Last Update : 18-August-2012, Saturday

 

i

 

-લાશ ઘરમાં જ છોડી પતિ ફરાર

 

રાજકોટના મવડી દોઢસો ફૂટ રીંગ રોડ પરના સરસ્વતી નગરમાં રહેતી મંજુલાબેન નામની ૪૦ વર્ષની દલિત પરિણીતાની આજે બપોરે તેના ઘરમાંથી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં પતિ જેઠાભાઇ જાદવે જ ચારિત્ર્યની શંકા પરથી મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટ્ટસ્ફોટ થતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લેવા તજવીજ આદરી છે.

Read More...

 

i

 

-રૂ.૨ હજારમાં નકલી માર્કશીટ બનાવી અપાતું

 

રાજકોટમાં નકલી માર્કશીટ બનાવવાનું કૌેભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડ સરકારી શાળામાંથી નિવૃત થયેલા એક ક્લાર્ક દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ધોરણ ૮ની એલસી બનાવવા છટકું ગોઠવીને એક આરોપીને નકલી માર્કશીટ સાથે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

 

i

 

-પુરવઠા તંત્રએ ગેરકાયદે જથ્થો કબજે કર્યો

ગુજરાતમાં સીંગતેલના ભાવ ભળકે બળી રહ્યા છે ત્યારે તેલના વેપારીઓ દ્વારા તેલના કાળા બજાર કરવા સીંગતેલનો ગેર કાયદેસર રીતે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જેને લઇને પુરવઠા વિભાગે આવા વેપારીઓ પર વોચ રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગ રૃપે આજે સવારે રાજકોટથી ૧૨ લાખની કિંતનો સીંગતેલનો ગેરકાયદે જથ્થો પકડી પાડીને સીંગતેલ કબજે કર્યું છે.

Read More...

 

i

 

- સ્વાઇનફ્લૂના કારણે મોતનો પ્રથમ કિસ્સો

 

રાજકોટમાં છેલ્લા છ દિવસથી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફ્લૂ જેવા ગંભીર રોગની સારવાર હેઠળ રહેલા દર્દીનું શનિવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટમાં બાબરીયા કોલોેની પાપળા હોલ પાછળ રહેતા મનસુખભાઇ નાથાભાઇને સ્વાઇનફ્લૂની અસર થઇ હતી. જેના કારણે તેઓ રાજકોટની સિવિલ હોસિપટલમાં છેલ્લા છ દિવસથી સારવાર લઇ રહયા હતા. તેમનો સ્વાઇનફ્લૂ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો.

Read More...

 

i

 

- અવશેષો કૂવામાં ફેંકી દેવામાં આવ્યા

રાજકોટ જિલ્લાનાં ગોંડલ પાસેના પાંચીયાવદર ગામ ખાતે ત્રણ ઘેટાની બલિ ચઢાવવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે અને પોલીસ પણ આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરી છે. માતાજીની માંડવાની ધાર્મિક વિધિ દરમિયાન આ ઘટના થઇ હોવાની વાત જાણવા મળી રહી છે તો બીજી તરફ લોકો આ ઘટનાને તાંત્રિક વિધિ સાથે સંકળાયેલી હોવાનું પણ કહી રહ્યાં છે.

Read More...

 
 
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved