Last Update : 18-August-2012, Saturday

 
આપણા જનતાના પરસેવા લોહીના ખર્ચે નિભાવાતા દરેક રાજ્યોના ગવર્નર માટેના રાજભવનો
- આ રાજભવનો, રાજ્યપાલો, જનતા કે લોકશાહી માટે જરા પણ ઉપયોગી કે જરૂરી નથી તો શા માટે એનો બોજો જનતા ઉપર નાંખવાનો ?
- ગુજરાતમાં શ્રીમન્નારાયણે નાના મકાનમાં રહેવા જવાની ઈચ્છા વ્યક્ત
કરેલી
- મહારાષ્ટ્રમાં ત્રણત્રણ રાજભવન ! આન્ધ્રના બબ્બે રાજભવન
- આન્ધ્રના બબ્બે રાજભવન
- આન્ધ્રમાં ૭ મકાનોમાં રાજભવન પથરાયેલું છે !

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ૨૦૧૧માં વર્લ્ડકપની મેચની છેલ્લી રમત હતી. શ્રીલંકા સામે મેચ હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મેચ નિહાળવા ખાસ આવેલા. એટલે આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલ પણ ત્યાં હાજર રહેલા. મેચમાં આપણી ભારતની જીત થઈ. આખા દેશે આતશબાજી કરીને એની ઉજવણી કરેલી.
આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાબહેને વિજેતા ભારતીય ટીમને આ નિમિત્તે ભોજન સમારંભ મહારાષ્ટ્રના રાજભવન (ગવર્નર હાઉસ)માં રાખેલો.
મહારાષ્ટ્રનું રાજભવન મુંબઈના મલબારહીલ પર અરબી સમુદ્રની નજરમાં આવેલું છે. એ ભવ્ય રાજભવન અંગ્રેજોએ ૧૨૦ વર્ષ પહેલાં મુંબઈ ઈલાકાના (ઈલાકો એટલે આજનું મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, સંિધ, કર્ણાટક) ગવર્નરને માટે બાંધવામાં આવેલું.
અંગ્રેજ ગવર્નર માટે બંધાવેલા એ નિવાસમાં વિશાળ બાન્કવેટ હોલ, દરબાર હોલ, અને ૨૦ હેક્ટર જમીન ઉપર બંધાયેલા ચાર ગેસ્ટહાઉસ છે. જ્યારે ગવર્નર માટેના મહેલમાં ત્રણ બેડરૂમના સ્યુટ છે, ગવર્નર માટે અને એમના પત્ની માટે અલગ સ્ટડીરૂમ છે, એક કમીટીરૂમ છે, ડ્રોઈંગરૂમ અને સંપૂર્ણ સજ્જ એવો ડાઈનીંગ રૂમ છે. એમાં ૨૫ જણ આરામથી જમી શકે છે. બધા જ રૂમ એરકન્ડીશન છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રના ગવર્નર (રાજ્યપાલ) માટે ૩૫ હેક્ટરમાં પથરાયેલો પૂનામાં પણ ભવ્ય બંગલો છે.
મહારાષ્ટ્રની બીજી રાજધાની નાગપુર છે એટલે નાગપુરમાં પણ રાજભવનની સગવડ રાખેલી છે.
નેહરૂ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમના બહેન વિજ્યાલક્ષ્મી પંડિતને રાજ્યના ગવર્નર બનાવેલા અને જ્યારે આ શાહીભવનમાં દાખલ થયેલા ત્યારે ત્યાંના સ્ટાફની અશિસ્ત, બેદરકારી, આળસ, કામ નહીં કરવાની દાનત, વગેરે જોઈને ચોંકી ઉઠેલા. એ સ્ટાફને પગાર સાથે જ સંબંધ હોય એમ લાગતું હતું.
વિજ્યાલક્ષ્મી પંડિત જાતે લખે છે કે, ‘‘ગવર્નરનો પગાર ઘણો છે પણ ‘ફલેગ ડે’ના દિવસે મને નવાઈ લાગેલી કે, ફલેગ ડેના ફંડના બોક્સમાં નાંખવા માટે ૧૦૦ રૂપિયા મને ત્યાંના એકાઉન્ટન્ટે આપ્યા! બાકી હું મારા પોતાના અંગત ખર્ચના રૂપિયામાંથી રૂપિયા લઈને ત્યાં ગયેલી પણ એકાઉન્ટન્ટે મને જણાવ્યું કે... મારે આવી કોઈ બાબતમાં મારા અંગત રૂપિયા ખર્ચવાના નથી. આ પ્રકારના બધા જ રૂપિયા સરકાર જ આપે એવી સગવડ રાખેલી છે. એ પછી તો, આવું સેંકડો જગ્યાએ બન્યું.’’
વિજ્યાલક્ષ્મીએ જોયું કે તેઓ બહાર નીકળે છે ત્યારે એમની આગળ આગળ સાઈરન વગાડતી મોટરના કારણે વાહનચાલકો અને બીજા રાહદારીઓને અડચણો ઊભી થાય છે એટલે એમણે ખાસ કારણ વિના બહાર નીકળવાનું બંધ કરી દીધેલું.
ગવર્નર અને લશ્કરના ખર્ચ વિષે કશી પૂછપરછ કે સવાલો નથી થઈ શકતા. બાકી દરેક રાજભવનનો ખર્ચ અબજો ખર્વો રૂપિયામાં થતો હોય છે. રાજભવનના ખર્ચ ઉપરાંત રાજભવનના સ્ટાફનો ખર્ચ, રેલવે સલુનનો, વિમાનનો, લીવ એલાઉન્સ, ભવનમાં સુધારો વધારો નવિનીકરણ વગેરે ખર્ચ ગવર્નરના એલાઉન્સમાંથી થાય છે. આ બધી સગવડો અને ખર્ચાઓનો કાયદો ૧૯૪૮માં કરવામાં આવેલો. એ પછી એમાં અવારનવાર સુધારાવધારા થતા રહ્યા છે. એમની કે એમના કુટુંબની કોઈપણ વ્યક્તિએ કસ્ટમ ડ્યુટી ભરવાની નથી હોતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલના રાજભવનમાં મોટરોનો કાફલો ઊભેલો હોય છે જેમાં વિદેશી મહેમાનો માટે પરદેશથી આયાત કરેલી લીમોસાયન મોટરો પણ છે. ઉપરાંત મોટરસાયકલોના કાફલા સાથે પોલિસ, શસ્ત્રો સાથે રક્ષકો વગેરે તો ખરા જ. સેક્રેટરીઓ, કલાર્કો, માળી વગેરે પણ ખરા. પેલા મોગલ બાદશાહોનો ઠાઠમાઠ કદાચ આનાથી ઓછો હશે!
ગાંધીજીના ભારતમાં ગવર્નરોના આવા ઠાઠમાઠને નાપસંદ કરનારા કરોડો ભારતીયો છે. એટલે ૧૯૭૦માં સોશ્યાલીસ્ટ પાર્ટીના સ્વયંસેવકોએ મુંબઈના રાજભવનનો કબજો લેવાનો પ્રયત્ન કરેલો.
એમની દલીલ એવી હતી કે, જે દેશમાં કરોડો માનવીઓ ગંદી ઝુંપડપટ્ટીમાં રહે છે અથવા સેંકડો માનવીઓ ફુટપાથ ઉપર જીવે છે એ દેશમાં જનતાના જ ખર્ચે એક વ્યક્તિ આ રીતે કશી જવાબદારી વગર શાહી ઠાઠમાઠથી કઈ રીતે રહી શકે? એમને આવા મહાલયમાં રહેવાનો નૈતિક અધિકાર નથી.
જોકે કેટલાક ગવર્નર એવા પણ થયા છે કે જેમણે આવા ઠાઠમાઠને પસંદ કર્યો ન હોય. દા.ત. ૧૯૭૦ના દસકામાં તમિળનાડુની સરકારે રાજ્યપાલ માટેના શાહીમહેલના બદલે સામાન્ય બંગલામાં રાજ્યપાલને રહેવાનો પ્રયત્ન કરેલો. એ વખતે કરુણાનિધિ ત્યાં મુખ્યપ્રધાન હતા. એમણે કહ્યું કે, ‘‘દેશ અને રાજ્યની જનતા અને સમાજ જે રીતે જીવતા હોય એનું પ્રતિબંિબ રાજ્યપાલની રહેણીકરણીમાં જોવા મળવું જોઈએ.’’
એ પછી વિચારવામાં આવ્યું કે ગવર્નરના રહેણાંકને બદલવાથી ગવર્નર માટેના ખર્ચાઓ ઓછા થવાના નથી. એટલે પછી ત્યાં જ વાત અટકી ગઈ.
મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થતા ગુજરાતના રાજ્યપાલ માટે શાહીબાગ ગાર્ડન પેલેસમાં એમના રેહવાનું નક્કી કરાયેલું. એ ઈંટોનો બનેલો ત્રણ બેડરૂમનો સાબરમતી નદીના કાંઠે હતો. ઈ.સ. ૧૬૨૦-૨૨માં શાહજહાંએ એ બંધાવેલો. એ પછી ૪.૪ હેક્ટરમાં પથરાયેલું નવું રાજભવન ગાંધીનગરમાં થયું.
એ વખતે શ્રીમન્નારાયણ ગુજરાતના ગવર્નર હતા. તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા. આવા શાહી રાજભવનમાં રહેવાના બદલે એકાદ સાદા બંગલામાં રહેવાની એમણે ઈચ્છા વ્યક્ત કરેલી પણ એ માનવામાં નહીં આવેલી. એમના પત્ની રાજભવન જેવા મહાલયમાં દાળ અને ચોખા પથ્થરના ગ્રાઈન્ડરમાં વાટતા હતા. એ વખતે ક્યારેક ગવર્નર એમને મદદ પણ કરતા.
આવા હતા શ્રીમન્નારાયણ.
આન્ધ્રના પાટનગર હૈદ્રાબાદમાં રાજભવન સાત મકાનોમાં પાંચ હેક્ટર જમીન ઉપર પથરાયેલું છે.
જ્યારે આન્ધ્રપ્રદેશના ગવર્નર માટે ઉનાળામાં આન્ધ્રના ચિત્તુર જિલ્લામાં હોર્સલીહીલ પર આવેલા મહાલયમાં રહે છે. એ સ્થળે હવામાન બારે મહિના ખુશનુમા રહે છે. ડૉ. સી. રંગરાજન જ્યારે આન્ધ્રના રાજ્યપાલ હતા ત્યારે એ રાજભવનના બેડરૂમની છત પડી ગયેલી.
તમિળનાડુના પાટનગર ચેન્નઈમાં આવેલું રાજભવન ભવ્ય અને આકર્ષક છે. એ ૨૬૦ એકરમાં પથરાયેલું છે. મૂળમાં એ બ્રિટિશ ગવર્નરનું નિવાસસ્થાન હતું. એ ૧૮૦૦ પછીના વર્ષોમાં બાંધવામાં આવેલું અને ૧૮૩૦થી ૧૮૩૩ દરમ્યાન એમાં ઘણા ફેરફાર પણ કરાયેલા.
તમિળનાડુના ગવર્નરને ઉનાળામાં રહેવા માટે નીલગીરીના પહાડો પર આવેલા ઉટાકામંડમાં બીજું રાજભવન છે.
કર્ણાટકનું રાજભવન ૧૨૦ વર્ષ પહેલાં બંધાયેલું છે અને કર્ણાટક વિધાનસભાની નજદીક ૬ હેક્ટરમાં પથરાયેલું છે. આઝાદી મળી ત્યાં સુધી એ અંગ્રેજ ગવર્નરનું નિવાસસ્થાન હતું. એની ફરતો સુંદર બગીચો છે.
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં આવેલું રાજભવન પણ શાહી ઠાઠમાઠવાળું છે... મોટા મોટા ખંડો અને લાંબી લાંબી લોન્જો. સરોજિની નાયડુ અને એમના પુત્રી પદ્મજા નાયડુ બન્ને અહીં રાજ્યપાલ રહી ચુકેલા.
ઉત્તરપ્રદેશમાંથી અલગ કરાયેલા ઉત્તરાખંડનું રાજભવન એના પાટનગર દહેરાદૂનમાં કુદરતના ભવ્ય દ્રશ્યોથી ઘેરાયેલું છે.
ખરેખર આલિશાન રાજભવન હોય તો ઓરિસ્સાનું છે. અગાઉ ઓરિસ્સાની રાજધાની કટકમાં હતી ત્યાં એ આવેલું છે. એમાં ૩૩ ખંડ છે જે વહાણના આકારના છે. એ ઉપરાંત ૨૨ બેડરૂમ, નોકરો માટેના કવાટર્સ અને વિશાળ જંગલનો વિસ્તાર છે. રાજપાલ માટે ઉનાળામાં પુરીના દરિયા કિનારે ૨.૪ હેક્ટર જમીન ઉપર અલગ રાજભવન છે.
મઘ્યપ્રદેશના પાટનગર ભોપાળમાં આવેલું રાજભવન ૪.૮ હેક્ટર જમીન ઉપર છે પણ બીજા રાજભવનોની સરખામણીમાં સાદુ છે.
મઘ્યપ્રદેશમાંથી અલગ કરાયેલા છત્તીસગઢમાં રાજભવન છે એ બ્રિટિશરાજ વખતના બંગલામાં વિલાસપુરમાં છે.
બંગાળનું રાજભવન ભવ્ય અને ઐતિહાસિક હોય એ સ્વાભાવિક છે કારણ કે અંગ્રેજોની રાજધાની જ્યારે દિલ્લી નહીં પણ કલકત્તા હતી ત્યારે ગવર્નર જનરલ (ભારતમાં અંગ્રેજોના વડા અને ઈંગ્લાંડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિ) માટે જે મહેલ બંધાવેલ એમાં એ છે. એ વાયસરોય (ગવર્નર જનરલ પહેલાં આ હોદ્દાથી ઓળખાતા) લોર્ડ વેલેસ્લીએ બંધાવેલું. એનો પ્લોટ ૧૮.૮ હેક્ટરનો છે જેમાં ૧.૨ હેક્ટરમાં રાજભવન છે. એમાં ૬૪ વિશાળ ખંડો છે.
અહંિ રાજાજી રાજપાલ તરીકે રહેલા અને એમના પૌત્ર ગોપાળકૃષ્ણ ગાંધી રાજપાલ તરીકે રહેલા. દાર્જંિલંિગમાં રાજપાલ માટે ઉનાળા માટે રાજભવન છે.
ચંદીગઢ હરિયાણા અને પંજાબ બંને રાજ્યની રાજધાની હોવાથી ત્યાં બે રાજભવન છે. અમદાવાદમાં બેત્રણ મકાનો બાંધનાર વિશ્વખ્યાત ફ્રેન્ચ આર્કીટેક લા કોર્બુઝરે ચંદીગઢનું પ્લાનીંગ કરેલું છે. એમાં પંજાબનું રાજભવન ૪ હેક્ટર પ્લોટમાં ૧૯૫૩ ચોરસમીટરમાં ૧૯૫૭માં બંધાયેલું છે. એમાં ૧૪ અદ્યતન ખંડો છે.
જ્યારે હરિયાણાના રાજ્યપાલનું રાજભવન ૨.૬ હેક્ટરના પ્લોટમાં ૧૩૯૫ ચો.મી. ઉપર બંધાયેલું છે. એમાં કુલ ૧૭ ખંડો છે જેમાં ૮ બેડરૂમ છે.
ગુણવંત છો. શાહ

 

આ જાણો છો ?
ર ભારતની આઈટી કંપનીઓએ ગયા વર્ષે બે લાખ એંસી હજાર લોકોને અમેરિકામાં નોકરી આપેલી.
ર દેશમાં ગુટકાનો ધંધો રૂપિયા ૫/૦૦/૦૦/૦૦/૦૦/૦૦૦ (પાંચ ખર્વ) છે જેમાંથી રાજ્યોની સરકારોને ટેક્સ પેટે રૂપિયા ૧/૨૦/૦૦/૦૦/૦૦/૦૦૦ (૧ ખર્વ ૨૦ અબજ) મળે છે. દેશમાં ગુટકા ખાનારા લગભગ ૨૮,૦૦,૦૦,૦૦૦ લોકો છે!

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved