Last Update : 18-August-2012, Saturday

 

કોકરાઝાડ શહેરમાં ફૂટેલી બંદૂકની અસર મુંબઈ અને બેંગાલુરુ સુધી કેવી રીતે પહોંચી શકે?
આસામની આગમાં બદઈરાદાનો તણખો વર્તાય છે?

પૂર્વોત્તર ભારતને અસ્થિર અને અશાંત બનાવી ખનીજતેલના વિપુલ જથ્થા સુધી પહોંચવાની ચીનની ઔનેમ ઃ આસામમાં બોડો ઉગ્રવાદીઓ સક્રિય બને તેવા એંધાણઃ એ રીતે ચીનની મુરાદ બર આવશે?

ભગવાન કદી એવો દિવસ ન બતાવે પણ ધારો કે, અમદાવાદમાં કોઈ સાધારણ કક્ષાના વિદ્યાર્થી નેતા પર ગોળીબાર થાય તો એ ઘટનાના પ્રત્યાઘાત કેટલા દૂરોગામી હોય? શું એ ઘટનાની અસર કોલકાતામાં પડી શકે ખરી? શું ચેન્નાઈમાં ગુજરાતીઓ ફફડી જાય અને શહેર છોડીને ગુજરાત ભણી ભાગવા લાગે એવું બને ખરું? હાલ આસામના મુદ્દે પહેલા મુંબઈ અને પછી બેંગાલુરુમાં જે બની રહ્યું છે તેની પાછળ આવી જ તાજુબી પ્રવર્તી રહી છે અને તાજુબીમાં જરાક ઊંડા ઉતરીએ તો ઘણા બધા ગંભીર સંકેતો પણ વર્તાઈ રહ્યા છે.
વાત કંઈક એવી બની હતી કે, આસામના કોકરાઝાડ જિલ્લામાં યુનિવર્સિટી સેનેટની ચૂંટણી પછી માહોલ તંગ હતો. એવામાં
દસ દિવસ પૂર્વે મુસ્લિમ સમુદાયના બે વિદ્યાર્થી નેતાઓ યુનિ. કેમ્પસ વિસ્તારમાં ચાની કિટલી પર ઊભા હતા ત્યાં બે બાઈકસવારોએ ગોળીબાર કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા. વિદ્યાર્થીઓ નેતાઓ મુસ્લિમ સમુદાયના હોવાથી આખી ઘટનાને કોમી રંગ લાગી ગયો અને વળતા હુમલામાં જે ચાર લોકોના મોત થયા એ પૈકી કેટલાંક ભૂતકાળમાં અલગ બોડોલેન્ડની માંગણી સાથે સંકળાયેલા ઉગ્રવાદી સંગઠન બોડો લિબરેશન ટાઈગર્સના સભ્યો હતા. પરિણામે હવે એ ઘટનામાં કોમી ઉપરાંત બહારથી આવેલા મુસ્લિમો વિરુદ્ધ સ્થાનિક હકની લડાઈ લડી રહેલા બોડો આસામીનો રંગ ઉમેરાયો. છેવટે કોમી હુતાશનનો ભડકો સમગ્ર રાજ્યમાં ભડક્યો.
આટલા વ્યાપને પણ વાત-વાતમાં કોમી બાબતે ભડકી ઊઠતા ભારતની આઝાદીના ૬૫ વર્ષ પછી ય ટ્રેડમાર્ક ગણાતી કમનસીબી ગણી લઈએ. પરંતુ આ ઘટનાના પ્રત્યાઘાત ચાર દિવસ પછી છેક મુંબઈમાં અનુભવાયા. આસામના પાટનગર ગૌહાતીથી મુંબઈ સડક માર્ગે ૨૭૪૧ કિલોમીટરનું અંતર કાપતાં ૪૦ કલાકનો સમય લાગે છે પરંતુ આસામની હિંસાઓની અસર મુંબઈને ભડકાવી ગઈ તેમાં ચાર કલાકનો સમય પણ વધી પડયો હતો. આસામમાં થઈ રહેલા તોફાનોનો વિરોધ કરવા માટે મુંબઈમાં ચાર ઠેકાણે સભાઓ યોજાઈ અને એ સભા પૂરી થઈ ત્યારે મુંબઈના સત્તર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં તોફાનો થઈ ચૂક્યા હતા. શરૃઆતમાં પૂર્વોત્તર ભારતના વતનીઓ પર હુમલા થયા અને પછી તો કોમી તોફાનોએ નાત-જાત કે ધર્મના ભેદ જોયા વગર પોતાની રીતે 'શૂટ એટ સાઈટ' આદરી દીધું હતું.
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આટલી ઝડપથી સુનિયોજિત ઢબે આટલા તીવ્ર તોફાનો થઈ જાય અને કોણે તોફાનો કરાવ્યા તેની સુરાગ સુદ્ધાં હાથ ન લાગે તેનો આઘાત હજુ ઓસર્યો ન હતો ત્યાં દેશની બૌદ્ધિક રાજધાની (ઈન્ટલેક્ચ્યુઅલ કેપિટલ) બની રહેલું બેંગાલુરુ પણ અડફેટે ચડી ગયું અને ત્યાં પણ આસામની ભૂતાવળ ધૂણી ઊઠી. સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ શરૃ થઈ ગયેલી અફવાઓ જોતજોતામાં ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી પૂર્વોત્તર રાજ્યોના વતનીઓમાં પ્રસરી ગઈ. આસામ ઉપરાંત મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશથી આઈટી સેક્ટરમાં નોકરી અર્થે આવેલા લોકોમાં એક જ શબ્દનો ભય વ્યાપ્ત હતો, ભાગો! પરિણામે, દેખીતા કોઈ જ કારણ વગર ચોવીસ કલાકમાં જ આશરે ૭૦૦૦ પૂર્વોત્તરવાસીઓ પહેરેલે કપડે હાથ લાગ્યું એ વાહન પકડીને બેંગાલુરુ છોડીને જતા રહ્યા.
બેંગાલુરુની ઘટનાનો ચેપ એવો લાગ્યો કે સમગ્ર ભારતના મોટા શહેરોમાં વસતા પૂર્વોત્તરવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો અને શુક્રવારે આ મુદ્દો સંસદમાં પણ ગાજ્યો. હાલ આસામની હિંસાને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળોના ત્રણ હજાર જવાનો આસામમાં, રિઝર્વ ફોર્સના દોઢ હજાર જવાનો મુંબઈમાં કાર્યરત છે. સુરક્ષાના તમામ પગલાંઓ અને બાંહેધારી છતાં બે દિવસમાં બેંગાલુરુમાંથી હિઝરત કરી રહેલા લોકોની સંખ્યા ૪૮ કલાક પછી પંદર હજારને પાર કરી ગઈ છે.
વસ્તી અને વિસ્તારના અનુપાતમાં આપણા ભાવનગર કે સુરેન્દ્રનગરની સમકક્ષ આવે તેવડાં કાકરાઝાડ શહેરમાં ફૂટેલી બંદૂકની અસર આટલી ગંભીર કેવી રીતે થઈ શકે તે સવાલની અણી ઘણી બધી દિશામાં તકાઈ રહી છે. પહેલી દિશા છદ્મવેશે ભારતના પડખામાં ઘોંચપરોણા કરી રહેલા ચીનની તરફ છે. પૂર્વ ભારતમાં આયોજનબદ્ધ રીતે પગપેસારો કરી રહેલા ચીનની મુરાદ અહીં રાજકીય અસ્થિરતા ખડી કરવાની રહી છે.
૧૯૮૦-૮૫માં અલગ આસામના મુદ્દે ચાલેલા આંદોલનની પાછળ પણ ચીનનું પીઠબળ જવાબદાર હતું. એ વખતે આસામ ગણ પરિષદના વિદ્યાર્થીઓ સમયસર ચીનની ચાલ ઓળખીને મુખ્ય ધારામાં પરત ફરવા સંમત થયા અને એ રીતે ચીનના હાથ હેઠા પડયા. એ પછી ચીને મણિપુર અને મિઝોરમમાં અલગતાવાદને પ્રેરણા આપી અને તેમને નક્સલવાદમાં ખપાવી આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિષ કરી. એ પછી નેપાળના ચીન તરફી માઓવાદીઓ અને મણિપુર લિબરેશન ફ્રન્ટની સાંઠગાંઠ ખુલ્લી પાડતી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. અરુણાચલના મુદ્દે પણ ચીને કરેલી પેશકદમી હવે વિવાદી બની ચૂકી છે.
ચીનના આ અટકચાળાનું કારણ શું હોઈ શકે તેનો જવાબ બહુઆયામી છે. પહેલું કારણ છે પૂર્વ ભારતનું વણખેડાયેલું તેલક્ષેત્ર. ભારતમાં ગાંધાર, કાવેરી અને બોમ્બે હાઈ પછી આસામ, મિઝોરમ અને મેઘાલયમાં બહોળા પ્રમાણમાં ખનીજતેલ મળી શકે તેમ હોવાની શક્યતા વખતોવખત વ્યક્ત થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે ૨૦૦૨માં ઓએનજીસી અને ૨૦૦૬માં ખાનગી ક્ષેત્રોને સર્વે કરાવ્યા પછી એ શક્યતા બળવત્તર બની છે પરંતુ સ્થાનિકોના અસહકારને લીધે કેન્દ્ર સરકારે ખનીજતેલના શારકામ અંગે હજુ કોઈ પગલા લીધા નથી.
ચીન ઈચ્છે છે કે ભારત એ ખનીજતેલ પર કબજો જમાવે એ પહેલાં જ સમગ્ર વિસ્તારને રાજકીય રીતે અસ્થિર અને સામાજિક રીતે અશાંત બનાવી દેવો.
તદ્દન નાનકડા છમકલામાંથી આસામમાં વધુ એક વખત બોડો ઉગ્રવાદીઓ સક્રિય બને તેવા એંધાણ વર્તાય છે અને એ રીતે સમગ્ર પ્રદેશને અરાજકતાભણી ધકેલવાની ચીનની મુરાદ બર આવી રહી છે.
આ ઉપરાંત મુંબઈ અને બેંગાલુરુ જેવા દેશના ધોરી નસ સમાન શહેરોમાં ત્રાસ અને ભયનું વાતાવરણ ફેલાવી ભારતને આર્થિક ફટકો મારવાની પણ ચીનની પેરવી હોઈ શકે, જે હાલના કિસ્સામાં ઝડપભેર અને અકારણ ફેલાયેલી સુનિયોજિત અફવાને લીધે સ્પષ્ટ થાય છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારો પક્ષિય રાજકારણ વિસરીને આસામના તોફાનના મૂળમાં જઈને સખત હાથે કામ લે એ જરૃરી છે. અન્યથા, કાશ્મીર અને અરુણાચલના મસમોટા હિસ્સાની માફક આસામ અને મણિપુર, મિઝોરમ પણ ડ્રેગનના જડબામાં જતાં રોકી નહિ શકાય.

Share |
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved