાળાઓએ જંગ જીતવા વિવિધ લાભાર્થીઓનો ઉપયોગ કર્યો હતો.
એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશમાંથી ધૂસણખોરોની વણઝાર સતત ચાલુ રહી છે. ૧૯૫૧થી ૨૦૦૧ દરમ્યાન તેમને મળેલી નિરાશ્રિત છાવણીઓ અને મફત ખોરાકના કારણે ભારતમાં ધૂસણખોરી કોમન બની ગઈ હતી. બાંગ્લાદેશમાં ગરીબીના કારણે લોકો સરહદથી ભારતમાં ધૂસતા હતા અને પછી યેનકેન પ્રકારે ત્યાં ઠરી ઠામ થઈ જતા હતા. સરહદ પરના કેટલાક ગામોમાં તો સ્થાનિક લોકો કરતા બાંગ્લાદેશના લોકોની સંખ્યા વઘુ થઈ ગઈ હતી. આશ્ચર્ય તો એ વાતનું છે કે સરકાર પાસે ધૂસણખોરોની ચોક્કસ સંખ્યા નહોતી.
લાલકૃષ્ણ અડવાણીએ લોકસભામાં આસામ અંગે નિવેદન કરવામાં લોચા માર્યા અને સોનિયા ગાંધી પ્રથમવાર ઉશ્કેરાયેલા જોવા મળ્યા હતા પરંતુ આટલો ઉશ્કેરાટ તેમણે આસામના કોંગી મુખ્યપ્રધાન સામે પણ બતાવવાની જરૂર હતી. અડવાણીએ ‘સોરી’ કહીને નિવેદન પાછું ખેંચ્યું તો બીજા દિવસે આસામ અંગે બોલવાનો પ્રયાસ કરનાર રાજ્યસભાના સાંસદ જયા બચ્ચનને ગૃહપ્રધાન સુશીલકુમાર શંિદેએ ઉપેક્ષા તેમણે પણ અંતે સોરી કહેવું પડ્યું હતું. હકીકત તો એ છે કે આસામ પ્રશ્ને દરેકને કંઈક કહેવુ છે પરંતુ સરકાર તેમને રોકી રહી છે.
બોડોલેન્ડ ટેરીટોરીયલ ઓટોનોમસ ડિસ્ટ્રીક્ટ એ બીડીટીએ (મ્‌ઘછ)ના નામે ઓળખાય છે. ગયા મે માસમાં રાજ્યના જંગલ અધિકારીઓએ બોડો લીબરેશન ટાઇગર્સના લોકોન ધૂસી ગયેલા લોકોને કાઢવાનું કામ સોંપ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
કોકરાઝારના બેદલનગમરી ગામની જમીનમાં પડ્યા પાથર્યા રહેતા આ ઘૂસણખોરોને ભગાડાયા હતા ત્યારબાદ કોકરાઝાર ટાઉન બંધનું એલાન ૨૯ મેના રોજ આપવામાં આવ્યું હતું. આ બંધનું એલાન એક સ્ટુડન્ટ નેતાને પોલીસે ઢાળી દેતા અપાયું હતું.
ત્યારબાદ હત્યાનો આ સિલસિલો ચાલુ રહ્યો હતો. ઘણાં કિસ્સાઓમાં બાંગ્લાદેશના માઇગ્રન્ટસે ‘બોડો’ ચળવળકારોને નિશાન બનાવ્યા હતા.
સરકારે તોફાનોના કારણો શોધવા ટેમ્પરરી સ્તરે એક સમિતિ ઉભી કરી છે. વાતાવરણ ધૂંઘવાયેલું છે ચાર લાખ લોકો વચ્ચે ૧૦૦ ડોક્ટરો છે, વાતાવરણ વરસાદવાળું છે, રોગચાળાનો ભય છે અને સરકારને ફરી તોફાનોનો ડર છે.
જે લોકો ગામ છોડીને ભાગ્યા છે તેમનું ભાવિ અદ્ધરતાલ છે તેમના ઘરોને બાળી મૂકાયા છે.
આસામનો આખો કેસ રાજકીય બેદરકારીનો છે બોડોલેન્ડની માગણી કરતા લોકો અને બાંગ્લાદેશી ધૂસણખોરોને અંદરોઅંદર લડાવી મારવાની ચાલ કોઈ રાજકીય તકસાઘુએ રમી હોય તેમ માનવામાં આવે છે.
આસામના અહેવાલો વિચિત્ર આવી રહ્યા છે. બોડોલેન્ડના સમર્થકોને હાથો બનાવી બાંગ્લાદેશી ધૂસણખોરોએ સ્થાનિક લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. ભાગી છૂટેલા ગ્રામજનો જ્યાં રહ્યા છે ત્યાં વઘુ સંખ્યા સ્થાનિક લોકોની છે.
આસામમાં હંિસાચાર સ્થાનિક લોકો વચ્ચે નહિ પણ ધૂસણખોર એવા બાંગ્લાદેશીઓ અને સ્થાનિક લોકો વચ્ચે થયો હતો. સરહદી વિસ્તારોમાં આ પ્રકારનો હંિસાચાર ગંભીર પ્રકારનો કહી શકાય.
૨૦૧૧માં તરુણ ગોગાઈએ ચૂંટણીમાં હંિદુ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હંિદુ બાંગ્લાદેશીઓને જ નિરાશ્રિતનું સ્ટેટસ અપાશે બોડાના સહકારથી ગોગાઈ ચૂંટણી જંગ જીતી ગયા હતા. જો કે, તેમના આ વિજયે કોમવાદી હંિસાચારના બીજ રોપ્યા હતા. હકીકત તો એ પણ છે કે ગોગાઈએ કોઈ પણ રીતે ટકાવી રાખી હતી.
સરકારે અન્ય આક્ષેપબાજીમાં સમય બગાડવાના બદલે આસામમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ શરુ કરવાની જરૂર છે. રાજ્યને એકલાને શાંતિ સ્થાપવાની જવાબદારી આપી શકાય નહીં આસામના તોફાનોએ તમામ સરહદી રાજ્યોમાં સમીક્ષા કરવાની ચેતવણી પણ આપી છે. રાજકીય પક્ષોએ આસામની સરકારને ભીંસમાં લેવાના બદલે ધૂસણખોરી અટકાવવા કોઈ માસ્ટર પ્લાન તૈયાર કરવાની જરૂર છે.
છેલ્લા અહેવાલો અનુસાર આસામમાં પ્રવર્તમાન શાંતિ ભ્રામક છે, સરકારે સાવધ રહેવાની જરૂર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 

 

 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved