Last Update : 18-August-2012, Saturday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૫ ઓગસ્ટથી મંગળવાર ૨૧ ઓગસ્ટ સુધી

 

રહસ્યમય કાર્ડ-ટેરટનો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ક્વીન ઓફ વૉન્ડસ માથે તાજ પહેરી રાજાશાહી પોશાકમાં સુંદર વસ્ત્ર પરિધાન કરી બેેેઠેલી રાણીનું દર્શાવાયેલું ચિત્ર તમારા જીવનસાથી અને સ્ત્રી વ્યક્તિનું વર્ચસ્વ નોંધપાત્ર નિર્ણયો લેવામાં અગત્યનો ભાગ ભજવવાનું સૂચવી જાય છે. કુટુંબમાં વડિલ સ્ત્રી વ્યક્તિઓનું માનસન્માન જાળવવાનું રહેશે. સ્વઆરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૨૦. ૨૧. શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - સીક્સ ઓફ સ્વૉર્ડસ પર્વતોની વચ્ચે વહી રહેલી નદીમાં પસાર થઈ રહેલી નાની હોડીનું દર્શાવાયેલું ચિત્ર તમારી આવડત, હોંશિયારી તથા બુદ્ધિનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી વર્તમાન સમસ્યાઓને ઊકેલી શકવાનું સૂચવી જાય છે તથા તે અંગે ટુંકી મુસાફરીનો યોગ ઊદ્‌ભવશે. જીવનસાથીના આરોગ્ય માટે કાળજી રાખવી. અણધાર્યા વઘુ પડતા ખર્ચાઓ થશે. તા. ૧૫. ૧૬. ૧૭. શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ડેથ સંપૂર્ણ હાડપંિજરવાળુ માનવ શરીર દર્શાવાયેલું ચિત્ર તમારી વર્તમાન પરિસ્થિતિમાં નવાં ફેરફારો ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૂઆત થશે. સંતાનો સાથે વાદવિવાદમાં ના ઊતરવું. સ્વજનો સાથે કડવાશ ઊભી થઈ શકે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. તા. ૧૮. ૧૯. શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - કીંગ ઓફ કપ્સ ઊંચા સંિહાસન પર રાજાશાહી વાદળી રંગના પોશાકમાં બિરાજમાન રાજાનું દર્શાવાયેલું ચિત્ર સતતાધીશ વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું અને તમારા માનસન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. દૂર વસતા સ્નેહીજનોને મળવાનું થશે. નવા કાર્યોની શરૂઆત કરી શકશો. તા. ૧૫. ૧૬. ૧૭. ૨૦. ૨૧. શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ટુ ઓફ વૉન્ડસ વિશાળ ઊંચા દરવાજાની બંને બાજુએ પ્રજ્વલિત જ્યોત તમારી મુશ્કેલીઓમાં માર્ગ મેળવી શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારા પુરૂષાર્થ થકી નાની મોટી સમસ્યાઓના નિરાકરણ અંગે નિર્ણય લઈ શકાશે. સ્થાન પરિવર્તન થાય. સ્વઆરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૧૮. ૧૯. શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ફાઈવ ઓફ સ્વૉર્ડસ હવામાં ફંગોળાયેલી પાંચ તલવારોનું દર્શાવાયેલું ચિત્ર તમે કોઈ મહત્ત્વનાં કાર્યને ઊકેલી શકવાનું અથવા તો તેને અઘૂરું છોડી શરણાગતિ સ્વીકારી લેવાનું સૂચવી જાય છે. માનસિક રીતે હતાશા અનુભવી રહ્યા હશો તેનો ઊકેલ મેળવી શકાશે. નાણાંકીય બાબતો મહત્ત્વની બનશે. તા. ૧૫. ૧૬. ૧૭. ૨૦. ૨૧. શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - પ્રિન્સ ઑફ સ્વૉર્ડસ હાથમાં તલવાર સાથે ઘોડા પર સવાર સુંદર રાજકુમારનું દર્શાવાયેલું ચિત્ર તમારી વર્તમાન પરિસ્થિતિમાં સુધારો થવાનું અને શુભ સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. એકાદ પ્રસંગ તમારા માન સન્માનમાં વધારો કરશે. તમારી આવડત-હોંશિયારીને દર્શાવી શકવાની તક પ્રાપ્ત થશે. તા. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ચાર કલાત્મક કાચના પ્યાલાઓનું દર્શાવાયેલું ચિત્ર નવાં કાર્યોની સફળતા માટે પ્રયત્ન કરવા સૂચવી જાય છે. તમારી આસપાસ ઊંડાણપૂર્વક શોધ કરવાથી તક નજર સામે જોવા મળશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હશો તેનો ઊકેલ મેળવી શકશો. ખર્ચાઓ વઘુ થશે. તા. ૧૮. ૧૯. ૨૦. ૨૧. શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ટુ ઓફ સ્વોર્ડસ ફોસમાં અરસપરસ બે તલવારોનું દર્શાવાયેલું ચિત્ર કોઈની પણ સાથેના વાદ વિવાદમાં ન ઊતરવા તથા તમારી હાલની સમસ્યાઓના નિરાકરણમાં સમાધાનકારી વલણ અપનાવવા સૂચવી જાય છે. આવેશમાં કોઈ નિર્ણયો ન લેવા. સંતાન સંબંધી આકસ્મિક ખર્ચાઓ આવશે. તા. ૨૦. ૨૧. શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ટેન ઓફ સ્વૉર્ડસ તંબુની આસપાસ ઊભી કરાયેલી દસ તલવારોનું દર્શાવાયેલું ચિત્ર કોઈ મહત્ત્વનાં નિર્ણય માટે દ્વિધા રહેવાનું સૂચવી જાય છે. વર્તમાન પરિસ્થિતિમાં નવાં ફેરફારો અંગે તક મળશે. પરંતુ તમારા માટે નિર્ણય લેવો કઠિન બનશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર લાભદાયક નીવડશે. નાણાંકીય બાબતો અગત્યની બનવા પામશે. તા. ૧૫. ૧૬. ૧૭. શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુન ભાગ્યચક્રનું સુંદર દર્શાવાયેલું ચિત્ર તમારા વર્તમાન સમયમાં નવાં લાભદાયક ફેરફારો ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. તમારા અવરોધાત્મક કાર્યોનો ઉકેલ આવશે. ભાઈબ્હેનો સાથેના સંબંધોમાં કોઈ તકલીફ ઉદ્‌ભવી હોય તો તેનું સુખદ નિરાકરણ થશે. વિદેશ જવા કાર્યવાહી કરી રહ્યા હોય તેઓને સફળતા પ્રાપ્ત થશે. તા. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - થ્રી ઓફ વૉન્ડસ દૂર દરિયામાં પસાર થઈ રહેલી સઢવાળી બોટનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે દરિયાઈ મુસાફરી થઈ શકવાનું અને તે લાભદાયક બની શકવાનું સૂચવી જાય છે. દરિયાપાર વેપાર કરી રહ્યા હોય તેઓના માટે ફાયદાકારક પરિસ્થિતિ ઉદ્‌ભવશે. આકસ્મિક ધનલાભ મેળવી શકશો. કૌટુંબિક પ્રગતિ જોવા મળશે. તા. ૧૮. ૧૯. ૨૦. ૨૧. શુભ.

- ઇન્દ્રમંત્રી

 

ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલનનો વર્તમાન સમય

તાજેતરમાં ડર્ટી અને કહાની ફિલ્મમાં ખૂબજ પ્રશંસનીય અભિનય આપનાર સોશિયોલોજી સાથે ગ્રેજ્યુએટ થયેલી ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને મ્યુઝિક વીડીયો તથા ટેલિવિઝન શૉથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તથા ૨૦૦૫માં પરિણિતા ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી જેણે બેસ્ટ એક્ટ્રેસ તરીકે નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મફેર એવોર્ડ તેમજ સ્ક્રીન એવોર્ડસ મેળવીને ખૂબજ ખ્યાતિ પ્રાપ્ત કરી છે જેની જન્મકુંડળી દ્વારા જ્યોતિષની દ્રષ્ટિએ વર્તમાન સમય વિશે ગ્રહોની દ્રષ્ટિએ અવલોકન કરતા જણાવી શકાય કે ૧ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ સંિહ લગ્નમાં જન્મેલ વિદ્યા બાલન હાલમાં રાહુ મહાદશામાં પસાર થઈ રહેલી છે જેનો રાહુ તુલા રાશિમાં કુંડળીના ત્રીજા સ્થાને જન્મનાં ગુરૂની દ્રષ્ટિમાં બળવાન હોવાથી લોકપ્રિયતાના યોગ ઉદ્‌ભવેલા છે. લગ્નેશ સૂર્ય કર્મેશ શુક્ર સાથે ગુરૂની પ્રતિયુતિમાં હોવાથી અભિનય ક્ષેત્ર તેની કારકિર્દી માટે શુભ ફળદાયક બન્યું તથા હાલમાં તુલા રાશિમાં સપ્તમેશ તરીકે શનિ પોતાની ઊચ્ચની રાશિમાં ત્રીજા સ્થાને જન્મનાં રાહુ સાથે ગુરૂની દ્રષ્ટિમાં પસાર થઈ રહ્યો હોવાથી નવેમ્બર ૨૦૧૪ સુધીમાં વઘુ સિઘ્ધિ મેળવશે અને દિન પ્રતિદિન લોકપ્રિયતામાં વધાર થશે જેમાં ૨૩ ડિસેમ્બર ૨૦૧૨થી તુલા રાશિમાં પ્રવેશતો રાહુ અને ૩૧ મે ૨૦૧૩થી ૩૧મે ૨૦૧૪ સુધી મિથુન રાશિમાં પસાર થનાર ગોચરનો ગુરૂ ખૂબજ સારી સફળતા અપાવશે જેની લોકપ્રિયતા પ્રશંસનીય બનશે. સંભવતઃ આ સમયમાં રાજકારણ સાથે સંકળાવાની તક મેળવશે. નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૨ અને જૂલાઈથી સપ્ટેમ્બર ૨૦૧૩ તેના ભાગ્ય પરિવર્તન માટે શુભફળદાયક બનશે. આમ છતાં ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ થી ૮ જાન્યુઆરી ૨૦૧૪ દરમ્યાન રાહુ મઘ્યે મંગળની અન્તર્દશામાં કેટલાક વિવાદોમાં ઘેરાવાનું આવશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved