Last Update : 17-August-2012, Friday

 

... તો તમે ચોક્કસ ગુજરાતી છો !

- મન્નુ શેખચલ્લી
આજકાલ આખા ઇન્ડિયાના મિડીયાની નજર ગુજરાત પર છે કારણ કે ગુજરાતમાં ચૂંટણીઓ આવવાની છે ! (ક્યારે ? અરે, છેક ડિસેમ્બરમાં !)
પરંતુ અમારી નજર ગુજરાત કરતાં ગુજરાતીઓ પર વધારે છે. વાંચો અમારાં કેટલાંક ચબરાક નીરીક્ષણ...
* * *
જો તમે આજકાલ શેરબજારની જેટલી ચર્ચા કરો છો એના કરતાં વઘુ ચર્ચા વરસાદની કરતા હો....
... તો તમે ચોક્કસ ગુજરાતી છો !
* * *
જો તમારી વાતોમાં ‘મોદી’નું નામ પડતાં જ અચાનક ગરમી આવી જતી હોય અને ‘ઓલિમ્પિક્સ’નું નામ પડતાં જ ઠંડી પડી જતી હોય તો....
... તો તમે ચોક્કસ ગુજરાતી છો !
* * *
જો રાજ ટ્રાવેલ્સવાળા લલિત શેઠની આત્મહત્યાની વાત નીકળતાં જ તમે તરત કહો કે ‘અરે બોસ, હું પણ એકવાર રાજ ટ્રાવેલ્સની ટુરમાં ગયેલો...’
... તો તમે ચોક્કસ ગુજરાતી છો !
* * *
જો તમે ૧૦-૧૫ લાખની સંપત્તિના માલિક હો, છતાં સાત-આઠ દહાડા પહેલાં જન્માષ્ટમીની રાતે થયેલો ૩,૭૪૫ રૂપિયાનો ‘લૉસ’ જો તમને હજી પણ પીડા આપતો હોય તો...
... તો તમે ચોક્કસ ગુજરાતી છો !
* * *
શ્રાવણ મહિનામાં તમે ફરાળી એકટાણું કરતા હો, રોજ સવારે મંદિરે જતા હો, દાઢી વધારી હોય અને અગિયારસના પાકા ઉપવાસ પણ કરતા હો છતાં, જો ઓમલેટની લારી પાસેથી પસાર થતાં એની સુગંધ વડે તમારા મોંમાં પાણી આવી જતું હોય તો....
... તો તમે ચોક્કસ ગુજરાતી છો !
* * *
‘૩૦ મિનીટમાં ડીલીવરી નહિ, તો પિઝા ફ્રી’ વાળી સ્કીમમાં તમે જાણીજોઇને તમારા ઘરનું સરનામું અઘુરું અને ગડબડીયું લખાવવાની તરકીબ લગાડતા હો...
... તો તમે ચોક્કસ ગુજરાતી છો !
* * *
જો અમદાવાદ-ન્યુયોર્ક, મુંબઇ-બેંગકોક કે સુરત-દૂબઈની ફલાઇટમાં પણ તમે તમારી જોડે થેપલાં, ઢેબરાં અને છુંદાનો નાસ્તો વિમાનમાં બેસીને ખાવા માટે લઇ જતા હો....
... તો તમે ચોક્કસ ગુજરાતી છો !
* * *
જો ‘ગેંગ્સ ઑફ વસેપુર’ જેવી ફિલ્મો તમે ‘સાલી, ગાળો સાંભળવાની મજ્‌ઝા આવે છે !’ એમ કહીને જોવા જતા હો ....
... તો તમે (સુરત સિવાયના) ગુજરાતી છો !
* * *
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved