Last Update : 18-August-2012, Saturday

 
ગુરૂના પગ છૂંદનારા બે શિષ્યો
- એ સાંભળીને સુધિયાએ મનમાં વિચાર્યું કે એ પગ તો મારા દુશ્મનનો છે એટલે એ મારે દબાવવાનો ન હોય. પછી તે એક પથ્થર લઈ આવ્યો અને તેના વડે ગુરૂનો જમણો પગ છૂંદી નાખ્યો

એક ગુરૂની પાસે બુધિયો અને સુધિયો નામના બે શિષ્યો હતા. તેઓ અન્યોન્ય ઉપર અદેખાઈ રાખતા હતા. એ બંને શિષ્યો ગુરૂના પગ દરરોજ દબાવી આપતા હતા. બુધિયો ગુરૂનો જમણો પગ દબાવતો હતો અને સુધિયો ગુરૂનો ડાબો પગ દબાવતો હતો.
એક વાર ગુરૂએ બુધિયાને પરગામ મોકલ્યો હતો. ત્યારે ડાબો પગ દબાવતા સુધિયાને ગુરૂએ કહ્યું ઃ ‘મારો જમણો પગ પણ દબાવી આપ !’
એ સાંભળીને સુધિયાએ મનમાં વિચાર્યું કે એ પગ તો મારા દુશ્મનનો છે એટલે એ મારે દબાવવાનો ન હોય. પછી તે એક પથ્થર લઈ આવ્યો અને તેના વડે ગુરૂનો જમણો પગ છૂંદી નાખ્યો.
બીજે દિવસે બુધિયો પરગામથી પાછો આવ્યો. ગુરૂનો પગ દબાવવા જતાં તેણે પોતાનો ભાગે આવેલો ગુરૂનો પંગ છૂંદાયેલો જોયો, ત્યારે તેણે પૂછ્‌યું ઃ ‘ગુરૂજી ! આ કોણે કર્યું ?’
ગુરૂજીએ બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારે ગુસ્સે થયેલા બુધિયાએ કહ્યું ઃ ‘અરે, ઓ પાજી ! તારી આ હંિમત ? તેં મારા ભાગનો પગ છૂંદી નાંખ્યો ? હવે જો, હું તારા ભાગના પગની શી દશા કરું છું તે !’
કહીને તે એક પથ્થર લઈ આવ્યો, અને ગુરૂનો ડાબો પગ આખો છૂંદી નાંખ્યો. ગુરૂ વેદનાથી ચીસો પાડવા લાગ્યા.
બીજા શિષ્યો ગુરૂની ચીસો સાભળીને ત્યાં દોડી આવ્યા, અને તેમણે આ બેઉ મૂર્ખ શિષ્યોને સારો એવો મેથીપાક આપ્યો.
- સાંકળચંદ પટેલ

 

વાતચીત - ટૂંકી ને ટચ

- યાર! ભૂખ બહુ લાગી છે ને પાકીટ ઘરે ભૂલીને આવ્યો
છું.
- તો એમાં શું? બે-ચાર બગાસા ખાઈ લે.
- બગાસા તો ખાધા પણ હજી ભૂખ મટતી નથી.
- તો પછી મોં પહોળું કરી - પેટ ભરીને હવા ખાઈ લે - મફતમાં જ.
***
આ વર્ષે કેરી ન ખાવાનો મેં નિર્ણય લઈ લીધો છે હા.
એમ કેમ?
એમ કેમ શું? કેરીના ભાવ આસમાને છે - ને મારી આવકનું કોઈ ઠેકાણું નથી.
તો બેન્કમાંથી ‘લોન’ લે ને!
બેન્કમાં જઈ આવ્યો - એ લોકો કહે છે મકાન ખરીદવા અમે લોન આપીએ છીએ - કેરી ખરીદવા માટે નથી આપતા.
***

Share |
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved