Last Update : 18-August-2012, Saturday

 

લૂંટમાં'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ

-ભાસ્કરના કૌભાંડી માલિક રમેશ અગ્રવાલનું કોન્ટ્રાક્ટરને પ્રોત્સાહન

 

 

-'દિવ્ય ભાસ્કર'નું સીમકાર્ડ અને કારનો લૂંટમાં ઉપયોગ

અમદાવાદ, શુક્રવાર
નવા વાડજમાં ફાયરિંગ કરી આંગડિયાને લૂંટવાના પ્રજાએ નિષ્ફળ બનાવેલા પ્રયાસમાં 'દિવ્ય ભાસ્કર'નું સીમકાર્ડ અને કાર કબજે કરાતાં ચકચાર મચી ગઈ છે. એક મહીના અગાઉ બનેલી ઘટનામાં આજે પોલીસે 'દિવ્ય ભાસ્કર'ના કથિત કોન્ટ્રાક્ટર દિનેશ પટેલ સહીત ચારની ધરપકડ કરતાં આ ઘટસ્ફોટ થયો છે. મહેસાણામાં 'દિવ્ય ભાસ્કર'ની વસ્તુઓની હેરાફેરી કરતી કોન્ટ્રાક્ટરની કાર ઉપરાંત દિવ્ય ભાસ્કરના શૈલેન્દ્ર શર્મા (રાજકોટ)ના નામનું સીમકાર્ડ પણ કબજે કરવામાં આવ્યું છે. પ્રજાહીત અને અગ્રેસરના પોકળ દાવાઓ કરતાં 'દિવ્ય ભાસ્કર'ની આંતરિક બેકાબૂ પોલમપોલ સાથે પ્રજાવિરોધી પ્રવૃત્તિનો ધંધો ધમધોકાર ચાલતો હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. હવે તો એવી લોકચર્ચા છે કે- લૂંટફાટ કરનારને કોન્ટ્રાક્ટ આપવામાં 'દિવ્ય ભાસ્કર' અગ્રેસર છે. અખબારના નામે ગોરખધંધાનો 'પીળો પરવાનો' મેળવ્યો હોય તેમ સરકાર અને તંત્ર ઉપર પ્રભાવ પાડી 'ભાસ્કર' જૂથના માલિક રમેશચંદ્ર અગ્રવાલ એવા લોકોને જ પ્રોત્સાહન આપે છે કે જે સીધી કે આડકતરી રીતે લૂંટફાટ કરીને કમાય.
ગત તા. ૧૩ જૂલાઈએ નવા વાડજ ભરવાડવાસ પાસે પાર્થ ટાવરમાં આવેલી જય અંબે આંગડિયા પેઢીની ઓફિસમાં લૂંટના ઈરાદે ઘૂસેલા ત્રણ શખ્સોએ રાજેશ છગનભાઈ રાવલ ઉપર ફાયરિંગ કર્યું હતું. રાજેશભાઈ તથા કર્મચારીઓએ પ્રતિકાર કરી બૂમો પાડતાં ટોળાંએ વિપુલ વસાવા નામના શખ્સને પકડી પાડયો હતો. વિપુલ વસાવા પકડાયા પછી નારણપુરાના પી.આઈ. એન.ડી. સોલંકી અને ટીમે ઉંડી તપાસ શરૃ કરી હતી. પોલીસે ભરૃચ અને મહેસાણાના વધુ ચાર આરોપીઓને પકડી પાડયા છે.
પોલીસે ભરૃચના સિદ્દીક ઉર્ફે પિન્ટુ અબ્દુલ કરીમ ઘાંચીને રિવોલ્વર અને ૪ કારતુસ સાથે પકડી પાડયો હતો. આ ઉપરાંત, મહેસાણાના નિમેષ ઉર્ફે દાઉદ કનુભાઈ પટેલ, પ્રવિણસિંહ ઉર્ફે કાકા રામાજી ચાવડા તેમજ દિનેશ હસમુખભાઈ પટેલને પકડી પાડયા છે. પોલીસે સઘન તપાસ કર્યા બાદ દિનેશ પટેલ પાસેથી એક ઈકો કાર કબજે કરી છે. ઈકો કારમાં આગળ અને પાછળની નંબરપ્લેટ ઉપર 'દિવ્ય ભાસ્કર' અને 'પ્રેસ' પણ લખેલું હોવાથી પોલીસ ચોંકી ઉઠી હતી. એવી વિગતો ખૂલી છે કે, દિનેશ 'દિવ્ય ભાસ્કર'ની વસ્તુઓની કોન્ટ્રાક્ટથી હેરાફેરી આ કારમાં કરે છે. આંગડીયા લૂંટમાં અગાઉ પકડાઈ ચૂકેલા સિદ્દીક અને વિપુલ જેવા રીઢા આરોપીઓ સાથે 'દિવ્ય ભાસ્કર' લખેલી કારમાં નવા વાડજમાં આંગડિયાની રેકી કરાઈ હતી. આ ઉપરાંત, દિનેશ પાસેથી એક સીમકાર્ડ પણ કબજે કરાયું છે. દિવ્ય ભાસ્કર (રાજકોટ)ના શૈલેન્દ્ર શર્માના નામે ઈસ્યૂ કરાયેલું સીમકાર્ડ કથિત કોન્ટ્રાક્ટર દિનેશ વાપરતો હતો તેમ પોલીસ કહે છે. દિવ્ય ભાસ્કર તરફથી વોડાફોનના સી.યુ.જી. કનેક્શનથી ફાળવાયેલા સીમકાર્ડથી લૂંટારાઓએ વાતચિત કરી સુરત અને અમદાવાદમાં આંગડિયાને લૂંટવા નીકળ્યા હતા.
આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ની કાર અને સીમકાર્ડ પકડાતાં લોકોમાં અનેક ચર્ચાઓ શરૃ થઈ છે. પોકળ દાવા અને 'પ્રજાની મરજી'ની માત્ર વાતો કરતાં 'દિવ્ય ભાસ્કર'ના ઓઠાતળે પ્રજાવિરોધી પ્રવૃત્તિએ ચકચાર જગાવી છે. 'દિવ્ય ભાસ્કર'ના નામવાળી કારમાં નીકળીને લૂંટનું આયોજન કરનારાંમાં 'દિવ્ય ભાસ્કર'ની હેરાફેરી કરતા કોન્ટ્રાક્ટર શૈલેન્દ્ર શર્માના નામનું સીમકાર્ડ પણ મળ્યું છે. 'દિવ્ય ભાસ્કર'ના રમેશચંદ્ર અગ્રવાલની સીધી કે આડકતરી 'મરજી' હોય તો જ એવા અસામાજીક તત્વોને પ્રોત્સાહન અપાય છે કે જે પ્રજા વચ્ચે સારી નામનાનું નાટક કરીને લૂંટફાટ કરે. એવી ચર્ચા છે કે- ભાસ્કર જૂથના ચેરમેન રમેશ અગ્રવાલ સ્ટાફમિટીંગમાં સ્ટાફને એમ કહેતા રહ્યા છે કે, 'ઐસે આદમીઓ સે હી અખબાર ચલતા હૈ.' દિવ્ય ભાસ્કરના કૌભાંડી માલિક રમેશ અગ્રવાલની આ નીતિ આવા કોન્ટ્રાક્ટરો માટે પ્રોત્સાહનરૃપ બની રહી છે.
ગુટખામુક્તિ, જળબચાવો અભિયાન કે પછી વૃક્ષારોપણની લોકઝૂંબેશ જેવા નાટકિયાં લોકઆકર્ષણો જન્માવી પોતે સમાજહિતના મોટા હામી છે એવું દેખાડવાનો પ્રયાસ કરી અખબારી ધર્મ બજાવ્યાનાં બ્યૂગલ ફૂંકવા અને પછી એનો ગેરલાભ ઉઠાવી પાછલા બારણે સમાજવિરોધી કૃત્યો, પેંતરાબાજી આ અખબારી આચરી છે એ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. પ્રજાની મરજી'ના અખબારના નામે ગોરખધંધા આચરવામાં આવે અને પોલીસ કે તંત્ર ઉપર પ્રભાવ પાડવા પ્રયાસ કરવામાં આવે છે.

દિનેશ પટેલ માત્ર મહોરું, શૈલેન્દ્ર શર્મા કોણ છે?
* રીઢા અપરાધીઓ સાથે મળી આંગડિયા લૂંટની યોજનામાં સામેલ મહેસાણાનો દિનેશ પટેલ 'દિવ્ય ભાસ્કર'નો કોન્ટ્રાક્ટર હોવાની વિગતો પોલીસ તપાસમાં ખૂલી છે. દિનેશ પટેલે દિવ્ય ભાસ્કર લખેલી કારનો ઉપયોગ આંગડિયા લૂંટમાં કર્યો અને શૈલેન્દ્ર શર્માના નામે ઈસ્યૂ થયેલો મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. દિનેશ પટેલ માત્ર મહોરૃં છે? શૈલેન્દ્ર શર્મા કોણ છે? તે સ્પષ્ટ કરવા શૈલેન્દ્રનું નિવેદન લેવાશે તેમ પોલીસ કહે છે.

'દિવ્ય ભાસ્કર'ના દિનેશ સાથે બે નામચીન આરોપી
* નવા વાડજની આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના મોબાઈલ ફોન અને કાર સાથે પકડાયેલા દિનેશ હસમુખભાઈ પટેલ સાથે પકડાયેલા અમુક શખ્સો નામચિન આરોપીઓ છે. વિપુલ વસાવા અગાઉ ગાંધીનગર અને મહેસાણામાં આંગડિયા લૂંટ કરી ચૂક્યો છે. ફાયરિંગ કરનાર, રિવોલ્વર સાથે પકડાયેલા સિદ્દીક ઘાંચી વિરૃધ્ધ સંજાણમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે. તો, હજુ નહીં પકડાયેલા રવિ પ્રજાપતિ પાસે પણ બીજું હથિયાર હોવાની વિગત પોલીસને મળી છે. પોલીસ મેહુલ પટેલ અને રાજ સથવારાને પણ શોધી રહી છે.

સુરતમાં કરોડોની લૂંટની યોજનાઃ સૂત્રધાર કોણ?
* નવા વાડજમાં આંગડિયા લૂંટ પહેલાં 'દિવ્ય ભાસ્કર'નું સીમકાર્ડ અને કાર વાપરતો દિનેશ પટેલ, વિપુલ વસાવા અને સિદ્દીક ઘાંચી સહીતની ગેંગ કરોડોની આંગડિયા લૂંટની ટીપથી સૂરત ગયા હતા. પાંચ કિલો સોનુ, દોઢ કરોડ રૃપિયા મળશે તેવી આંગડિયા પેઢીના કર્મચારી મેહુલની ટીપથી સ્કોર્પિયો લઈ ગેંગ સુરત પહોંચી હતી. પણ, યોજના સફળ ન થતાં આ ગેંગ નવા વાડજ આવી હતી. 'દિવ્ય ભાસ્કર' લખેલી કારમાં નવા વાડજમાં આંગડિયાની રેકી અને સુરતમાં પણ આંગડિયા લૂંટની યોજના ઘડનાર આ ગેંગનો ખરો સૂત્રધાર કોણ? તેવો સવાલ પણ સર્જાયો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved