Last Update : 17-August-2012, Friday

 

પાકિસ્તાનમાં હિન્દુઓની હાલત નર્કથીય બદતર

હિન્દુઓને અપહરણ કરીને લૂંટી લેવાય છે તથા હિન્દુ યુવતીઓને બળજબરીપૂર્વક ઇસ્લામ અંગીકાર કરાવી મુસ્લીમ યુવક સાથે પરણાવી દેવાય છેઃ આવી સ્થિતિ છતાં હિન્દુઓ ભારતમાં ફરવા આવે તો પણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય છે

પાકિસ્તાનથી ભારતમાં યાત્રા કરવા માટે ભારત આવી રહેલા ૨૫૦ હિન્દુઓને ૧૦મી ઓગસ્ટે સવારે વાઘા બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યા. મિડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે આ હિન્દુઓ પાકિસ્તાનમાં તેમને થતી હેરાનગતિથી ત્રાસીને ભારતમાં સ્થળાંતર કરવા માગે છે. સાત કલાકની માથાકૂટ બાદ તથા તેઓ ભારતમાં રહેવા માટે નથી જઈ રહ્યા એ વિશે પાકિસ્તાનના ઇમિગ્રેશન સત્તાધિશોને ખાતરી ખાતરી કરાવી શક્યા અને તે પછી જ તેમને ભારતમાં પ્રવેશવા દેવામાં આવ્યા.
લાહોરની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારોએ કહ્યું હતું કે '૨૫૦ હિન્દુઓને ભારત જવા દેવા માટે ગૃહ મંત્રાલય તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે.
તેમની પાસે પ્રવાસન માટેના માન્ય દસ્તાવેજો છે. તેમને ૩૩ દિવસના વીઝા આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેઓ ભારતના વિવિધ શહેરોની મુલાકાત લેશે.
તેઓ ભારત સ્થળાંતર કરી રહ્યા હોવા વિશેના મિડિયા અહેવાલને પગલે શરૃઆતમાં અમે તેમને અટકાવ્યા હતા. હિન્દુઓએ મિડિયા અહેવાલને નકારી કાઢ્યા હતા તથા ખાતરી આપી છે કે તેઓ ભારતમાં પાકિસ્તાનની વિરુદ્ધ બોલશે નહીં.જોકે આ લોકો પાસે કોઇ બાહેધરી માગવામાં આવી નહોતી. તેમણે વચન આપ્યું હતું કે તેઓ પાકિસ્તાનની બદનક્ષી નહીં કરે.'
આ વાતનો અર્થ એ થયો કે પાકિસ્તાનને ડર છે કે હિન્દુઓ તેમના દેશમાંથી હીજરત કરી જશે અને ભારતમાં જઇને તેમનું નામ વગોવશે. આમ તો પાકિસ્તાનનું નામ વગોવાયેલું જ છે, પરંતુ તેમણે પણ તેમનું નામ બચાવવા માટેનો દેખાડો કરવો જ રહ્યો.
૧૦મી ઓગસ્ટે સવારે આઠ વાગ્યે હિન્દુઓ ભારત-પાક બોર્ડર પર એકઠા થઈ ગયા હતા. શરૃઆતમાં પાકિસ્તાનના ઇમિગ્રેશન સત્તાધિશોએ માત્ર બે ડોક્ટર અને તેમના પરિવારોને જ સીમા પાર કરીને ભારત જવાની પરવાનગી આપી હતી. તેમની પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હતું. બાકીના લોકોને છેક બપોરે ૨ઃ૩૦ વાગ્યે ભારત જવાની મંજૂરી મળી.
પાકિસ્તાનને આવી ચિંતા થવાના કેટલાક કારણો છે. હિન્દુઓની પાકિસ્તાનમાં જે સ્થિતિ છે એ જોતા એ લોકો દેશ છોડીને ભાગી જાય તો પણ કઇ અજુગતું ન ગણાય.
બહુ ભૂતકાળમાં નથી જાવું. ૭મી ઓગસ્ટે બનેલા બનાવ પર જ નજર કરીએ. મનિષા કુમારી નામની એક ટીનેજર છોકરીનું સિંધ પ્રાન્તના જેકોબાબાદ શહેરમાંથી અપહરણ થઈ ગયું. તેના લીધે પાકિસ્તાનના લઘુમતી સમુદાયોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું. આ દરમિયાન ૨૫૦ હિન્દુઓ ભારત યાત્રા કરવા માટે જઈ રહ્યા હોવાની વાત બહાર આવતા એવી અફવા ઊડી કે એ લોકો ભારત સ્થળાંતર કરી રહ્યા છે.
આ વાત ભલે સાચી ન હોય, પરંતુ એ વાત ખરેખર સાચી છે કે પાકિસ્તાનમાં વસતા હજારો હિન્દુઓ ભારત અથવા બીજા કોઇ દેશમાં સ્થળાંતર કરી જવા માગે છે.
પાકિસ્તાનમાં હિન્દુઓના અપહરણના બનાવ છાશવારે બની રહ્યા છે. તેમની પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે તથા તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. ભારત-યાત્રા પર આવેલા હિન્દુઓ સિંધ અને બલુચિસ્તાન પ્રાન્તના છે. આ વિસ્તારમાં જ હિન્દુઓને વધુ હેરાનગતિ થાય છે. આથી તેઓ ભારત સ્થળાંતર કરી રહ્યા હોવાના મિડિયા અહેવાલો વહેતા થયા હતા.
ચેનલો પર દાવો કરવામાં આવ્યો હતો કે 'હિન્દુઓ હરીદ્વાર અને વૈષ્ણોદેવીની યાત્રા કરવા જાય છે, પરંતુ તેઓ પાકિસ્તાન પરત ફરે એવી કોઇ શક્યતા નથી.'
જોકે ભારત-યાત્રા માટે આવી રહેલા પાકિસ્તાની હિન્દુઓમાંથી ઘણા બધાએ નવ ઓગસ્ટે લાહોરના રેલવે સ્ટેશન પર મિડિયાને કહ્યું હતું કે 'અમે ભારતમાં રોકાવા માગતા નથી. યાત્રા પૂર્ણ થયા બાદ અમે તરત જ પાછા ફરી જશું. '
આ સમાચાર જોયા બાદ પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે કહ્યું હતું કે 'ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસ પછી હિન્દુઓને ભારત જવાની મંજૂરી આપવામાં આવે.'
જેકોબાબાદથી પ્રસિદ્ધ થયેલા એક મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે '૯૦ સભ્યો સહિત કુલ સાત હિન્દુ પરિવારો તેમના ભલા માટે પાકિસ્તાન છોડીને ભારત જઈ રહ્યા છે.'
જેકોબાબાદના બખ્શાપુર વિસ્તારમાં રહેતા અમીશ કુમારે કહ્યું હતું કે 'અમે બિઝનેસમેન છીએ, પરંતુ અમારે પાકિસ્તાન છોડવા માટે મજબૂર થવું પડે એમ છે. અમને અહીં લૂટી લેવામાં આવે છે.
પરેશાન કરવામાં આવે છે તથા છોકરીઓને એપહરણ કરીને બળજબરીપૂર્વક ઇસ્લામ અંગીકાર કરાવવામાં આવે છે. '
ક્વેટાના અન્ય એક હિન્દુએ નામ ગુપ્ત રાખવાની શરતે 'ધ ડોન' દૈનિકમાં જણાવ્યું હતું કે 'પાકિસ્તાન અમારી માતૃભૂમિ છે અને અમે અમારા ધર્મસ્થાનોની મુલાકાત લેવા માટે ભારત જઈ રહ્યા છીએ, પરંતુ ભારતમાં પાકિસ્તાન કરતા વધુ સારી સ્થિતિ હશે તો હું ભારતમાં સ્થાયી થવાનું પસંદ કરીશ અને અન્ય લોકો પણ એ મૂજબ વિચારણા હાથ ધરશે.'
છ મહીના પહેલા જેકોબાબાદથી ૫૨ હિન્દુ પરિવારો ભારતમાં સ્થાયી થઈ ગયા હોવાના પણ અહેવાલ છે. સિંધ પ્રાન્તના મુખ્ય પ્રધાન કઇમ અલી શાહે આ મામલાને ધ્યાનમાં લઈને જેકોબાબાદમાં હિન્દુઓની સ્થિતિ વિશેનો રિપોર્ટ તૈયાર કરવા માટે પ્રધાનોની સમિતિ રચી છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે તેમની સરકાર લઘુમતીઓના હકોનું રક્ષણ કરશે અને તેઓ પણ સામાન્ય જીવન જીવી શકે એવી સ્થિતિનું નિર્માણ કરશે.
રાષ્ટ્રીય લઘુમતી દિન નિમિત્તે લઘુમતી સમુદાયની મેદનીને સંબોધતા ઝરદારીએ કહ્યું હતું કે 'લઘુમતીઓને સમાન અધિકાર માટે અમે કટીબદ્ધ છીએ. સરકારી નોકરીઓમાં લઘુમતીઓને પાંચ ટકા અનામત આપવામાં આવી છે. લઘુમતી વિકાસ ભંડોળમાં સો ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની તમામ જેલમાં લઘુમતીઓ માટે પ્રાર્થના ખંડ બનાવવામાં આવ્યો છે. '
ઝરદારીએ ગત ૧૧ ઓગસ્ટે કરેલી આ બધી જ જાહેરાતો પોકળ છે અને એક પોલીટીકલ સ્ટન્ટ છે. મનિષા કુમારી નામની યુવતીનું અપહરણ કરી અને તેને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું. એટલું જ નહીં, પણ ગુલામ મુર્તુઝા ચન્નો નામના યુવક સાથે પરણાવી દેવામાં આવી. પાંચ દિવસ સુધી મનિષા ઘરમાંથી લાપતા રહેતા તેના પરિવારજનોને અપહરણનો ડર લાગ્યો. પોલીસે તેમને જણાવ્યું કે 'તમારી પુત્રી એક મુસ્લીમ યુવકને પરણી ગઈ છે અને તેઓ સુકુરની હાઈ કોર્ટમાં રક્ષણ માગતા જોવા મળ્યા છે. તેમને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું છે.'
લઘુમતીઓ માટે કઇક કરવું જ હોય તો ઝરદારીએ આવા બનાવો બનતા અટકાવવા જોઇએ, પરંતુ આપણે તેની પાસે એવી અપેક્ષા રાખીએ તે પણ વધુ પડતું કહેવાય.
હિન્દુ યુવતીને મુસ્લીમ બનાવી મુસ્લીમ યુવક સાથે પરણાવી દેવામાં આવી છે અને તેને તેના જ માતાપિતાથી દૂર રાખવામાં આવી રહી છે. તેના માતાપિતા રાતા પાણીએ રડી રહ્યા છે. તેઓ કહે છે કે 'જો અમને અમારી પુત્રી પરત નહીં મળે તો અમે ભારત જતા રહેશું. આ સ્થિતિમાં અમે જીવી શકીએ નહીં.'
એક અહેવાલ મૂજબ પાકિસ્તાનમાં દર વર્ષે ૩૦૦ જેટલી હિન્દુ સ્ત્રિઓને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરીને મુસ્લીમ બનાવી દેવામાં આવે છે.
આવી સ્થિતિ છે તેમ છતાં પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિક હિન્દુ પરિવારના ભારત સ્થળાંતરને પાકિસ્તાન વિરોધી ષડયંત્ર ગણાવી રહ્યા છે. ૨૫૦ હિન્દુઓને વિઝા આપવા બાબતે તેમણે ભારતીય હાઇકમિશન સામે પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે ખરેખર હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા જોઇએ તેના બદલે તે રાજકારણ રમી રહ્યા છે. અથવા તો તેઓ આતંકવાદને છાવરે છે અથવા તેમને ઇસ્લામીક આતંકવાદીઓનો ડર છે અથવા આતંકવાદીઓ જ પાકિસ્તાનનું શાસન ચલાવી રહ્યા છે અને એનો ભોગ બની રહ્યા છે નિર્દોષ લઘુમતી સમુદાયો.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved