Last Update : 18-August-2012, Saturday

 

શુક્રવાર ઇરાકીઓ માટે શુભ ના રહ્યો
ઉત્તર-મધ્ય ઇરાકમાં થયેલા શ્રેણીબધ્ધ બોંબ હુમલામાં ૨૮ જણનું મોત, અનેક જખ્મી

ઇદના તહેવારને ધ્યાનમાં રાખીને બાગ અને મસ્જિદો ખાતે ચુસ્ત બંદોબસ્ત

(એપી) બગદાદ,તા.૧૭
બળવાખોરોએ મધ્ય અને ઉત્તર ઇરાકમાં આજે કરેલા સંખ્યાબંધ હુમલામાં ૨૮ લોકો માર્યા ગયા હતા અને અન્ય ડઝનબંધી માણસો ઘવાયા હતા. સરકારની સત્તાને પડકારનારા સતત શ્રેણીબધ્ધ હુમલાઓ પૈકી આ છેલ્લામાં છેલ્લી ઘટના છે.
ત્રણ સપ્તાહો કરતા વધુ સમયગાળામાં આજનો દિવસ દેશ માટે સહુથી વધુ ઘાતક પુરવાર થયો હતો, જ્યારે સપ્તાહાંતની રજા માણવા માટે ભેગા થવાની તૈયારી કરતા પરિવારો પર બોંબ અને ગોળીઓનો વરસાદ વરસ્યો હતો. આનાથી લોકો ક્ષુબ્ધ થઇ ગયા હતા.
ઓગસ્ટના આંરભથી દેશભરમાં શરૃ થયેલા હિસાચારમાં ૧૨૦ થી વધુ માનવીના મોત થયા છે, જેનાથી છેલ્લા અમેરિકી દળોએ દેશ છોડયો એના આઠ માસમાં અલ-કાયદાના ઇરાકી ફ્રેન્ચાઇઝીના નેતૃત્વમાં રહેલા બળવાખોરો જીવલેણ પરિબળ બની રહ્યા હોવાનું સાબિત થયું છે.
આજના સહુથી વધુ જીવલેણ હુમલાઓ પૈકીનો એક બપોરે થયો હતો, જ્યારે ઇરાકના ઇત્તરી શહેર દાકવોઉકસ્થિત સ્થાનિક સલામતી દળોના વડા મથક પાસે કારબોંબ ફુટયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા બીજો એક બોંબ રોડ સાઈડ પર ફૂટયો હતો, જેમાં સાત પોલીસ કર્મીનું મોત થુયં હતું, જ્યારે અન્ય ૩૫ જણ ઘવાયા હતા, એમ પોલીસે જણાવ્યું.
બગદાદના ઈશાન શહેર અને મોટા ભાગે હુસૈનિયાહના સિટી પડોશી વિસ્તારમાં થયેલા અન્ય કારબોંબધડાકામાં વધુ સાત લોકો હોમાયા હતા, જ્યારે ૩૧ જણ ઘવાયા હતા.
ઈરાકી અધિકારીઓ સપ્તાહના છેડે આવી રહેલા મુસ્લિમોના પાક માસ રમઝાનની પૂર્ણાહુતિ સૂચવતા ઈદ-ઉલ-ફિત્રના તહેવારની રજા પહેલાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જાળવી રહ્યા છે. આ પ્રસંગે બગીચા, દરગાહ અને મસ્જિદ જેવા જાહેર સ્થળોએ લોકટોળાં એકત્ર થતા હોવાથી સત્તાવાળાઓ હિંસામાં આવતા સંભવિત ઉછાળાને ખાળવા માગે છે.
અમારાં સલામતી દળોને મળેલા ગુપ્તચર સંદેશા અનુસાર ત્રાસવાદી જૂથો ઈદ પહેલાં અને પછી હુમલો કરવા માટે આયોજનસહ તૈયારી કરી રહ્યા છે, એમ બગદાદની પ્રાંતીય પરિષદની સલામતી સમિતિના વડા અબ્દુલ કરીમ થારિબે જણાવ્યું. ઈદ દરમિયાન થનારી કોઈપણ ત્રાસવાદી પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવા માટે અત્રે તમામ પગલાં લીધા છે.
આંતરિક સલામતી બાબતોના મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે રજાના દિવસે સલામતી પગલાંના ભાગરૃપે સરકારી કચેરીઓ, બગીચા અને મસ્જિદો પાસે ચેક પોઈન્ટની સંખ્યા વધારી દેવાશે, જ્યારે અનેક માર્ગો બંધ કરાશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved