Last Update : 18-August-2012, Saturday

 
 

દ્રવિડે આઇપીએલને આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં સામેલ કરવાની તરફેણ કરી
સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

ગેલ અને પીટરસન જેવા ખેલાડીઓની જરૃર ટેસ્ટ અને ટ્વેન્ટી-૨૦ બંનેને છે

બેંગ્લોર,તા.૧૭
આઇપીએલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં સ્થાન આપવાની તરફેણ કરતા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડે એવો મત વ્યક્ત કર્યો હતો કે, સ્ટાર ક્રિકેટરો ટેસ્ટ ક્રિકેટમાં તેમજ આઇપીએલમાં રમી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. દ્રવિડે એમ કહ્યું કે, રમત આખરે તો ચાહકો માટે જ છે. ેતેમને જ ગમે તે આપણે આપવું જોઇએ. બધા સ્ટાર ક્રિકેટરો આઇપીએલમાં પણ રમી શકે અને પોતાના દેશનું ટેસ્ટમાં પ્રતિનિધિત્વ કરી શકે તે જોવું મને ગમશે.
દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને હવે નિવૃત્તિ બાદ પણ તે ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો છે. તેણે એક મુલાકાતમાં કહ્યું કે, મને એ ખબર નથી કે આવી વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય કે તે માટે શું કરવું પડે પણ જો શ્રેષ્ઠ ખેલાડીઓ ે ટેસ્ટ ક્રિકેટમાં તેમજ આઇપીએલમાં રમતા જોવા મળે તે સ્થિતિ ખરેખર ઉત્સાહજનક કહેવાય. ક્રિસ ગેઇલ તેમજ પીટરસન જેવા ખેલાડીઓ જેટલા આઇપીએલ અને ટ્વેન્ટી-૨૦માં પ્રભાવશાળી છે તેટલા જ સારા ટેસ્ટ પ્લેયર્સ છે. તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે નાની વિન્ડોની જરૃર છે.
વિશ્વ ક્રિકેટમાં ત્રીજા ક્રમના લેજન્ડરી ખેલાડીઓની હરોળમાં સ્થાન ધરાવતા દ્રવિડે કહ્યું કે, આખરે તો આ રમત ક્રિકેટના ચાહકો માટે જ છે. શ્રેષ્ઠ ખેલાડીઓને જ રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરવામાં આવે તે જરૃરી છે. માત્ર મેચ જોવા માટે મેદાન પર આવતા ચાહકો માટે જ નહી પણ પોતાના દેશના ટેસ્ટ ક્રિકેટને ચાહનારા યુવાનો માટે પણ આ જરૃરી છે. જ્યારે ટોચના સ્ટાર ખેલાડીઓ પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે નથી ઉતરતા તે પરિસ્થિત અત્યંત મુશ્કેલ અને નિરાશાજનક છે. દ્રવિડે એવો પણ ભારપૂર્વક આગ્રહ કર્યો કે, ક્રિકેટરો અને ક્રિકેટના હિતમાં આઇસીસીએ એવી કોઇ ફોર્મ્યુલા ઘડી કાઢવી જોઇએ, જેથી આવી સમસ્યા ન સર્જાય અને ખેલાડીઓને તેમજ ચાહકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
લોર્ડઝમાં ચાલી રહેલી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ મેચ દરમિયાન બીબીસીના એક કાર્યક્રમ અંતર્ગત દ્રવિડે કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે આઇપીએલ ઘણી મહત્વનીટુર્નામેન્ટ છે અને લોકો (ક્રિકેટરો) તેમાં રમવા માટે ઉત્સુક હોય છે. હવે આપણે એ તબક્કે આવી પહોંચ્યા છીએ કે જ્યાં આપણે કોઇ ફોર્મ્યુલા ઘડી કાઢવી પડશે. પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં વિન્ડો કરવાનો વિકલ્પ હોય અથવા તો ટુર્નામેન્ટને ટુંકી કરવાનો પ્રસ્તાવ હોય પણ તે અંગે વિચારીને નિર્ણય લેવો પડશે.
કેવિન પીટરસન અને ઈંગ્લેન્ડના બોર્ડ વચ્ચે ચાલી રહેલા ટકરાવ માટે આઇપીએલ જવાબદાર છે કે નહીં તેવા પ્રશ્નનો જવાબ આપવાનો દ્રવિડે ટાળ્યો હતો. જોક ેતેણે કહ્યું કે, આઇપીએલ અને ઈંગ્લેન્ડના ક્રિકેટિંગ સમર કાર્યક્રમનો ટકરાવ ચાલુ જ રહેશે અને તે માટે ઉકેલ શોધવો જરૃરી છે, જેથી પીટરસન અને ગેલ જેવા ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાં પણ રમવા મળી શકે.
દ્રવિડે ઊમેર્યું કે, આઇપીએલના કારણે ઈંગ્લેન્ડની સિઝન પર અસર પડે છે. ખાસ કરીને ઈંગ્લેન્ડમાં તો વર્ષોની પરંપરા પ્રમાણે ક્રિકેટનું આયોજન થાય છે. તેનો કાર્યક્રમ તો વર્ષોથી આ જ ક્રમમાં ચાલ્યો આવે છે. જેના કારણે ફેરફાર કરવો પડકારરૃપ છે. હાલમાં આપણે એવી સ્થિતીમાં પહોંચી ગયા છીએ કે જેમાં બધા સ્ટાર ખેલાડીઓને ટેસ્ટમાં રમાડવા જ પડે. જ્યારે વિન્ડિઝ ટેસ્ટ રમે ત્યારે બધા ઇચ્છતા હોય છે કે તે ટીમમાં ગેલ હોય. આજે પીટરસનને ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું નથી પણ તે નિરાશાજનક છે. તેના કારણે આખરે ક્રિકેટને ફટકો પડયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved