Last Update : 17-August-2012, Friday

 
 

દોઢ મહિનાના બ્રેક છતાં અનફિટ નડાલના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ
ઇજાગ્રસ્ત ટેનિસ સ્ટાર નડાલ યુએસ ઓપનમાંથી ખસી ગયો

નડાલના નિર્ણયને કારણે મને કોઇ આશ્ચર્ય થયું નથીઃ ફેડરર ૨૭મી ઓગસ્ટથી યુ એસ ઓપન ગ્રાન્ડ સ્લેમનો પ્રારંભ

લંડન,તા.૧૬
આશરે દોઢ મહિનાના બ્રેક છતાં ટેનિસનો સુપરસ્ટાર ખેલાડી નડાલ તેની ઘુંટણની ઇજામાંથી બહાર આવી શક્યો નથી અને તેણે સિઝનના આખરી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનમાંથી પણ ખસી જવાની જાહેરાત કરી હતી. નડાલ છેલ્લે જુનમાં રમાયેલી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમમાં રમ્યો હતો, જેમાં બીજા રાઉન્ડમાં તેનો પરાજય થયો હતો. જે પછી ઇજાના કારણે તેણે ઓલિમ્પિકમાંથી પણ નામ પાછું ખેંચી લીધું હતુ.
વર્લ્ડ રેન્કિગમાં ત્રીજો ક્રમાંક ધરાવતા નડાલની ઇજા લાંબી ખેંચાતા તેના પુનરાગમન અંગે અટકળો શરૃ થઇ ચુકી છે. યુએસ ઓપનમાંથી ખસી જવાની જાહેરાત કરતાં નડાલે ટ્વીટર પર લખ્યું કે, હું ખુબ જ દુઃખ સાથે જાહેરાત કરૃ છું કે હું આવખતે ન્યૂ યોર્કમાં યોજાનારી યુએસ ઓપનમાં રમવા માટે તૈયાર નથી. હું મારા સમર્થકોનો તેમની લાગણી માટે આભાર માનું છું .
નડાલ માત્ર ૨૬ જવર્ષનો છે અને છેલ્લા કેટલાક સમયથી તે ઘુંટણની ઇજા સામે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે તેના ભાવિ અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
નડાલે અચાનક જ યુએસ ઓપનમાંથી ખસી જવાની જાહેરાત કરતાં ટેનિસ જગતમાં આશ્ચર્ય ફેલાયુ હતુ. જો કે તેના કટ્ટર હરિફ અને ટેનિસ લેજન્ડ ફેડરરે કહ્યું કે, મને તેના નિર્ણયથી કોઇ આશ્ચર્ય થયું નથી. મેં અગાઉ તેના ખબરઅંતર પુછ્યા હતા ત્યારે જ તેણે મને કહ્યું હતુ કે, તે હજું સંપૂર્ણ ફિટનેસ મેળવી શક્યો નથી.
હું આ વાત અગાઉથી જાણતો હતો પણ તેની સત્તાવાર જાહેરાત ટેનિસ માટે નિરાશાજનક કહી શકાય તેમ છે. તેનો સામનો કરવો મને ગમે છે. સામાન્ય રીતે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાંથી ખસવાનો નિર્ણય આટલો જલ્દી લઇ લેતા નથી. જો કોઇ આટલા વહેલા આ નિર્ણય જાહેર કરે તો સમજવું કે મામલો ગંભીર છે.
યુએસ ઓપન ૨૭મી ઓગસ્ટથી શરૃ થઇ રહી છે, હવે આ વખતે તેની ગેરહાજરીમાં સર્બિયન સ્ટાર યોકોવિચ, સ્વિત્ઝર્લેન્ડના વર્લ્ડ નંબર ટુ ફેડરર અને બ્રિટનના ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ એન્ડી મરેના દેખાવ પર બધાની નજર રહેશે. યોકોવિચ અને મરેએ પણ નડાલના નિર્ણય અંગે કહ્યું હતુ કે, અમને તેની ખોટ સાલશે. જો કે તેના નિર્ણયને આપણે સ્વીકારવો જ રહ્યો.
વર્ષ ૨૦૦૯માં નડાલને ઘુંટણની ઇજાના કારણે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડયું હતુ. જેમાં તેને ટાઇટલ જાળવવા માટે ઉતરવાનું હતુ.જો કે ત્યાર બાદના વર્ષે તેણે જોરદાર પુનરાગમન કરતાં વિમ્બલ્ડન ટાઇટલ જીતી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved