Last Update : 18-August-2012, Saturday

 
જ્યાં વસે કંસ
ત્યાં ન વસે હંસ
રહે ન કોઈ અંશ
ઉજડે વંશનાં વંશ
ત્યાં ન વસે હંસ

મધપુડો - હરીશ નાયક

 

કંસ પોતાના રાજમહેલમાંથી પસાર થતો હતો. તેના હાથમાં ખડગ હતું. સમાચાર આવી ચુક્યા હતા કે દેવકીએ વઘુ એક બાળકનો જન્મ આપ્યો છે.
કંસ આ અગાઉ પોતાની બહેન દેવકીની છ પુત્રીઓ મારી ચૂક્યો હતો. હવે સાતમીનો વારો હતો.
કંસને જ્યોતિષીઓએ એવું કહ્યું હતું કે, તારી બહેનનો આઠમો પુત્ર તારો વિનાશ નોંતરશે.
કંસે એટલે બહેન દેવકીને જેલમાં નાખી હતી. એક પછી એક બધાં બાળકોને તે જન્મતાંની સાથે જ મારી નાખતો હતો.
અત્યારે તે સાત નંબરના ફૂલનો સંહાર કરવા જતો હતો.
રાજમહેલમાંથી નીકળતાં જ મહેલનો ફૂવારો આવ્યો. નાના સરખા સરોવરમાં એ ફુવારો હતો. ફુવારામાં ઘણાં હંસ હતા.
સહુથી ઉત્તમ હંસે હંસીને કહ્યું ઃ ‘હવે મોતીનો ચારો ચરવાનો શોખ રહેવા દે.’
હંસી કહે ઃ ‘કેમ?’
હંસ કહે ઃ ‘અરે મોતી તો શું, મોતી જેવા અનાજના દાણાનો મોહ પણ ઓછો કરી નાખ.’
હંસી હંસની વાત સમજી નહિ. તે કહેવા લાગી ઃ ‘મહારાજા કંસનું રાજ્ય છે. મોતીઓની ખોટ નથી. મોતી જેવા અનાજના દાણા તો અપરંપાર છે.’
હંસ કહે ઃ ‘બસ જોઈ લે એ બઘું એક વાર. આગળ ઉપર જોવા નહિ મળે.’
હંસીએ પૂછ્‌યું ઃ ‘કેમ કેમ?’
હંસ કહે ઃ ‘જે રાજા માનવ હત્યા કરે, માનવહત્યામાં પણ બાળહત્યા કરે, એના રાજ્યમાં ધનધાન્ય ક્યાંથી ટકે? અરે રાજ્ય જ ક્યાંથી ટકે? તેમાંય સગી બહેનના બાળક તો ભાણી-ભાણિયા કહેવાય, એમને તો ખોળે બેસાડી રમાડવાનાં હોય, વહાલ કરી મોટા કરવાનાં હોય.’
હંસી સાંભળી રહી અને હંસ તો આગળ કહેતો જ રહ્યો કે ઃ ‘લાયક ભાણિયો હોય તેને તો રાજપાટ સોંપી દેવા જોઈએ, બહેનને કરિયાવરમાં કે રક્ષાબંધનમાં રાજ્યના રાજ્ય આપો તોય ઓછું. જ્યારે આ રાજા કંસ તો બહેનને આપવાને બદલે લઈ લે છે, બહેનના અને બહેનના બાળકોના પ્રાણ.’
હંસી ઈશારત કરતી રહી કે ઃ ‘જો રાજા થોભી ગયા છે. સાંભળે છે. તારું આવી જ બનશે.’
પણ હંસનું એ તરફ ઘ્યાન ન હતું અને રાજા કંસે એ તરફ આવીને કહ્યું ઃ ‘ભાણિયાને રાજ્ય આપી દેવા જોઈએ કેમ? અને પછી આ મામો રખડતો બની જાય? મારો જ ચારો ખાઈને મારે જ વિશે અવળવાણી ઉચ્ચારે છે? લે...’
એમ કહી રાજાએ ખડગ ઉગામ્યું. હંસની નાજુક સોહામણી ગરદન શરીરથી જુદી થઈ ગઈ.
હંસીનો આત્મા ચિત્કારી ઊઠ્યો.
તેણે શાપ દેતાં કહ્યું ઃ ‘જે નિર્દોષ બાળકો તથા પશુ પક્ષીની હત્યા કરે છે, જે નબળા અને આશ્રિતો પર આક્રમણ કરે છે, જે સાચી વાતો સાંખતા કે સમજતા નથી, એ રાજાનું રાજ્ય ઝાઝું ટકતું નથી.’
સાથી ગુમાવેલી હંસીના વિલાપ ઉપર રાજા કંસે ખડખડાટ હાસ્ય વહેતું મૂક્યું. તે જતો હતો ત્યારે તેના પગ હેઠળ મોતી અને દાણા કચડાતા હતા. આ કચકચાટ હેઠળ હંસનો અવાજ આવતો હતો ઃ ‘જે નિર્દોષને મારે છે એનાં રાજ્ય ટકતાં નથી... એનાં રાજ્ય ટકતાં નથી...!’
ત્યારે તો કંસે બહેન દેવકીની સાતમી બાળકીનેય ઉછાળી પથ્થર પર પટકી, પટકાતાં પહેલાં જ એ ભાણી વીજળી બનીને ઊડી ગઈ અને કહેતી ગઈ કે ઃ ‘તારી બહેનનું આઠમું બાળક તને જરૂર મારશે.’
જ્યારે બહેન વીજળી બનીને ઊડી જતી હતી ત્યારે પેલા હંસનો જીવ પણ તેની સાથે હતો.
એ બંને નિર્દોષ જીવ કહેતા હતા ‘મારશે અને ભુંડા હાલે મારશે.’
બંને ભુલકા જીવોની વાત સાચી પડી. દેવકીના આઠમા પુત્ર કૃષ્ણે કંસના પ્રાણ લીધા. પણ તે અગાઉ જ હંસ પક્ષીઓ તો ક્યારના માન સરોવર તરફ ઉડી ગયા હતા. કેમકે આ દુષ્ટ રાજા કંસના રાજ્યમાં પછી તો રહેવા જેવુંય ક્યાં રહ્યું હતું? અરે રહેવાની સલામતીય ક્યાં રહી હતી? અને જ્યાં સલામતી નથી ત્યાં રહીને કરવું શું?

 

માતા આપણાં સહુની

- ભારતમાતા આપણા સહુની માતા છે. એ માતાએ જેમ અમને સંસારીઓને જન્મ આપ્યો છે તેમ તમને સાઘુઓને પણ જન્મ આપ્યો છે
- ભારતમાતા સાઘુસંતોની માતા ખરી કે નહિ ?

આખો દેશ આઝાદી માટે લડે. બ્રિટિશ સલ્તનત સામે એક એક માનવીએ માથું ઊંચક્યું હતું. અમીર, ગરીબ બધા જ દેશની મુક્તિ માટે એક થઈ ગયા હતા.
લોકો હોંશે હોંશે ગોળીઓ ખાતા હતા. જેલમાં જતા હતા.
ત્યારે આ હંિસા અને પકડાપકડીથી કેટલાક સાઘુઓ ખળભળી ઊઠ્યા.
તેઓ રવીન્દ્રનાથ ટાગોર પાસે પહોંચ્યો. કહેવા લાગ્યા ઃ ‘ગુરુદેવ, આ બધી ધમાલમાંથી તો લોકોને તમે જ ઉગારી શકો તેમ છો. આખી દુનિયા ભગવાનની બનેલી છે. બધી જ ભગવાનની માયા છે. એમાં વળી આપણું પરાયું શું ? આ ભૂમિ મારી. આ જમીન તમારી. આ દેશ અમારો. આ રાજ્ય તમારું, એ તો બધો મિથ્યા વિવાદ છે. બઘું અહીંનું છે, અહીં જ રહેવાનું છે, પછી એને ખાતર નાહક આ હંિસાખોરી-કાપાકાપી...’
ગુરુદેવનું તો આ સાંભળી લોહી ઊકળી ઊઠ્યું. છતાં તેમણે કહ્યું ઃ ‘સાઘુજનો ! આપની માતા પૃથક્‌ પૃથક્‌ ખરી કે નહિ ?’
‘ખરી !’
‘આપ શું આપની માતાને જ અહીં મૂકીને અવસાન પામવાના ખરા કે નહિ ?’
‘ખરા.’
‘તો શું એટલા ખાતર આપ આપની માતાનું અપમાન થવા દેશો ?’
સાઘુજનો સહેજ ચમક્યા.
ગુરુદેવ નારાજ થઈ ઊઠ્યા હતા.
તેમણે કહ્યું ઃ ‘વેદાંતીઓ ! આપશ્રીની માતા તો જીવતી હશે જ !’
‘છે જ.’
‘શું આપ એ માતાઓનાં માથાં કાપીને લાવી શકશો ?’
‘આપ આ શું કહો છો ગુરુદેવ ?’ વેદાંતીઓ બોલી ઊઠ્યા.
‘ખેર !’ ગુરુદેવે કહ્યું, ‘આપ તો અહંિસક રહ્યા. કોઈ બીજા પાસે આપની માતાનું અપમાન કરાવશો ? આપની માતાનું માથું કપાવી તે બીજાઓને ભેટ ધરશો ?’
અહંિસક સાઘુજનો ગુરુદેવ પર વઘુ ગુસ્સે થઈ ગયા.
તેઓ કહે ઃ ‘આપ આ વળી કેવી વાત કરવા લાગ્યા છો ? અમારી માતાનાં માથાં કાપવાની વાત શું કામ કરો છો ?’
ગુરુદેવ ટાગોર કહે ઃ ‘એટલા ખાતર કે માતૃભૂમિ પણ એક માતા જ છે. અરે, એ તો માતાનીય માતા છે. અને દરેકની માતાનું સન્માન કરવું આપણી ફરજ છે. આપણે એમની માતાનાં માથાં કાપવા જતાં નથી, તો પછી એ લોકો આપણી માતાનાં માથાં કાપવા શું કામ આવે છે ? અને શું આપણી માતાનાં માથાં કપાતાં હશે ત્યારે આપણે ચૂપ રહીશું ? મુક્તિ એ આપણી માતાનું માથું છે. એ કપાયેલું તમે જોઈ શકશો ?’
સાઘુજનોને જ્ઞાન મળી ગયું. ગુરુદેવ કહે ઃ ‘ભારતમાતા આપણા સહુની માતા છે. એ માતાએ જેમ અમને સંસારીઓને જન્મ આપ્યો છે, તેમ તમને સાઘુઓને પણ જન્મ આપ્યો છે. માતાની એ આઝાદી માટે અમારે મરી ફીટવું જરૂરી છે, તો આપને માટે જરૂરી નથી ? શું આપ એ માતાના પુત્ર નથી ?’
સાઘુઓ પણ દેશના મુક્તિજંગના લડવૈયા બનીને ત્યાંથી ઊભા થયા. આઝાદીની આગમાં ઝંપલાવવાની તેમણે પણ પ્રતિજ્ઞા લીધી.
આપણા આ ગુરુદેવે જ આપણું રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક...’ લખ્યું છે. જ્યારે જ્યારે આ ગીત આપણે લલકારીએ છીએ ત્યારે રાષ્ટ્રીય કવિવર રવીન્દ્રનાથ ટાગોરની યાદ આવી જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved