Last Update : 17-August-2012, Friday

 
દિલ્હીની વાત
 

નિરાશ્રિતો માટે કોઇ નીતિ નથી..
પાકિસ્તાનથી આવેલા માઈગ્રેન્ટસ (નિરાશ્રિતો)નું શું કરવું તે અંગે સરકાર મૂંઝવણમાં મુકાયેલી છે. રીલીજીયીસ વિઝા પર ભારત આવેલા હિન્દુઓ પાછા પાકિસ્તાન જવા તૈયાર નથી કેમ કે ત્યાં અસલામતી છે. પરંતુ સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર પાસે આ સમસ્યા નિવારવા કોઇ નીતિ નથી. જે લોકો પાકિસ્તાનમાં થતી હેરાનગતીના કારણે ભારતમાં આવ્યા છે તેમના અંગે દરેક કેસમાં અલગ નિર્ણય ના લઇ શકાય. સૂત્રો એમ પણ જણાવે છે કે વિદેશ મંત્રાલય, અન્ય મંત્રાલયોના ખાસ કરીને ગૃહમંત્રાલયના સંપર્કમાં છે. દરમ્યાન એવું જાણવા મળ્યું છે કે વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્ના આગામી મહિને પાકિસ્તાનની મુલાકાતે જવાના છે ત્યારે આ મુદ્દો પણ ચર્ચામાં ઉઠાવશે. જોકે સીનિયર અધિકારીઓ કોઇ હકારાત્મક પરિણામો આવે એવી આશા રાખતા નથી.
ધર્મપરિવર્તન ટીવી પર બતાવાયું
બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન માટે હિન્દુ મહિલાઓ આસાન ટાર્ગેટ છે તે હકીકતને પાકિસ્તાનના અખબારો ચમકાવી રહ્યા છે. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રીબ્યુને લખ્યું છે કે દર મહિને ૨૫થી ૩૦ જેટલી અને વર્ષે ૩૦૦ જેટલી હિંદુ મહિલાઓને ફરજીયાત ધર્મપરિવર્તન કરાય છે. આ મહિનાના ઘટનાને ઢાંકીને સમાચાર માધ્યમોએ લખ્યું છે કે જેકોબાબાદથી મનીષા કુમારીને ઉઠાવી જવાનો અને બળજબરીથી ધર્મપરિવર્તન કરાયાનો આક્ષેપ છે. કરાચીમાં ૨૦ વર્ષના એક હિંદુ યુવાનનું ધર્મપરિવર્તન ટીવી પર બતાવાયું ત્યારે પણ મોટો ઉહાપોહ થયો હતો. પાકિસ્તાનના અન્ય એક અખબાર 'ડૉને' જણાવ્યું હતું કે પાકિસ્તાનની રાષ્ટ્રીય સંસદની સ્ટેન્ડીંગ કમિટીએ બળજબરીપૂર્વક કરાતા ધર્મપરિવર્તન સામે પગલાં ભરવા કાયદા મંત્રાલયને જણાવ્યું છે.
જેટલી વડાપ્રધાન!!
જો એનડીએ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ કરશે તો તે કોંગ્રેસ સાથે જોડાણ કરશે એવું કહ્યું હોવાનું બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર નકારી રહ્યા છે. પરંતુ નીતીશે તેમની બીજી એક કોમેન્ટના કારણે ભાજપના વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. નીતિશે કહ્યું છે કે વડાપ્રધાનપદ માટે ભાજપના બીજા એક નેતા પણ મારા ધ્યાનમાં છે. નીતીશે નામ નથી આપ્યું પરંતુ ગણગણાટ એ છે કે તે અરૃણ જેટલી છે. નીતીનને જેટલી સાથે સારા સંબંધો છે તે ખૂબ જાણીતી વાત છે. પરંતુ પક્ષના નેતાઓ કહે છે કે આ મુદ્દે કંઇ પણ કહેવું એ ઉતાવળ ગણાશે.
એક હતા પાટીલ એક છે પ્રણવ...
ગઇકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ 'ઈન્ડીપેન્ડન્સ ડે એટ હોમ' ભૂતકાળ કરતા થોડો જુદો હતો. કેમકે સિક્યોરીટી બાબતે થોડી છૂટછાટ હતી. પ્રણવ બધાને છૂટથી મળતા હતા. જ્યારે પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિપદે હતા ત્યારે સલામતી રક્ષકો તેમની ફરતે ઊભા રહી જતા હતા. ત્યારે પ્રતિભા પાટીલ, વડાપ્રધાન અને સોનિયા ગાંધીને મળવા લાંબી લાઇન લાગતી હતી. પરંતુ ગઇકાલે તો વ્હીલચેરમાં બેઠેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માના પત્ની વિમલા શર્મા સાથે વાતો કરતા હતા. જોગાનુજોગ વાત એ છે કે તૃણમૂલ કોંગ્રેસનું કોઇ દેખાતું નહોતું.
રામદેવના ટેકેદારોની ગંદકી
કાળાનાણા અંગે તાજેતરમાં બાબા રામદેવે કરેલા આંદોલનમાં કાળા ડાઘ સમાન આ ઘટના છે. આંબેડકર સ્ટેડીયમ પર આ આંદોલન કરાયું હતું. બાબાના ટેકેદારોએ સ્ટેડીયમ પર યુરીન કર્યું, વૉમીટ કરી અને બધો કચરો નાખતા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદારોને તે સાફ કરતા મુશ્કેલી પડે છે. બીજા ખરાબ સમાચાર એ છે કે જ્યારથી સ્ટેડીયમ ગંદુ કરાયું છે ત્યારથી દુરાંદ કપ (વિશ્વમાં ફૂટબોલ રમાડાતી બીજા નંબરે આવતી સૌથી જુની ટુર્નામેન્ટ) રમાવાની શક્યતા પણ ઓછી થઇ છે પરંતુ આયોજકોએ તેમની આશા પડતી નથી મૂકી. તેઓ મેદાન સાફ કરવા લશ્કરની મદદ લઇ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટ ૧૨૫મા વર્ષમાં પ્રવેશી છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved