Last Update : 18-August-2012, Saturday

 

જમાઈરાજ નાહ્યા ?

- સાળીઓ નવાનવા તાજા બનેવીની મશ્કરીઓ કરતી હોય છે. પાણી માગે તો પાણીના પ્યાલામાં મીઠું મેળવી પાણી આપે. બૂટ ચંપલ સંતાડી દે. જમાઈ વિચારવા લાગ્યા, કોઈ સાળીએ તો ગમ્મત ખાતર કપડાં સંતાડી દીધાં નહિ હોય ?

આજે પહેલવહેલા નવાસવા જમાઈરાજ સાસરીએ આવ્યા હતા. બહાર કપડાં કાઢી સામેના બાથરૂમે નહવા બેઠા. બહાર કોઈ હતું નહિ. ત્યાં ટેવાએલ રમતાકૂદતાં બે કૂતરાં આવ્યાં. જમાઈએ કાઢેલ પેન્ટશર્ટ મોંમાં પકડી ખેંચાખેચ કરતાં ગોલગમ્મત કરતાં લઈને દૂરદૂર નીકળી ગયા. જમાઈ નાહીને રૂમાલ વીંટી બહાર આવ્યા. જોયું તો કપડાં નહિ મળે.
આજુબાજુ, ઘરમાં દૂરદૂર નજર કરી જોઈ. ક્યાંય કપડાં દેખાયાં નહિ, ઘરમાં ફક્ત સસરા એકલા જ હતા. તેમને તો પૂછાય નહિ.
સાળીઓ નવાનવા તાજા બનેવીની મશ્કરીઓ કરતી હોય છે. પાણી માગે તો પાણીના પ્યાલામાં મીઠું મેળવી પાણી આપે. બૂટ ચંપલ સંતાડી દે. જમાઈ વિચારવા લાગ્યા, કોઈ સાળીએ તો ગમ્મત ખાતર કપડાં સંતાડી દીધાં નહિ હોય ?
જમાઈરાજ બાથરૂમની બહાર ઊભાઊભા ચોર નજરે આજુબાજુ જોયા કરે છે. શરીર માથાના વાળ સૂકાઈ ગયા. કપડાં ક્યાંય જોવા મળતાં નથી. આ તો કહેવાય નહિ સહેવાય નહિ એવું બન્યું. પહેલે જ કોળિયે માખ.
ત્યાં ઘરમાંથી સસરા બહાર આવ્યા. સસરાને થયું, જમાઈ રૂમાલ વીંટાળી બાથરૂમ આગળ ઊભા છે. હજુ સ્નાન કર્યું લાગતું નથી. બાથરૂમે જોયું, ડોલ ખાલી હતી. જમાઈ સ્નાન માટે ક્યારનાય ઊભા છે. કોઈએ પાણી કાઢી આપ્યું નથી ? બધા ક્યાં ખોવાઈ ગયાં ? પોતે ગરમ પાણીની ડોલ બાથરૂમે મૂકી આવ્યા, જમાઈને નહાવા જણાવી બહાર ગયા.
જમાઈરાજ બીજીવાર નાહવા મનોમન બાથરૂમમાં પેઠા, ફજેતી ઢાંકવા મનોમન નાહી લીઘું. બહાર આવ્યા. અડધો કલાક બહાર ઊભા રહ્યા. કપડાંનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. બાલ શરીર ફરી સૂકાઈ ગયાં. ત્યાં બજાર ગએલ સાસુબા રસોઈ માટેનું સીઘુંસામગ્રી, શાકભાજી વગેરે લઈને આવ્યાં.
જમાઈને બાથરૂમ આગળ રૂમાલ વીંટાળી ઊભા જોઈ મનોમન બોલ્યાં, ઓહ !જમાઈ હજુ સુધી નાહ્યા નથી ? નાહવા તૈયાર થઈ ઊભા છે. કોઈએ પાણી કાઢી આપ્યું નહિ ?
પેન્ટ-શર્ટ કોઈ લઈ ગયું છે એવું જો કહે તો ફજેતો થાય. કોઈ સાળી મશ્કરી માટે લઈ ગઈ હશે, તો હમણાં આપી જશે. વિચારી સાસુને કંઈ કહ્યું નહિ.
સાસુએ પાણી કાઢી આપ્યું. મનોમન જમાઈરાજ ત્રીજીવાર સ્નાનાર્થે ગયા. સ્નાન કરી બહાર આવ્યા.
સગાઈ હમણાં જ થઈ છે. જમાઈ પહેલવહેલા જ વહુ જોવા આવ્યા છે. વહુ સાથે હજુ કંઈ વાતચીત થઈ નથી. અને સાળી કઈ, વહુ કઈ તેની પણ પૂરી ખાતરી થઈ નથી.
ત્યાં દૂરથી દરવાજે પેસતી એક સ્ત્રી દીઠી. તેના હાથમાં પોતાના કપડાં જોઈ જમાઈરાજના જીવમાં જીવ આવ્યો. થોડી શાંતિ થઈ. તે તો વહુ છે કે સાળી તે નક્કી કરી શક્યા નહિ. છતાં ઈશારો કરી બોલાવી.
તેના હાથમાં ફાડી નાખેલ પોતાનાં કપડાં દીઠા. સાળી હશે ગણી મનોમન ભાંડવા લાગ્યા. આવી તે મશ્કરી થતી હશે ! કપડાં ફાડી કેમ નાખ્યાં ? રોષે ભરાઈ બોલવા જતા ત્યાં....
આજુબાજુ નજર કરી લીધી, કોઈ જોતું તો નથી ને ? જમાઈ જોસથી બોલવા ગયા ત્યાં, ભાવિ પત્ની શાંતિથી બોલી, ‘‘આ કપડાં ક્યાં મૂક્યાં હતાં ? અહીંના કૂતરાં કોઈ વસ્તુ દીઠે નથી મૂકતાં. મોંમાં ઘાલી ખેંચતાણ કરી ફાડી નાખે છે.’’ ત્યારે જમાઈરાજને ખબર પડી કે પોતાની પત્ની છે.
જમાઈરાજ બોલ્યા, ‘‘હવે શું કરવું ?’’
તે સમજી હજુ સ્નાન કર્યું લાગતું નથી શરીર પણ એવું દેખાતું હતું કે નાહ્યા છતાં ન નાહ્યા જેવું. તેણે ફરી સ્નાન માટે પાણી કાઢી આપ્યું. બોલી, લો નાહી લો એટલામાં હું કપડાં માગી લાવું. પત્ની પડોશી ભાઈનાં કપડાં લેવા ગઈ. જમાઈ ન છૂટકે ચોથી વાર નહાવા પેઠા. નાહીને બહાર નીકળ્યા.
થોડીવાર થઈ ત્યાં ખબર મળી કે એક નજીકના સગા ગુજરી ગયા છે. ને જમાઈરાજને આજ પાંચમી વાર સ્નાન કરવું પડ્યું.
- કાન્તિલાલ જો. પટેલ

Share |
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved