Last Update : 18-August-2012, Saturday

 
દિલ્હીની વાત
 

ઇન્ડિયન્સ વિરૃદ્ધ
આઉટ સાઇડર્સ
નવી દિલ્હી, તા.૧૭
આસામના હિંસાચારના પડઘા સંસદમાં પડયા હતા. સાંસદોએ આ મુદ્દે મજબૂત એકતા બતાડી હતી. જોકે ૨૦૦૨ના ગુજરાતના હુલ્લડોના મુદ્દે આક્ષેપોનો ભોગ બનતા આરએસએસ અને ભાજપાના સમગ્ર મુદ્દાને ''હિંદુત્વ'' તરફ લઇ જતા હતા. ભાજપના વડા નીતિન ગડકરીએ આ મુદ્દે રજુઆતમાં નેતૃત્વ લઇને કહ્યું હતું કે આ હિંસાચાર ભારતીય વિરૃદ્ધ બહારના લોકો વચ્ચે છે. આમ કહીને તેમણે દર્શાવ્યું હતું કે ભાજપ બાંગ્લાદેશી મુસ્લિમ નિરાશ્રિતોને ટાર્ગેટ કરી રહ્યું છે. આમ કરીને ભાજપ તેની ઉત્તર-પૂર્વમાંની નહિવત્ હાજરી સામે વગ ઉભું કરી રહ્યું છે. ભાજપ અને આરએસએસના કાર્યકરો ઉત્તર પૂર્વના વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને તેમને બધા પ્રકારની મદદની ઓફર કરે છે. પાકિસ્તાનમાંની અસલામતીના કારણે ભારત ભાગી આવેલા હિંદુઓને આશરો આપવાની પણ ભાજપે માગણી કરી હતી.
આક્ષેપોનો કાદવ ઉછળે છે
મૂળ ઉત્તર-પૂર્વનાં મિઝોરમમાંથી આવતા ડીજીપી લેક્રોકોહુમા ફએઉએ ખાત્રી આપી હોવા છતાં ભાજપ શાસિત કર્ણાટકમાંથી ઉત્તર-પૂર્વના લોકો મોટા પાયે જતા રહેતા હોઇ સંસદમાં ભાજપ ડીફેન્સના મૂડમાં હતી. જોકે આ મુદ્દે રાજકીય કમનસીબી એ હતી કે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર કાદવ ઉછાળવાનું બાકી નહોતું રાખ્યું. પરિણામ એ આવ્યું છે કે ઉત્તર-પૂર્વના લોકો મધ દરિયામાં ફસાયા હોય એવી સ્થિતિ છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા
હજારો બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા એ સરકાર માટે મોટી સમસ્યારૃપ બની ગયું છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ત્રણ લાખ નિરાશ્રિતો છે. જેમાં એક લાખ તિબેટીયનો છે. ૬,૮૦૦ શ્રીલંકાના લોકો છે જે રાહત છાવણીમાં રહે છે. ૩૦ હજાર રાહત છાવણી વિના રહે છે. ૭૨ હજાર જેટલા 'યુએનએચસીઆર'ના પ્રોટેકશન હેઠળ છે. જેમાં ૯૦૦૦ અફઘાન, ૬૦૦૦ બર્મા અને ૧૦૦૦ અન્ય દેશના લોકોનો સમાવેશ થાય છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર મ્યાનમારથી આવેલા ૬૦૦૦ લોકો પણ આશરો લઇ રહ્યા છે. ભારતમાં રહેતા નિરાશ્રિતો શિક્ષણ, સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવા અને તેમના ધર્મની ક્રિયાઓ તેમજ કોઇપણ ક્ષેત્રે કામ કરી શકે છે.
ભાજપના નેતાઓને સમજાવ્યા
સ્વાતંત્ર્ય દિને એટહોમ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને મળેલા અપૂરતા સન્માન બાબતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અડવાણી, જેટલી અને સુષમા સ્વરાજ સાથે ફોન પર વાત કરતા મામલો ઠંડો પડયો હતો. જોકે રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો કહે છે કે કોઇ પ્રોટોકોલનો ભંગ થયો નથી. તેમના જણાવ્યા પ્રમાણે ભાજપના નેતાઓને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીથી દુર સ્થાન આપવામાં આવે છે. બેસવાની વ્યવસ્થા અંગે ભાજપ કંઇ પ્રથમવાર અપ-સેટ નથી થયું. પ્રણવનો શપથ સમારોહ હતો ત્યારે અઢવાણીને ચોથી લાઇનમાં સ્થાન અપાયું હતું ત્યારે પણ ભાજપ અપસેટ થયું હતું.
રામદેવ બાબાને ભીંસમાં લેવાશે
બાબા રામદેવની હરદ્વાર ખાતેની મિલકતો પર રેડ પાડવાની સાથે દિલ્હી પોલીસે તેમની સામે એફઆઇઆર દાખલ કરવાનું વિચારી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસના કહેવા અનુસાર બાબાએ તેમનું આંદોલન રામલીલા મેદાન ખાતે સીમીત રાખવાનું હતું પરંતુ બાબાએ તેમના ટેકેદારો સાથે સંસદ સુધી કૂચ લઇને જાહેર માર્ગો પર આવી જતાં કાયદાનો ભંગ કર્યો છે. સામે છેડે બાબાની નજીકના સૂત્રો કહે છે કે બાબાએ કૂચ એટલા માટે કરી કે કાળા નાણાં અંગે તેમણે કરેલા ઉપવાસ પ્રત્યે સરકારે કોઇ પ્રતિભાવ નહોતો આપ્યો.
બ્લેકમની અને કાયદા
બાબા રામદેવના કાળાનાણા સામેના ઉપવાસ પુરા થઇ ગયા છે પણ સરકાર સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે ઘણાં દેશોમાં બેન્કિંગ કાયદાથી ગુપ્તતા હોવાથી વિદેશથી તાત્કાલિક કાળુનાણુ પાછું ના લાવી શકાય. ગ્લોબલ ફાયનાન્સીયલ ઇન્ટીગ્રેટીએ તૈયાર કરેલા આંકડા સાચા માનવામાં આવે તો ૧૯૪૮થી ૨૦૦૮ દરમ્યાન વિદેશની બેંકોમાં ભારતીયોના ૨૫.૪ લાખ કરોડ પડયા છે. જો આ પૈસા પર ત્રણ ટકા ટેક્સ લાદવામાં આવે તો તે ટેક્સ પણ ૭.૬ લાખ કરોડનો થાય.
શીંદે તૈયાર થઇ રહ્યા છે
ગયા અઠવાડિયે આસામના હિંસાચાર અંગેની ચર્ચા દરમ્યાન સંસદમાં નબળો દેખાવ કરનાર ગૃહ પ્રધાન સુશીલકુમાર શીંદે ઇન્ટરનલ સિક્યોરીટી અંગેની તૈયારી કરીને આવ્યા હોય એમ લાગતું હતું. ગયા અઠવાડિયે તેમણે આ ઇન્ટેલીજન્સ બ્યુરોની ઓફીસમાં આખો દિવસ ગાળ્યો હતો અને અધિકારીઓ પાસેથી બધી સમજ મેળવી હતી. જોકે પી. ચિદમ્બરમને કડક કામગીરી તરીકે જાણનાર અધિકારીઓએ હવે થોડી રાહત મેળવી છે.
રેખાનું ઘર
રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેનાર અભિનેત્રી રેખાએ બંગલો મેળવવા બે મહિના રાહ જોવી પડશે. શહેરી વિકાસ મંત્રાલયે તેમના માટે કસ્તુરબા ગાંધી માર્ગ પર બલવંતરી મહેતા લેન ખાતે બંગલો ફાળવ્યો છે. પરંતુ ભાજપના સભ્ય રામદાસ અગ્રવાલ તેમની ટર્મ પુરી થયા પછી પણ હજુ ત્યાં જ રહે છે. તે આ મહિનાના અંતે બંગલો ખાલી કરવાના છે. ત્યારબાદ બંગલામાં રીનોવેશનનું કામ થશે. તે અંગે રેખાને પણ પૂછાશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved