Last Update : 18-August-2012, Saturday

 

બમ...બમ... ભોલે

 

શંકરપુર નામના ગામમાં શિવજીનું એક વિશાળ મંદિર હતું. ગામમાં ટીકુડો, ટીનીયો, ચમનો, ચતુરીયો અને ચંદુડો પાંચ તોફાની મિત્રોની ટોળી હતી. તેઓ તોફાની હતા સાથે શિવજીના અપાર ભક્ત પણ હતા. શિવજીના મંદિરમાં સવાર-સાંજની આરતીમાં આ પાંચેય મિત્રો અચુક હાજર રહેતા. આથી ગામમાં આ પાંચેય મિત્રોની ટોળીને ગામ લોકો ‘બમ બમ ભોલે’ની ટોળી કહીને જ બોલાવતાં હતા.
શિવજીની આરતીમાં હમણાં થોડા દિવસથી ચાર અજાણી વ્યક્તિઓ પણ નિયમિત આવતી હતી. અજાણી વ્યક્તિઓની નિયમિત હાજરીથી ‘બમ બમ ભોલે’ ટીમને શંકા ગઈ કે આ અજાણ્યા લોકો છે કોણ?
એક દિવસ આરતી પત્યા પછી પાંચેય તોફાની મિત્રોએ ચારેય અજાણી વ્યક્તિઓનો પીછો કર્યો. તેઓ એક ઝાડ નીચે બેઠા. એમાંના એક મૂછાળાએ કહ્યું, ‘મેં તપાસ કરી લીધી છે. મંદિરમાં શિવલંિગ પરની ‘ઝાલર’, નાગ અને મંદિર પરનો ગુંબજ સોનાના છે.’ બીજા ત્રણેય જણાએ ખુશ થતાં કહ્યું, ‘શું વાત છે?’ અને ચારેય ચોર મંદિરમાંથી ચોરી કરવાની યોજના બનાવે છે. જે ‘બમ બમ ભોલે’ટીમનાં તોફાનીઓ સાંભળી જાય છે. તેઓ તુરત જ દોડતા મંદિરમાં પાછા આવે છે.
તોફાની ટીમનો ટીકુડો પૂજારી પાસે જઈ બોલ્યો, ‘પૂજારીજી, મંદિરમાં હમણાંથી જે ચાર અજાણ્યા લોકો આવે છે એ ચોર છે અને એમણે મંદિરમાં ચોરી કરવાની યોજના બનાવી છે.
પૂજારીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્‌યું, ‘શું કહો છો?’
આ ચારેય ચોરની યોજનાની વાત તોફાની ટીમે પૂજારીને વિગતે કરી સંભળાવી.
બીજા દિવસે ફરીથી ચારેય ચોર સાંજની આરતી સમયે મંદિરમાં આવ્યા. એમણે પૂજારીને પ્રસાદ ધરાવવા પેંડાનું બોક્સ આપ્યું. પૂજારીએ શિવજીને પ્રસાદ ધરાવીને પેંડા બધાને વહેંચી દીધા. પેંડામાં ચોરોએ ભાંગ ભેળવી હતી. આથી બધા જ લોકો બેહોશ થઈ ગયા.
બધાને બેહોશ થયેલા જોઈ ચારેય ચોર હરખાઈ ગયા. અને એક ચોરે કહ્યું, ‘એક જણ ઉપર ગુંબજ પર જાવ અને સોનાનો કળશ નીચે ઉતારી લાવો અને આપણે ત્રણેય મંદિરમાંથી સોનાની ઝાલર અને નાગ કાઢી લાવીએ. આમ કહેતા ત્રણ ચોર મંદિરમાં પ્રવેશ્યા અને એક ચોર મંદિરમાં ગુંબજ પર ચઢયો.’
ચોર જેવાં મંદિરમાં પ્રવેશ્યા કે તુરત જ બમ બમ ભોલે ટીમનાં તોફાની બાળકો જાગીને દોડ્યા અને મંદિરનો દરવાજો બંધ કરી દીધો અને ચોરને પુરીને જોર જોરથી બુમો પાડવા લાગ્યા ચોર ચોર...ચોર ચોર...
બમ બમ ભોલે ટીમે અગાઉથી નક્કી કર્યા મુજબ પૂજારીએ ચોરોના ભાંગવાળા પ્રસાદીના પેંડા બદલી નાખ્યા હતા અને અગાઉથી નક્કી કર્યા મુજબ બેહોશ થવાનો ડોળ કરી પડી રહ્યા હતા. ચોર જેવા મંદિરમાં ધૂસ્યા બધા જ જાગી ગયા અને ચોરોને મંદિરમાં પૂરી દીધા.
બમ બમ ભોલે ટીમની બુમા બુમથી ગામ લોકો પણ દોડતાં મંદિરમાં લાકડીઓ અને ધારિયા સાથે આવી ગયા. મંદિર પર ચઢેલા ચોથા ચોરને પણ પકડી પાડ્યો.
એટલીવારમાં મંદિરમાં પોલિસ પણ આવી ગઈ. પોલીસ ઈન્સ્પેક્ટરનું સ્વાગત કરતાં બમ બમ ભોલે ટીમના ટીકુડાએ કહ્યું, ‘સાહેબ, મેં જ આપને અગાઉથી ફોન કર્યો હતો કે અમે મંદિરમાં ચાર ચોરને પકડવાના છીએ. એમને પકડવામાં આપ અમારી મદદ કરવા આવજો.’
પૂજારીએ અને ગામ લોકોએ ચારેય ચોરને ઈન્સ્પેક્ટરસાહેબના હવાલે કર્યા.
ચારેય ચોરને જોઈ ઈન્સ્પેક્ટસાહેબ બોલ્યા, ‘અરે આ તો મંદિરોમાં ચોરી કરતી ટોળકી છે. આપણી આજુબાજુનાં ઘણાં ગામનાં મંદિરોમાં ચોરી કરી છે. આજે પકડાઈ ગયા. આમ કહી ચારેયને હાથકડી પહેરાવી. બમ બમ ભોલે ટીમનાં તોફાની બાળકોનો આભાર માનતા ચાલવા લાગ્યા.’
ચોરોને લઈ જતાં જોઈ બાળકોએ જોરથી બુમ પાડી... જય જય શિવશંકર... જય જય શિવશંકર...
ગામ લોકોએ બમ બમ ભોલે ટીમનાં બાળકોનો આભાર માનતા બુમ પાડી. ‘બમ બમ ભોલે... બમ બમ ભોલે...’
આપણી આસપાસ કોઈપણ અજાણી વ્યક્તિ શંકાશીલ કામ કરતી જણાય તો ઘ્યાન રાખવું જોઈએ. આપણી સતર્કતાથી જ અસામાજિક પ્રવૃત્તિ અટકાવી શકાશે.
- અર્જુન

Share |
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved