Last Update : 18-August-2012, Saturday

 

યુરો ઝોનની ઋણ કટોકટી હળવી થયાના અહેવાલ, આઇટી એક્વિઝીશને
આઇટી, એફએમસીજી, ઓટો શેરોમાં તેજી ઃ સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
મુંબઇ શેરબજારોમાં આજે ટ્રેડીંગની શરૃઆત યુરો ઝોનની ઋણ કટોકટીની ચિંતા હળવી થયાના અહેવાલે એશીયાના બજારોની રીકવરીની સાથે પોઝિટીવ થઇ હતી. ઓટો શેરો ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો સાથે આઇટી- સોફ્ટવેર શેરો ઇન્ફોસીસ ટેક્નોલોજીસ, ટીસીએસ, વિપ્રો તેમજ એફએમસીજી જાયન્ટ શેરો હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તેજીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૬૫૭.૨૧ સામે ૧૭૭૦૧.૨૦ મથાળે ખુલીને બપોરે ૧૨.૩૦ વાગ્યા નજીક ૧૪૪.૧૮ પોઇન્ટના ઉછાળે ૧૭૮૦૧.૩૯ની ઉંચાઇએ પહોંચી ગયો હતો. પરંતુ યુરોપના બજારો યુરો ઝોનની કટોકટી હળવી થવાના અહેવાલ છતાં સાધારણ સુધારાએ ખુલીને વધ્યામથાળે સાવચેતી બતાવતા અને ભારતમાં કોલસાની ખાણોની બીડીંગ-ઓક્શન રૃટથી ખાનગી ક્ષેત્રને ફાળવણી નહીં કરીને સરકારી તિજોરીને રૃા. ૧.૮૪ લાખ કરોડની નુકસાની થયાના કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો (સીએજી) રીપોર્ટ આવી જતાં જંગી કોલસા કૌભાંડના પદાફાર્શથી પાવર, કેપિટલ ગુડઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં મોટાપાયે વેચવાલી નીકળતા અને આરંભથી જ મેટલ શેરોમાં વેચવાલી જિન્દાલ સ્ટીલ સહિતમાં વધતા અને લાર્સન એન્ડ ટુબ્રોની નરમાઇ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ્રોફીટ બુકીંગ થતાં સેન્સેક્ષનો ઉછાળો ઝડપી ધોવાઇ ગયો હતો. જે બેકિંગ, પીએસયુ, ઓઇલ-ગેસ શેરોમાં પણ નરમાઇએ એક સમયે ૩૪.૫૯ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૭૬૨૨.૬૨ સુધી ગયો હતો. પરંતુ ઘટાડે ઇન્ફોસીસ, ટીસીએસમાં લેવાલી વધતા અને ટાટા મોટર્સ, સ્ટેટ બેંક, રિલાયન્સના ટેકાએ અંતે ૩૩.૮૭ પોઇન્ટ વધીને ૧૭૬૯૧.૦૮ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૪૦૦ની નજીક ૫૩૯૯.૯૫ થઇ પાછો ફર્યો ઃ નીચામાં ૫૩૪૨ થઇ અંતે ૫૩૬૬
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૬૨.૯૫ સામે ૫૩૬૮.૬૦ મથાળે ખુલીને શરૃઆતમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો સાથે ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો તેમજ હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસી, રેનબેક્સી લેબ, ભારતી એરટેલ, ડૉ. રેડ્ડીઝ લેબ.ની તેજીએ નિફ્ટી ૫૪૦૦ની લગોલગ ૫૩૯૯.૬૦ સુધી પહોંચી ગયો હતો. જે વધ્યામથાળે સીએજીના કોલસાના માઇનીંગ પરના જંગી નુકસાનીના વિવાદાસ્પદ રીપોર્ટને પગલે રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા. સહિત પાવર, મેટલ, માઇનીંગ ઇન્ફ્રા. શેરોમાં ધોવાણ તથા નિફ્ટી વધ્યામથાળેથી નીચામાં ૫૩૪૧.૭૦ સુધી ગબડી જઇ અફડાતફડીના અંતે ૩.૩૫ પોઇન્ટ વધીને ૫૩૬૬.૩૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી નજીકનો ટ્રેન્ડ ૫૩૨૦ સપોર્ટે પોઝિટીવ ઃ રેનબેક્સી, સેન્ચુરી ટેક્સ., કેઇર્નમાં ઘટાડે તેજીનું ધ્યાન
ટેક્નીકલી હજુ નિફ્ટી બેઝડ નજીકનો ટ્રેન્ડ ૫૩૨૦ નીચે બંધ ન આવે ત્યાં સુધી પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. ૫૩૨૦ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે. જ્યારે દરેક ઘટાડે એક્યુમીલેશનમાં રેનબેક્સી, સેન્ચુરી ટેક્સટાઇલ, કેઇર્ન એનર્જીમાં ધ્યાન તેજી બતાવાઇ રહ્યું છે.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ઉપરમાં ૬૩ બોલાઇ ૪૦.૦૫ ઃ ઓગસ્ટ ફ્યુચર ઉપરમાં ૫૪૨૩ થઇ ૫૩૮૩
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૨,૪૧,૩૬૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૫૦૪.૧૬ કરોડના ટર્નઓવરે ૫૩૮૨ સામે ૫૩૮૫.૦૫ ખુલી ઉપરમાં ૫૪૨૩.૬૦ સુધી જઇ પાછો ફરી નીચામાં ૫૩૫૧.૫૫ સુધી પટકાઇ અંતે ૫૩૮૩ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૬,૩૦,૨૬૭ કોન્ટ્રેક્સમાં રૃા. ૧૭૧૬૨.૪૫ કરોડના ટર્નઓવરે ૪૫.૧૦ સામે ૪૬ ખુલી ઉપરમાં ૬૩ થઇ નીચામાં ૩૦.૩૫ સુધી જઇ અંતે ૪૦.૦૫ હતો. નિફ્ટી ૫૩૦૦નો પુટ ૨૫.૫૫ સામે ૨૪.૫૫ ખુલી નીચામાં ૧૪.૫૫થી ઉપરમાં ૩૨.૫૦ સુધી જઇ અંતે ૨૧ હતો.
નિફ્ટી ૫૫૦૦નો કોલ ૧૩.૯૫થી ઉછળી ૨૦.૬૦ થઇ ૧૦.૬૫ ઃ ૫૨૦૦નો પુટ ૧૨.૨૦ થઇ ૭.૩૦
નિફ્ટી ૫૫૦૦નો કોલ ૪,૧૦,૦૮૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૩૦૫.૬૫ કરોડના ટર્નઓવરે ૧૩.૯૫ સામે ૧૩.૭૫ ખુલી ઉપરમાં ૨૦.૬૦ થઇ પાછો ફરી નીચામાં ૮.૧૦ થઇ અંતે ૧૦.૬૫ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૧૦.૨૦ સામે ૯.૯૦ ખુલી નીચામાં ૫.૫૦ થઇ ઉપરમાં ૧૨.૨૦ સુધી જઇ અંતે ૭.૩૦ હતો.
કોલસા માઇનીંગ ફાળવણીમાં સરકારને રૃા. ૧.૮૪ લાખ કરોડની નુકસાની ઃ પાવર પ્રોજેક્ટોના બીડીંગમાં પણ તરફેણ ઃ સીએજી રીપોર્ટ
કોમ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા (સીએજી) દ્વારા સરકારને ખાનગી કંપનીઓને કોલસાની ખાણો ઓક્શન- લિલામ વિના કરીને રૃા. ૧.૮૪ લખ કરોડની આવક નુકસાની થયાનો રીપોર્ટ રજૂ કરવા સાથે સરકારે મેગા પાવર પ્રોજેક્ટો માટે બીડસ ફાળવવામાં પક્ષપાતી વલણ અપનાવી અમુક ખાનગી કંપનીઓની તરફેણ કરી હોવાનો સીએજી રીપોર્ટ રજૂ કરાતા પાવર, મેટલ, માઇનીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં મોટી વેચવાલી નીકળી હતી.
રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા., અદાણી, જિન્દાલ ગુ્રપ શેરોમાં ધોવાણ
પાવર- કોલસા માઇનીંગ અંગે સીએજીના રીપોર્ટને પરિણામે ઘટનાર શેરોમાં રિલાયન્સ પાવર રૃા. ૫.૨૦ તૂટીને રૃા. ૮૭.૭૦, ટાટા પાવર રૃા. ૩.૭૫ ઘટીને રૃા. ૯૭.૩૫, અદાણી પાવર રૃા. ૧.૪૫ ઘટીને રૃા. ૪૨.૦૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૭.૨૫ ઘટીને રૃા. ૫૧૦.૯૫, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૧.૦૫ ઘટીને રૃા. ૪૯.૫૫, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૨૦.૫૫, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૨.૪૦ ઘટીને રૃા. ૧૧૭.૭૦, એબીબી રૃા. ૫.૪૫ ઘટીને રૃા. ૭૬૪.૧૦, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૨૧.૮૫ ઘટીને રૃા. ૧૪૫૨.૬૫ રહ્યા હતા. બીએસઇ પાવર ઇન્ડેક્ષ ૩૧.૧૬ પોઇન્ટ ઘટીને ૧૯૨૭.૨૮ અને કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૮૬.૫૭ પોઇન્ટ ઘટીને ૧૦૦૪૭.૯૧ રહ્યો હતો. જિન્દાલ ગુ્રપના શેરોમાં જિન્દાલ સ્ટીલ રૃા. ૧૬.૮૫ ઘટીને રૃા. ૪૦૨.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૭.૬૫ તૂટીને રૃા. ૭૨૧.૪૫ રહ્યા હતા. અદાણી પોર્ટસ રૃા. ૩.૭૫ ઘટીને રૃા. ૧૨૩.૭૫, અદાણી એન્ટરપ્રાઇસીઝ રૃા. ૭.૫૦ ઘટીને રૃા. ૧૮૩.૨૦, રહ્યા હતા. રિલાયન્સ કેપિટલ રૃા. ૬.૭૫ ઘટીને રૃા. ૩૫૨.૧૦ રહ્યા હતાં.
એફએમસીજી શેરોમાં ફરી તેજી ઃ હિન્દુસ્તાન યુનીલીવર ઉછળી રૃા. ૫૦૨ ઃ આઇટીસી, યુબી ગુ્રપ શેરો વધ્યા
એફએમસીજી જાયન્ટ શેરોમાં આજે ફરી ફંડોની સુરક્ષીત રોકાણ વિકલ્પે લેવાલી નીકળતા હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૭.૫૫ વધીને રૃા. ૫૦૨.૧૦, આઇટીસી ગઇકાલે ઓસ્ટ્રેલીયાએ સિગારેટ પર કંપનીના લોગો પર પોતાના દેશમાં પ્રતિબંધની જેમ વિશ્વભરમાં પ્રતિબંધની હાકલ કરતા નેગેટીવ અસરે ઘટયા બાદ આજે ઘટાડે લેવાલીએ રૃા. ૩.૭૦ વધીને રૃા. ૨૬૧.૮૫, યુનાઇટેડ સ્પિરીપ્સ રૃા. ૧૧.૪૫ વધીને રૃા. ૯૨૨.૨૫, યુનાઇટેડ બ્રીવરીઝ રૃા. ૬.૭૫ વધીને રૃા. ૫૭૫.૪૦, ગોદરેજ કન્ઝ્યુમર રૃા. ૫.૬૦ વધીને રૃા. ૬૩૮.૯૫, ટાટા ગ્લોબલ રૃા. ૧.૧૦ વધીને રૃા. ૧૩૪.૭૦, નેસ્લે ઇન્ડિયા રૃા. ૨૯.૧૦ વધીને રૃા. ૪૪૫૯.૯૫ રહ્યા હતાં.
ટીસીએસે ઉભરતી આઇટી કંપની હસ્તગત કરી ઃ ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો ઉંચકાયા
ડોલરની મજબૂતી સાથે આઇટી- સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે ટીસીએસ દ્વારા રૃા. ૧૦,૫૦૦ કરોડમાં સીએએલ નવી ઉભરતી આઇટી કંપનીને હસ્તગત કરવાનું જાહેર કરાતા શેરમાં શરૃઆતથી જ ફંડોની લેવાલીએ રૃા. ૧૪.૬૫ વધીને રૃા. ૧૨૭૭.૪૫, ઇન્ફોસીસ રૃા. ૩૭.૧૫ વધીને રૃા. ૨૩૫૧.૪૦, વિપ્રો રૃા. ૪.૧૦ વધીને રૃા. ૩૫૩.૬૫, ટેક મહિન્દ્રા રૃા. ૨.૦૫ વધીને રૃા. ૮૪૭.૭૦, એચસીએલ ટેક્નો રૃા. ૫૫૭.૯૦ રહ્યા હતાં.
ટાટા મોટર્સ, મહિન્દ્રા મહિન્દ્રા, મારૃતી સુઝુકી, બજાજ ઓટોમાં લેવાલી
ઓટોમોબાઇલ શેરોમાં ટાટા મોટર્સ દ્વારા ટોચના મેનેજમેન્ટમાં તાજેતરમાં સાથે જનરલ મોટર્સના ભૂતપૂર્વ સીઇઓની નિમણૂક કરવા ઉપરાંત જુલાઇમાં ટાટા મોટર્સ ગુ્રપનું વાહનોનું વૈશ્વિક વેચાણ ૨૧ ટકા વધીને ૧,૦૧,૬૦૫ વાહનોનું થતાં, જેમાં પેસેન્જર વાહનોનું વેચાણ ૪૫ ટકા વધીને ૫૩૮૨૯ થતાં શેરમાં લેવાલીએ રૃા. ૫ વધીને રૃા. ૨૪૦.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું જુલાઇમાં વેચાણ વૃદ્ધિ સાથે ચોથા ત્રિમાસિકનો કોન્સોલિડેટેડ નેટ નફો ૫૫ ટકા વધીને રૃા. ૧૦૨૬.૪૦ કરોડ અને કુલ આવક ૨૩.૭ ટકા વધીને રૃા. ૧૭૬૭૦ કરોડ થતાં શેરમાં આકર્ષણે રૃા. ૪.૧૦ વધીને રૃા. ૭૬૭.૧૦, મારૃતી સુઝુકી રૃા. ૪.૬૫ વધીને રૃા. ૧૧૭૭.૦૫, બજાજ ઓટો રૃા. ૬.૩૦ વધીને રૃા. ૧૬૯૬.૫૦ રહ્યા હતાં.
સુરક્ષીત રોકાણ વિકલ્પે ફાર્મા શેરોમાં ફંડો લેવાલ ઃ રેન બેક્સી, લુપીન, ઓપ્ટો, વોખાર્ટ વધ્યા
ફાર્મા- હેલ્થકૅર શેરોમાં પણ ફંડોએ સુરક્ષીત રોકાણ વિકલ્પે વેલ્યુબાઇંગ વધારતા રેનબેક્સી લેબ. રૃા. ૪.૮૦ વધીને રૃા. ૫૧૫.૦૫, વોખાર્ટ રૃા. ૨૬.૩૫ વધીને રૃા. ૧૨૯૮.૬૫, ઓપ્ટો સર્કિટસ રૃા. ૪ વધીને રૃા. ૧૪૭.૪૫, સ્ટ્રાઇડ આર્કોલેબ રૃા. ૨૨.૧૦ વધીને રૃા. ૮૧૬.૯૫, લુપીન રૃા. ૧૪.૭૫ વધીને રૃા. ૫૭૧.૧૫, અસ્ટ્રાઝેનેક ફાર્મા રૃા. ૩૧.૯૦ વધીને રૃા. ૧૬૪૨.૦૫, બાયોકોન રૃા. ૨.૪૫ વધીને રૃા. ૨૪૮.૪૫, ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૧૬.૪૫ વધીને રૃા. ૧૬૭૦.૦૫ રહ્યા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved