Last Update : 18-August-2012, Saturday

 

રિલાયન્સ પાવરને ૨૯,૦૦૦ કરોડ રૃપિયાનો અયોગ્ય લાભ ઃ કેગ

વધારાના કોલસાનો ઉપયોગ સમૂહની અન્ય પરિયોજનામાં કરવાની મંજૂરીથી થયેલો ફાયદો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
રિલાયન્સ પાવરને બિડ પ્રક્રિયા પછી આપવામા આવેલી રાહતની ટીકા કરતા કેગે જણાવ્યું હતું કે સાસણ વીજળી પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલ કોલસાની ખાણમાંથી વધારાના કોલસાના ઉપયોગ અનિલ અંબાણી સમૂહની અન્ય પરિયોજનાઓમાં કરવાની પરવાનગી આપવાથી આ સમૂહની રિલાયન્સ પાવરને ૨૯,૦૦૦ કરોડ રૃપિયાનો અયોગ્ય લાભ થયો. કેગના અહેવાલમાં સરકારના આ નિર્ણયની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે.
સંસદમાં આજે રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ પાવર લિમિટેડને સાસણ અલ્ટ્રા મેગા વીજળી પ્રોજેક્ટનો કરાર આપવામાં આવ્યા પછી સરકારે કંપનીને પરિયોજનાથી સંકળાયેલ ત્રણ ખાણોમાંથી વધારાના કોલસાનો ઉપયોગ અનિલ અંબાણી સમૂહની મધ્યપ્રદેશ સ્થિત ચિતરંગી પરિયોજના માટે કરવાની પરવાનગી આપી હતી.
કેગે સરકારને પ્રશ્ન કર્યો હતો કે સરકારી કંપની એનટીપીસીમાંથી છીનવી લઇને ત્રીજી ખાણ સાસણ પ્રોજેક્ટને શા માટે સોંપવામાં આવી? ૨૦૦૬માં યુનિટ દીઠ ૧.૧૯૬ રૃપિયાના દરે આરપીએલે મધ્યપ્રદેશમાં સાસણ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. રિલાયન્સ પાવરે યુનિટ દીઠ ૨.૪૫-૩.૭૦૨ રૃપિયાના દરે ચિતરંગી પરિયોજનાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. આ યોજના માટે સાસણ વીજળી પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલ ખાણોમાંથી કોલસો પૂરો પાડવામાં આવતો હતો.
કેગ અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા રિલાયન્સ પાવર લિમિટેડે(આરપીએલ) જણાવ્યું હતું કે વિશાળ મૂડી ખર્ચ અને એડવાન્સ કોલ માઇનિંગ ટેકનોલોજીનાં ઉપયોગને કારણે વધારાના કોલસાનો ઉપયોગ કરવો શક્ય બન્યુ હતું. આરપીએલે દાવો કર્યો હતો કે કોઇ પણ શરતોનો ભંગ કરવામાં આવ્યો નથી. બિડ ડોક્યુમેન્ટમાં વધારાના કોલસાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો સરકારને અધિકાર આપવામાં આવ્યો છે.
કેગે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયના કારણે પ્રોજેક્ટ ડેવલોપર(આરપીએલ)ને ૧૧,૮૫૨ કરોડ રૃપિયાની ચોખ્ખી વર્તમાન કિંમત સહિત ૨૯,૦૩૩ કરોડ રૃપિયાનો નાણાકીય લાભ થયો છે.

કઇ રીતે કંપનીઓને લાભ થયો
- પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયા સમયસર અમલી બનાવવામાં ન આવતા કેટલીક કંપનીઓને થયેલ ફાયદો
- વધારાના કોલસાનો ઉપયોગ સમૂહની અન્ય પરિયોજનામાં કરવાની મંજૂરી આપવામાં આવતા અનિલ અંબાણી જૂથની રિલાયન્સ પાવર કંપનીને ૨૯,૦૦૦૦ કરોડ રૃપિયાનો થયેલો ફાયદો
- સરકાર દ્વારા સમયસર બોલી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હોત તો સરકારની તિજોરીને થયેલ નુકશાન બચાવી શકાયો હોત.
- બોલી પ્રક્રિયા વગર કોલ બ્લોકની ફાળવણી કરવાથી એસ્સાર ગુ્રપ, જિન્દાલ, અદાણી, આર્સેલર મિત્તલ, ટાટા સ્ટીલ અને ભાસ્કર જૂથની ડીબી પાવર કંપનીને લાભ થયો
- દિલ્હી એરપોર્ટના વિકાસ માટે જીએમઆર જૂથની ડાયલ કંપનીને આપવામાં આવેલ જમીનમાંથી સરકારને ૧,૬૩,૫૫૭ કરોડ રૃપિયાની કમાણી થઇ શકી હોત.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved