Last Update : 18-August-2012, Saturday

 
 

ફ્રાન્સના ચાર્ડીએ મરેને ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર

ડેલ પોટ્રો અને માર્ડી ફિશ પણ બહાર ફેંકાયા

મસોન,તા.૧૭
બ્રિટનના ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ટેનિસ સ્ટાર એન્ડી મરેની ડ્રીમ રનનો સિનસિનાટી માસ્ટર્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં અંત આવી ગયો હતો. મરેને ફ્રાન્સના જેરેમી ચાર્ડીએ સીધા સેટોમાં ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. આ સાથે મરે બહાર ફેંકાયો હતો. જ્યારે વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચ અને બીજો ક્રમાંક ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ સ્ટાર ફેડરરે પોતપોતાના મુકાબલા જીતીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ.
ફેડરરે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી બર્નાર્ડ ટોમિચને ૬-૨, ૬-૪થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે સર્બિયાના સુપરસ્ટાર યોકોવિચને રશિયાનો ડેવિડેન્કો ઇજાગ્રસ્ત બનીને ખસી જતાં આગેકૂચ પ્રાપ્ત થઇ હતી. ડેવિડેન્કો પ્રથમ સેટ ૬-૦થી હાર્યો હતો અને ત્યાર બાદ મેચમાંથી ખસી ગયો હતો. તેને સર્વિસ કરવામાં તકલીફ પડતી હતી અને તેણે આઠ ડબલ ફોલ્ટની સાથે કુલ ૧૬ અન ફોર્સ્ડ એરર કરી હતી. તે મેચમાં માત્ર ૧૬ જ પોઇન્ટ જીતી શક્યો હતો.
હવે ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરનો સામનો અમેરિકાના ૧૦મો ક્રમાંક ધરાવતા માર્ડી ફિશ સામે થશે. ફિશે ચેક રીપબ્લીકના રાદેક સ્ટેપાનીક સામે ૬-૩, ૬-૩થી વિજય મેળવ્યો હતો. ફિશે કુલ સાત એસ ફટકાર્યા હતા અને ૯૦ મિનિટના મુકાબલામાં તેના ૨૩ વિનર્સ હતા. જો કે ફેડરર સામે ફિશનો દેખાવ કંગાળ રહ્યો છે અને તે આઠમાંથી સાત મેચ હારી ચુક્યો છે. બ્રિટનના એન્ડી મરે એ ચાર્ડી સામેની મેચમાં કુલ ૧૬ અનફોર્સ્ડ એરર કરી હતી અને તેનો પરાજય થયો હતો. ચાર્ડીએ અગાઉ અમેરિકાના એન્ડી રોડ્ડિક સામે પણ વિજય મેળવ્યો હતો.
વર્ષ ૨૦૦૯માં યુએસ ઓપન જીતનારા આર્જેન્ટીનાના ટેનિસ સ્ટાર ડેલ પોટ્રોએ સર્બિયાના ટ્રોઇસ્કી સામે ૭-૬, ૨-૬, ૬-૧થી વિજય મેળવ્યો હતો. પોટ્રોને તેના ડાબા હાથના કાંડાની ઇજાના કારણે ૨૦૧૦માં મોટાભાગની સિઝન ગુમાવવી પડી હતી. તેને ટ્રોઇસ્કી સામેની મેચમાં તે કાંડા પર જ પટ્ટી બાંધીને રમવું પડયુ હતુ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved