Last Update : 18-August-2012, Saturday

 

'મોદી સરકારને ઘરે બેસાડો તો ગરીબી હટશે'

-કેશુભાઈ પટેલે બ્લોગમાં જણાવ્યું

 


-ગરીબ મેળાથી ગરીબી નહીં હટે...

ગાંધીનગર, શુક્રવાર
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે મોદી સરકારને ગરીબો યાદ આવે છે. ત્રણ દિવસમાં મોદી સરકાર અનેક ગરીબ મેળાઓ યોજવાની છે. ત્યારે ફાઈવસ્ટાર ગરીબ કલ્યાણ મેળાઓથી કે વિડિયો કોન્ફરન્સથી ગરીબી નહીં હટે, ગરીબી હટાવવા મોદી સરકારને તેમણે ઘરે બેસાડવાનો અનુરોધ કર્યો હતો.
કેશુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૭ની ચૂંટણીના ૧૫ દિવસ પહેલા ગુજરાત ભાજપે ''ગરીબી મુક્ત ગુજરાત'' બનાવવાનું વચન આપતો ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો. એ વખતે ભાજપે છાતી ઠોકીને કહ્યું હતું કે પાંચ વર્ષ પછી ગ્રામીણ ગુજરાતમાંથી ''ગરીબી રેખા નીચે'' શબ્દ સાંભળવા નહીં મળે. જો આ વચનોનું પાલન થયું હોત તો ગરીબ મેળા યોજવાની જરૃર ન પડત.
મોદી સરકારની ગરીબોની લાગણીનો ઉભરો હંમેશા રાજકીય હોય છે. તેમને ગરીબી હટે કે ગરીબો હટે કોઈ ફેર પડતો નથી. ૧૦ વર્ષમાં મોદી સરકારે સંખ્યાબંધ એવા નિર્ણયો લીધા કે ગરીબોની સંખ્યામાં વધારો થાય અને ગરીબોનો કામનો કોળિયો ઝુંટવાઈ જાય. પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ સભ્યના રીપોર્ટ મુજબ મોદી શાસનમાં ગરીબી વધી છે. ગિફ્ટ સિટી પ્રોજેક્ટ, કે જેમાં કોઈ નોંધપાત્ર ડેવલપમેન્ટ થયું નથી. ભાગીદાર કંપનીઓ ખસી ગઈ છે. તેમાં પણ સેંકડો ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લીધી છે. આ રીતે ખેતી કરીને જીવતા નિર્દોષ ખેડૂતોને ગરીબી તરફ ધકેલી દીધા. એ જ રીતે કચ્છમાં, દહેગામના લવાડ ગામમાં, માંડલના વિઠલાપુર અને આજુબાજુના ગામોમાં હજારો ખેડૂતોને જમીન વિહોણા બનાવી દીધા છે.
મોદી સરકારે માત્ર મોટા ઉદ્યોગો અને ચાર-છ ઉદ્યોગપતિઓ માટેનું વિકાસ-મોડેલ અમલમાં મુક્યું તેથી ગરીબી વધી છે. ગત્ ચૂંટણીમાં તમામ ઝૂંપડાવાસીઓને તથા ઘર વિહોણાઓને ઘર આપવાનું વચન નરેન્દ્ર મોદીએ પોતે આપ્યું હતું. આવા વચનો પાળ્યા હોત તો આટલી ખરાબ સ્થિતિ ના હોત.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved