Last Update : 18-August-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૮-૦૮-૨૦૧૨, શનિવાર
અધિક ભાદરવો મહિનો શરુ
શહેનશાહી પારસી વર્ષ ૧૩૮૨ પ્રારંભ- પતેતી
શનિવારે માસારંભ - અશુભ સંકેતના એંધાણ ?

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

 

અમદવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૬ મિ. (સૂ) ૭ ક. ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની સંિહ (મ. ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મઘા સાંજના ૭ ક. ૦૩ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સંિહ, મંગળ - તુલા, બુધ - કર્ક, ગુરૂ - વૃષભ, શુક્ર - મિથુન, શનિ - તુલા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - સંિહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન ઃ વર્ષા ૠતુ, રા. દિ. ઃ શ્રા. ૨૭, માસ- તિથિ- વાર અધિક ભાદરવા સુદ એકમને શનિવાર. - અધિક ભાદરવો મહિનો શરુ, ભક્તિ- પૂજા- પ્રાર્થનાનો મહિનો, - ચંદ્રદર્શન- યજ્ઞ ઇષ્ટિયાગ, - પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨નો પ્રારંભ પતેતી પર્વ. સર્વે પારસી બંઘુઓને પતેતી પર્વની શુભેચ્છાઓ - ગ્‌ઙહ્લ્‌ેંપ્ૠન્ેંઽપ્ ષ્‌વ્પ્ ેંઝવ્પ્ૠવ્ઽ થ બે ભાદરવા છે તેથી ખેતી સારી થાય ! - શનિવારે માસારંભ, પાંચ શનિવાર- રવિવાર અશુભ સંકેતના એંધાણ - દેશમાં તેમજ વિશ્વમાં કુદરતી આપત્તિ, વિનાશ રાજકીય ચહલપહલ વિવાદ છત્રભંગ, નેતાને પ્રજાને પીડા.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ રમજાન માસનો ૨૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨નો પ્રારંભ પતેતી. ફરવરદીન માસનો પ્રથમ રોજ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજથી અધિક ભાદરવો મહિનો શરુ થાય છે તેથી નોકરી- ધંધાના કામમાં હળવાશ રાહત રહે, વધારાનું કામ થાય.

 

વૃષભ ઃ અધિક ભાદરવા મહિનાના પ્રારંભે આજે આપના ઘરે પરિવાર, સગા- સંબંધી મિત્રવર્ગના, નોકરી ધંધાના કામ અંગે ચંિતા રહે.

 

મિથુન ઃ આજથી અધિક ભાદરવો મહિનો શરુ થતા આપના રોજીંદા કામમાં વ્યસ્ત રહો. નોકરી- ધંધાના કામમાં વઘુ ઘ્યાન આપવું પડે.

 

કર્ક ઃ આપના કૌટુંબિક, વ્યવહારિક, સામાજિક કામમાં આજથી અધિક ભાદરવો મહિનો શરુ થતા રૂકાવટ ચંિતા, વિલંબ અનુભવાય.

 

સંિહ ઃ અધિક ભાદરવા મહિનાના પ્રારંભે આજે આપ હળવાશ રાહત અનુભવો, વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો.

 

કન્યા ઃ આજથી અધિક ભાદરવો મહિનો શરુ થતા આપના નોકરી- ધંધાના ઘર પરિવારના કુટુંબના કામમાં ચંિતા અનુભવાય.

 

તુલા ઃ અધિક ભાદરવા મહિનાના પ્રારંભે આજે આપને આનંદ ઉત્સાહ રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ, આનંદ જણાય.

 

વૃશ્ચિક ઃ આજથી અધિક ભાદરવો મહિનો શરુ થતા આપને આપના નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે, રૂકાવટ પછી કામ ઉકેલાય.

 

ધન ઃ અધિક ભાદરવા મહિનાના પ્રારંભે આજે આપના રોજીંદા કામમાં નોકરી- ધંધામાં ઘ્યાન આપી શકો. ધંધો- આવક થાય.

 

મકર ઃ આજે અધિક ભાદરવા મહિનાના પ્રારંભે આપના રોજીંદા કામમાં ઘ્યાન રાખવું પડે. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું.

 

કુંભ ઃ આપના રોજીંદા કામમાં અધિક ભાદરવા મહિનાના પ્રારંભે વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરો પરંતુ ચંિતા ઉચાટ ઉપાધિ રહ્યા કરે.

 

મીન ઃ અધિક ભાદરવા મહિનાના પ્રારંભે ધર્મકાર્ય થાય, વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે, તબિયત સાચવવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૮-૦૮-૨૦૧૨, શનિવાર

અધિક ભાદ્રપદ માસના પ્રારંભે આજની તારીખે શરુ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ઉત્તરોત્તર કાર્યસફળતા, પ્રગતિમાં વધારો કરનારું રહે, પુત્ર- પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ લગ્ન, નોકરી- ધંધાના પ્રશ્ન ઉકેલાતા આપ હળવાશ, રાહત અનુભવો

 

વિશેષમાં - વર્ષારંભથી વર્ષના મઘ્યભાગ સુધી બુધ નોકરી- ધંધાના કામમાં ઉતાવળિયો, જોખમી કોઈ નિર્ણય લોભ- લાલચમાં કરવો નહીં.

 

- મકાન- વાહન- મીલ્કતના પ્રશ્નમાં ચંિતા- ઉચાટ રહે, સંયુક્ત પરિવાર, મિલ્કતના પ્રશ્નમાં તકલીફ અનુભવાય. - પત્ની- સંતાનના નસીબ ભાગ્યથી આવકમાં, સુખ સંપત્તિમાં, યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય.

 

- સ્ત્રી વર્ગને માતૃપક્ષની ચંિતા રહે પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં અવિવાહિતને વિવાહ- લગ્નનો પ્રશ્ન ઉકેલાય પતિ સંતાન સુખમાં વૃદ્ધિ જણાય.

 

- વિદ્યાર્થી વર્ગને ભણવામાં વર્ષારંભે ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ સવારે ઉઠીને બધે તપાસ કરી આવીને પપ્પા છગનને પૂછવા લાગ્યો, ‘‘પપ્પા, પપ્પા, તમે મને મારા બર્થડે ઉપર સાયકલ લઈ આપેલી એ જડતી નથી.’’
‘‘બેટા,’’ છગને કહ્યું, ‘‘એ તો મેં વેચી દીધી.’’
‘‘કેમ, વેચી દીધી ?’’ લલ્લુ બોલ્યો.
‘‘તારી બર્થડે પાર્ટીનું બીલ ચુકવવા...’’ છગને કહ્યું.

[Top]
 

આજ ની રેસીપી

સૂપ-સિઝલર-ટોસ્ટ-નાનખટાઈ

સ્પેશિયલ નાનખટાઈ

 


સામગ્રી ઃ ૧/૨ મેંદો, ૧/૪ કપ રવો, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ મિક્સ સૂકા મેવાનો પાઉડર, ૧/૩ કપ દળેલીખાડ, ૧/૩ કપ માખણ, ૨ મોટી ચમચી ખસખસ, ૧/૪ ચમચી બેકંિગ પાવડર, ૨ ચમચા દૂધ.

 

રીત ઃ સૌ પ્રથમ માખણમાં ખાંડ મિક્સ કરી હળવા હાથે ખૂબ ફીણો. પછી તેમાં સૂકા મેવાનો પાવડર તથા દૂધ મિક્સ કરી નાના નાના ગોળા વાળી લો. હને મેંદો, રવો, ચણાનો લોટ, બેકંિગ પાવડર તથા બાકીની સામગ્રી મિક્સ કરી તેના લીંબુ જેવડા ગોળ વાળી લો. પછી દરેક ગોળાને મૂકી ફરી ગોળો વાળી લો. પછી ઉપર ખસખસ છાંટી પહેલેથી ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને બેક કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved