Last Update : 17-August-2012, Friday

 

આર્થિક વિકાસ દર ૬.૫ ટકાથી વધુ હશે ઃ વડા પ્રધાન

મંગળ મિશન હાથ ધરવાની, પાંચ વર્ષમાં દરેક ઘરમાં વીજળી અને બે વર્ષમાં દરેક કુટુંબને બેંકિંગ સેવામાં આવરી લેવાની મનમોહનની જાહેરાત

નવી દિલ્હી, તા.૧૫
વડા પ્રધાને આજે તેમના સ્વાતંત્ર્ય દિનનાં સંબોધનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેની ભારત પર પણ અસર થઈ રહી છે. અને સાથે સાથે સ્થાનિક પરિબળોનાં કારણે આર્થિક વિકાસ પર અસર થતાં ગયા વર્ષે આર્થિક વિકાસ દર સાડા છ ટકા સુધી આવી ગયો હતો પણ આ વર્ષે તેનાથી થોડો ઊંચો જીડીપી ગ્રોથ રેટ હાંસલ થઈ શકશે તેવો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો. સરકારે પૂર્વનો ૭.૬ ટકાનો ગ્રોથ રેટનો અંદાજ આપ્યો હતો. ખાનગી ક્ષેત્રની અનેક રેટીંગ એજન્સીઓ અને રિસર્ચ એનાલિસ્ટોએ સાડા પાંચ ટકા આસપાસનાં ગ્રોથ રેટની આગાહી કરી છે ત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડો વધુ સારો ગ્રોથ રેટ હાંસલ કરી શકવાનાં તેમના આશાવાદ પાછળનાં કારણો સમજાવતાં ડૉ. મનમોહન સિંહે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષોમાં ઘણી બાબતોમાં આપણે અસામાન્ય સફળતા હાંસલ કરી ચૂકયા છીએ તેથી હવે આ સફળતાનું આપણે અન્ય બાબતોમાં પણ પુનરાવર્તન કરી શકીશું. ભ્રષ્ટાચારનાં મુદ્દે બોલતાં તેમણે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓની કામગીરીમાં અમે વધુ પારદર્શિતા અને જવાબદારી લાવવા સરકાર પ્રયત્નો ચાલુ જ રાખશે.
જો કે વિરોધપક્ષોને વડા પ્રધાનનાં ભાષણમાં કશું જ પ્રેરણાદાયક લાગ્યું ન હતું. તેમણે ટીકા કરી હતી કે વડા પ્રધાને તેમના સંબોધનમાં ફુગાવો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર કોઈ નવી વાત કરી નથી.
વડા પ્રધાને જણાવ્યું હતું કે યુવાનોને કુશળતા માટેની તાલીમ આપવા અને તેમને રોજગાર માટે તૈયાર કરવા આગામી પાંચ વર્ષમાં ૮ કરોડ લોકોને તાલીમ આપવા એક વિશેષ એજન્સી સ્થપાશે.
પોતાના સંબોધનમાં લોકપાલ અને લોકાયુક્ત ખરડો જે ગયા વર્ષે લોકસભામાં મંજૂર થઈ ગયો છે અને રાજ્યસભામાં છે તેને પસાર કરવા વિરોધ પક્ષોનો સહકાર પણ તેમણે માંગ્યો હતો.
વિદેશી રોકાણકારોનાં વિશ્વાસને પુનઃ સંપાદન કરી લેવા ડૉ. સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં રોકાણ કરવા આડે કોઈ જ જ અવરોધો નહીં નડે . આસામનાં રમખાણો અને હિંસાચારનાં કારણો શોધી કઢાશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન થવા નહીં દેવાય એમ પણ તેમણે જણાવ્યું હતું.
દેશમાં આર્થિક ધોરણે ઝડપી આર્થિક વિકાસ માટે યોગ્ય વાતાવરણ ઊભું નથી થતું એ માટે તેમણે રાજકીય એકમતી ન સધાવાનું કારણ આગળ ધર્યું હતું. જો કે યુરોપીયન દેશોનો વિકાસ દર શૂન્ય રહે ત્યારે ભારત સાડા છ ટકાનો ગ્રોથ રેટ હાંસલ કરી શકશે એવું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં વરસાદની ૫૦ ટકાથી વધુ ખાધ છે તે જિલ્લાઓનાં ખેડૂતોને ડિઝલ સબસીડી અપાઈ રહી છે. વીજળીના ધાંધીયાના તાજેતરનાં ઉદાહરણો મોજુદ હોવા છતાં વડા પ્રધાને હિંમતપૂર્વક જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં દરેક ઘરને વીજળી આપવાનું સરકારે લક્ષ્ય રાખ્યું છે.
તેમણે વ્યાજમાં રાહત સાથેની રૃ.પાંચ લાખથી ઓછી રકમની લોન વાળી રાજીવ હાઉસિંગ લોન ટૂંક સમયમાં જ શહેરી ગરીબો માટે રજૂ કરવામાં આવશે.
સરકારી યોજનામાંથી મળતી રકમ વયસ્ક પેન્શનરોને, સ્કોલરશીપ મેળવતાં વિદ્યાર્થીઓને અને કામદારોને તેમનાં વેતન સીધા જ તેમના બેંક ખાતામાં જમા મળે તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નેશનલ રુરલ હેલ્થ મિશનને વિસ્તારી દેશનાં તમામ ગામોને સમાવી તેને નેશનલ હેલ્થ મિશન બનાવાશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી. સરકારી હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો મારફતે મફત દવાઓનાં વિતરણની યોજના પણ સરકાર ઘડી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આગામી બે વર્ષોમાં દેશના તમામ કુટુંબોને બેંકિંગ સવલતનો લાભ મળે તેવું આયોજન સરકાર કરી રહી હોવાનું પણ ડૉ. સિંહે જણાવ્યું હતું આધાર યોજના હેઠળ અંદાજે ૨૦ કરોડ લોકોનું રજીસ્ટ્રેશન થયું હોવાની માહિતી પણ વડા પ્રધાને આપી હતી.
નેશનલ ડેવેલપમેન્ટ કાઉન્સિલની મંજૂરીની રાહ જોતી બારમી પંચવર્ષીય યોજનામાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે એક ટ્રિલીયન ડોલર (અંદાજે ૫૦૦ ખર્ચ રૃપિયા)નું રોકાણ થાય તેવી યોજના બનાવાઈ છે.
વડા પ્રધાને સામાજીક દૂષણ સમાન માથે મેલું ઊંચકવાની પ્રથાનો અંત લાવવા અસરકારક કાયદો લાવવાનું વચન પણ આપ્યું હતું.
તેમણે અગ્નિ-૫ પ્રેક્ષપાત્ર જે ૫૦૦૦ કિ.મી.ની રેન્જ ધરો છે. તેનાં સફળ લોન્ચ બદલ ડીઆરડીઓનાં વખાણ કર્યા હતાં. વડા પ્રધાને જણાવ્યું હતું કે સરકાર પબ્લિક પ્રોક્યોરમેન્ટ બિલ લાવી જાહેર નિર્ણયોમાં પારદર્શકતા લાવવા કટિબદ્ધ છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved