Last Update : 18-August-2012, Saturday

 

વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મુંબઈ હાઈકોર્ટના ૧૫૦મા સ્થાપના દિન અને આઈઆઈટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૭
મુંબઈ હાઈકોર્ટના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલે શનિવારે યોજાનારા સમારોહમાં વડાપ્રધાન મનમોહન સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. જ્યારે આઈઆઈટીના ૫૦મા પદવીદાન સમારોહમાં પણ વડાપ્રધાન હાજર રહેશે.
હાઈ કોર્ટ અને આઈઆઈટીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડા પ્રધાન આજે સાંજે મુંબઈ આવી પહોંચ્યા ત્યારે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને પ્રદેશ અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ એરપોર્ટ ઉપર તેઓને આવકાર્યા હતા.
પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે વડા પ્રધાન સમક્ષ ઈન્દુ મિલની જમીન ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક માટે આપવા તેમ જ દુકાળ માટે કેન્દ્રની મદદ માટે રજૂઆત કરી હતી.
મુંબઈ હાઈકોર્ટની ૧૫૦મી જયંતીની ઉજવણી નિમિત્તે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વડાપ્રધાન ઉપરાંત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એચ.કાપડિયા, મહારાષ્ટ્રના રાજ્યપાલ કે. શંકરનારાયણ, મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, કેન્દ્રના કાયદા પ્રધાન સલમાન ખુરશીદ, એટર્ની જનરલ જી.ઈ. વહાણવટી ગોવાના રાજ્યપાલ બી.વી. વાંછુ અને ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારીકર હાજર રહેશે.
૧૪ ઓગસ્ટ ૧૮૬૨ના રોજ ઈન્ડિયન હાઈકોર્ટ એક્ટ ૧૮૬૧ હેઠળ મુંબઈ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. સાત ન્યાયાધીશો સાથે હાઈકોર્ટની કામગીરી શરૃ થઈ હતી અને સ્વતંત્રતા બાદ એમ.સી. ચાગલા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. બપોરે વડા પ્રધાન પવઈ સ્થિત આઈઆઈટી ૫૦મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
વડાપ્રધાનના સ્વાગત માટે પવઈ સ્થિત આઈઆઈટીના ફૂટબોલ મેદાનમાં હેલીપેડ બનાવવામાં આવ્યું છે.
વડાપ્રધાનના આગમન પૂર્વે આઈઆઈટી ના સમગ્ર પરિસરને સુંદર બનાવવામાં આવી રહ્યું છે અને તેનાથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
પદવીદાન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ કે. શંકરનારાયણ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ અને ઉદ્યોગપતિ અઝીઝ પ્રેમજી હાજર રહેશે.
વડા પ્રધાનની મુલાકાતને પગલે સમગ્ર શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved