Last Update : 18-August-2012, Saturday

 

હવે મોરચા પર મરચાં

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

આ દેશમાં ખર્ચા આટલા વધતા જાય છે છતાં ચાનો અને ચર્ચાનો દોર ખતમ જ નથી થતો. અગાઉ ક્યારેય નહોતી એવી મોંઘવારી આ રાજમાં વકરી છે એમ કહીએ તો નેતાઓને મરચા લાગે. સરહદો પર મિલિટરી અને બીએસએફના જવાનો ગોઠવાયેલા હોય છે છતાં કેમ ધૂસણખોરી થાય છે? એવો સવાલ કરવામાં આવે તો ડિફેન્સવાળાને મરચા લાગે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ચાર ચાર પાટિલ ગૃહ ખાતાનો અખત્યાર સંભાળતા એ વખતે ૨૬/૧૧નો મુંબઈ પરનો ખોફનાખ આતંકવાદી હુમલો થયો. પાટિલે ગાદી ગુમાવી. વળી કોંગ્રેસી અને એનસીપીની સત્તા આવી ત્યારે ડાહ્યાડમરા થઈને ગૃહ ખાતામાં ગોઠવાઈ ગયા. બીજા વખતે પુણેનો જર્મન બેકરીનો બ્લાસ્ટ થયો, મુંબઈમાં ત્રેવડા, બોમ્બબ્લાસ્ટ થયા અને થોડા દિવસ પહેલાં ફરી પુણે સિરિયલ બોમ્બબ્લાસ્ટથી ધણધણી ઊઠ્યું. આટઆટલા ધડાકા થાય છે આતંકવાદી હુમલા થાય છે છતાં ‘બોમ્બ-પ્રુફ’ હોમ મિનિસ્ટરને હટાવતા કેમ નથી? એવો વિપક્ષોએ સવાલ કર્યો ત્યારે પવારની પાર્ટીવાળાને ખરેખરા મરચાં લાગ્યા. તુઝકો મિર્ચી લગી તો મેં કયા કરું... એ ફિલ્મ ગીતની જેમ મોરચા સંભાળતા ન આવડે તો પછી મરચાં જ લાગેને?
આ તો બોલચાલની ભાષામાં આપણે અત્યાર સુધી બોલતા આવ્યા છીએ કે કેવાં મરચાં લાગ્યા? પણ હવે આગ જેવાં તીખા-તમતમતા આસામી મરચાંનો ઉપયોગ મોરચા પર તહેનાત સૈનિકો કરવાના છે. આસામના આ મરચાની જાત ભૂત-ઝોલકિયા એની તીખાશને કારણે ઠેઠ ગિનેસ બુકમાં પહોંચી ગયા છે. ૨૦૦૭માં આ ભૂત-ઝોલકિયા મરચાને સૌથી તીખા મરચા તરીકે ગિનેસ બુકમાં સ્થાન મળ્યું હતું. જરા હાથ અડી જાય તો આંગળામાં બળતરા ઊપડે, મોઢામાં મૂકાઈ જાય તો જાણે આગનો તીખારો જીભ ઉપર પડ્યો હોય એવી લાય લાગે અને કહેવાય છે કે આ મરચાની તીખાશથી ભૂત પણ ભાગે એટલે નામ અપાયું છે. ભૂત-ઝોલકિયા. કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પથ્થરમારો કરતા દંગલખોરોને ભગાડવા આ મરચાની ભૂકી ઉડાડવા લાગ્યા છે. હવે લશ્કરના જવાનો આ તીખા મરચાનો ખાવામાં ઉપયોગ કરે છે કે પછી બીજા કોઈ ઉપયોગમાં લેવા માગે છે એ હવે જોવાનું છે. અત્યારે કેટલાય સ્ટેટમાં પોલીસો તોફાનીઓ પર પાણીનો મારો (વોટર કેનન) ચલાવે છે. આ પાણીમાં જો ભૂત-ઝોલકિયા મરચાની ભૂકી ભેળવીને પછી એ પાણીનો છંટકાવ કર્યો હોય તો તોફાનીઓ દંગલ મચાવવાની ખો ભૂલી જાય કે નહીં? આસામ બાજુ તો ખેતરો ખેદાનમેદાન કરતા હાથીની રંજાડથી પાકને બચાવવા ખેતરની ફરતે ભૂત-ઝોલકિયા મરચાંની વાડ ઊભી કરવામાં આવે છે. હાથી પણ આ મરચાથી ભાગે એના ઉપરથી જ અંદાજ આવે કે કેટલી તીખાશ હશે? ગાદી ન છોડતા નેતાઓને ભગાડવા આ મરચાનો ઉપયોગ કરવાનું હજી સુધી કેમ કોઈને નહીં સૂજ્યું હોય? ભલેને ચીલીની પ્રતાપે ચિલ્લમચીલ્લી કરતા ભાગે?
દીકરીને અફસર બનાવવા કૂખ ભાડે આપી
ગરીબી અને ભૂખ માનવી પાસે શું નથી કરાવતી? હજી થોડા મહિના પહેલાં જ ફક્ત ૬૨ રૂપિયામાં ગરીબ મહિલાએ પોતાની દીકરી વેંચી નાખી હતી. પરંતુ ગયાની એક મહિલાએ દીકરીને ભણાવીગણાવીને મોટી અફસર બનાવવાની તમન્ના પૂરી કરવા નવો જ રસ્તો લીધો. બેરોજગાર પતિ બેટીના ભણતરનો ખર્ચ ઉઠાવી નહીં શકે એવું લાગતા તેણે કૂખ ભાડે આપીને સેરોગેટ મધર બની ગઈ. મહિલાના આ નિર્ણયથી સહુ ચોંકી ઊઠ્યા. પણ મહિલાને એક જ વાતનો સંતોષ છે કે સેરોગેટ મધર બનવાનું આ નેક કામ કરવાના બદલામાં જે રકમ મળશે એમાંથી એ પુત્રીને ભણાવીગણાવીને અફસર બનાવી શકશે. કોઈ ખોટું કામ કરીને પૈસા મેળવવાને બદલે કૂખ ભાડે આપવામાં શું ખોટું છે? ગર્ભાશય ભાડે આપવાની ઇચ્છા હોય એને કંઈ રેન્ટ એક્ટ થોડો જ લાગુ પડે?
વંદે માત્‌રમ
ગન-દે માત્રમ
લોકશાહીમાં જનનું, ગુંડાશાહીમાં ગનનું પ્રેમસંબંધોમાં મનનું અને રાજકારણમાં ગનનું મહત્ત્વ છે. જન-ગન-મન-ધન... અપરાધીઓ ગન લઈને નીકળી પડતા હોય છે. દિલ્હીના રાજકારણમાં ધનનું અને અપરાધકારણમાં ગન ધનાધન ચલાવતી હોય છે. પરંતુ દિલ્હીની આ ધન-ધારી અને ગન-ધારી આલમે હવે ચેતવા જેવું છે. દિલ્હીની લલનાઓ જ સ્વબચાવ માટે ગન લઈને ફરવા માંડી છે. વઘુને વઘુ મહિલાઓ બંદૂકના લાયસન્સ મેળવવા પોલીસમાં અરજી કરવા માંડી છે. ખાસ કરીને નોકરિયાત બાનુઓ રિવોલ્વર અને પિસ્તોલનું લાયસન્સ મેળવવા અરજી કરવા માંડી છે. દિલ્હી પોલીસને બે વર્ષમાં ૯૦૦ અરજીઓ મળી છે. રાજ્યસભાના મેમ્બર રેણુકા ચૌધરી પણ લાયસન્સવાળી ગન રાખે છે. એમનું કહેવું છે કે પુરુષો તો હાથમાં બંદૂક આવે એટલે લગ્ન કે બારાતમાં જૂઠી શાન દેખાડવા હવામાં ગોળીબાર કરતા હોય છે. પણ મહિલાઓ તો સ્વરક્ષણ માટે ગનનો ઉપયોગ કરી શકે માટે બહેનોને બંદૂકનું લાયસન્સ આપવાની વઘુ જરૂર છે. પોલીસ પણ તપાસ કરે છે કે મહિલાને રાત્રે એકલા અવરજવર કરવી પડે છે? તેને માથે કોઈ જોખમ ઝળુંબે છે? તેને જોખમી વિસ્તારમાં જવું પડે છે? આવી પરિસ્થિતમાં મહિલાને જલદી લાયસન્સ આપી દેવામાં આવે છે. દિલ્હીમાં મહિલાઓને નિશાન બનાવતા ગંદી મનોવૃત્તિવાળા મરદો માટે હવે ચેતીને ચાલવાનો વખત આવ્યો છે. કારણ મહિલાઓએ વંદે માત્‌રમની સાથે ગન-દે માત્‌રમની હાકલ કરી છે. અત્યાર સુધી પત્ની ઉપર પાશવી ત્રાસ ગુજારતા પશુ-પતિ-નાથોએ પણ ચેતવાની જરૂર છે. પત્ની પર્સમાંથી રિવોલ્વર કાઢીને સામનો કરી શકે છે. હવે પત્નીની આજુબાજુ ફરવું પડે એવી વરની દશા થાય તો કહેવાય નહીં. જે વર વહુ આજુબાજુ ફરે એને જ કહેવાય રિવોલ-વર. મહાભારતમાં ગાંધારી હતી પણ આ ભારતમાં ગન-ધારીનો સામનો કરવો પડશે. ગન-તંત્રનો જય હો...
મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શ્રવણની ભૂમિકા ભજવશે
કોઈને તીર્થયાત્રા કરાવવામાં આવે તો યાત્રાનું પુણ્ય તીર્થયાત્રા કરાવનારાને પણ મળે છે એવું કહેવાય છે. એટલે જ આ પૂણ્ય મેળવવા માટે મઘ્ય પ્રદેશ સરકારે સિનિયર સિટિઝનોને મફત યાત્રા કરાવવાનો નિર્ણય લીધો છે. વૃદ્ધોને નિઃશુલ્ક યાત્રા કરાવવા માટેની યોજના શિવરાજસંિહ ચૌહાણની સરકારે ઇન્ડિયન રેલવે કેટરંિગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી ઘડી છે. મઘ્ય પ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય છે જે આ રીતે વડીલોને મફતમાં તીર્થયાત્રા કરાવશે. આ માટે રાજ્યના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ૬૦ વર્ષથી મોટી ઊંમરના અને ઇન્કમ-ટેક્સ ચૂકવતા ન હોય એવાં વૃદ્ધજનો યાત્રાનો લાભ લઈ શકશે. મુખ્યમંત્રી તીર્થ-દર્શન યોજના હેઠળ પહેલી યાત્રા-સ્પેશ્યલ ટ્રેન ત્રીજી સપ્ટેમ્બરે હબીબગંજ સ્ટેશનથી રામેશ્વ્વરમ માટે રવાના થશે. મુખ્ય પ્રધાન શિવરાજ સંિહ ચૌહાણ કળીયુગના શ્રવણ બનવાનો જશ ખાટી જશે. શ્રવણ મા-બાપને કાવડમાં બેસાડીને જાત્રા કરાવવા નીકળ્યો હતો અને શિવરાજસંિહ કાવડિયા (પૈસા) વિના વૃદ્ધજનોને જાત્રા કરાવશે. પાપની કમાઈ હોય એ સ્વિસ બેન્કમાં જમા કરાવતા હોય છે રાજકારણીઓ, પણ આ તો શિવરાજસંિહની પૂણ્યની કમાણી છે, અહીં જ કામ આવશે એવાં આશીર્વાદ મઘ્ય પ્રદેશના ડોસા-ડોસીઓ આપે છે.
નાંદેડના નેતા નહીં પણ ભેંસ પકડાઈ
મહારાષ્ટ્ર રાજ્યે ભ્રષ્ટાચારનો ‘આદર્શ’ પૂરો પાડ્યો છે. આદર્શ હાઉસંિગ સોસાયટી જેવાં કૈંક કૌભાંડો બહાર આવ્યા છે જેમાં પ્રધાનો અને નેતાઓ સંડોવાયેલો હોય. મૂળ નાંદેડના વતની એવાં કોંગ્રેસી નેતા અશોક શંકરરાવ ચવ્હાણે આદર્શ કૌભાંડમાં સંડોવણીને પગલે મુખ્ય પ્રધાનની ગાદી ગુમાવી. સીબીઆઈએ તેમને આરોપી બનાવ્યા છે, પણ હજી સુધી ધરપકડથી બચતા રહ્યાં છે. નાંદેડના આ નેતા ભલે હજી સુધી નથી પકડાયા પણ નાંદેડમાં પોલીસે એક ભેંસની ધરપકડ કરી હતી. આ મજેદાર કિસ્સામાં એવું થયું કે નાંદેડ-મુદખેડ રોડ પર જ એક નિવૃત્ત પોલીસ અધિકારીનું ખેતર છે. એક ભેંસ તેનો ‘લંચ ટાઈમ’ થતા ચરવા નીકળી. હવે ભેંસને ક્યાંથી ખબર હોય કે કોનું ખેતર છે? એ તો નિવૃત્ત પોલીસ અધિકારીના ખેતરમાં ધૂસીને ચરવા માંડી. આ સાહેબે તરત જ ફરિયાદ કરી, પોલીસમાં. પોલીસ આવીને ભેંસને અટકમાં લઈ ખુદખેડ પોલીસ સ્ટેશને લઈ ગયા અને ત્યાં જ બાંધી દીધી. આ ભેંસ જેની માલિકીની મનાતી હતી એ ખેડૂત પણ પકડાયાં. જોકે એણે તો હાથ ઊંચા કરી દીધા કે ભેંસ મારી નથી, એટલે એ જામીન પર છૂટી ગયો અને ભેંસ બંધાઈ ગઈ પોલીસ સ્ટેશનમાં હવે ભેંસની પૂછપરછ કરીને થોડું જ જાણી શકાય કે એનો માલિક કોણ છે? ભેંસની ‘ધરપકડ’ કરી પોલીસની મુંઝવણ વધી ગઈ. ભેંસને રાખવી કયા? એનું ઘ્યાન કેવી રીતે રાખવું? કારણ પોલીસ ટ્રેનંિગ સ્કૂલમાં કંઈ ભેંસો પાળવાની તાલીમ થોડી જ અપાય છે? મૂંઝવણમાંથી છૂટવા પોલીસે ભેંસને નગરપાલિકાને હવાલે કરી. હાય કિસ્મત, નગરપાલિકા પાસે રખડતા ઢોરને પકડીને રાખવાનો ઢોરવાડો જ નથી. હવે શું કરવું? પાલિકાએ ભેંસને એક જગ્યાએ બાંધી દીધી. તેને ચારો-પાણી આપવા માટે નગરપાલિકાના એક કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી. આમ પોલીસે ભેંસની ‘ધરપકડ’ કરતા છેવટે એ કર્મચારીને માથે ભેંસ-ભક્તિની જવાબદારી આવી.
પંચ-વાણી
સ ઃ એવું કયુ શિપ છે જે તારે કે ડૂબાડે?
જ ઃ રિલેશન-શિપ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 

 

 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved