Last Update : 17-August-2012, Friday

 

સેબી દ્વારા મેનેજમેન્ટ ફી અને ખર્ચમાં વધારાની છૂટ અપાતાં
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ મોંઘું પડશે IPO માટેના નિયમો હળવા કરાશે

સર્વિસ ટેક્સનું ભારણ હવે રોકાણકાર ઉપર લદાયું ઃ હવેથી આઈપીઓ માટે બીડ ખુલવાના પાંચ દિવસ પૂર્વે પ્રાઈસ બેન્ડ જાહેર કરવી પડશે

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૬
રોકાણકારો માટે હવે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવું વધુ ખર્ચાળ બનશે, પરંતુ કંપનીઓના આઈપીઓ- ઈનીશીયલ પબ્લિક ઓફરોમાં હવે રીટેલ રોકાણકારોને ખાતરીપૂર્વક ન્યુનતમ સંખ્યામાં શેરોની ફાળવણી કરવા મૂડીબજાર નિયામક તંત્ર સિકયુરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ (સેબી) આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડો માટેના ધારાધોરણોમાં જરૃરી મોટા ફેરફારો જાહેર કર્યા છે.
સેબીના ચેરમેન યુ.કે. સિન્હાએ આજે સેબીની બોર્ડ મીટિંગમાં લેવાયેલા નિર્ણયો જાહેર કરતા સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, સેબીએ પ્રસ્તાવિત રાજીવ ગાંધી ઈક્વિટી સેવિંગ્સ સ્કીમ (આરજીઈએસએસ) હેઠળ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને કરવેરા લાભ આપવા પણ સરકારને ભલામણ કરી છે. આ ઉપરાંત સિન્હાએ કહ્યું હતું કે, બોર્ડ મીટિંગમાં કેટલાક દૂરની પહોંચના સુધારા પર ચર્ચા કરીને આ સુધારાઓ મંજૂર કરાયા છે. જેમાં દેશભરમાં આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડોની પહોંચ શક્ય બને એ માટે પગલાં લેવાયા છે.
સેબીએ આ સુધારાઓ થકી એક તરફ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવું વધારે ખર્ચાળ બનાવ્યું છે, જે માટે સેબીએ કોઈપણ સર્વિસ ટેક્ષ હવે અંતિમ રોકાણકાર પર લાદવાનો- ચાર્જ કરવાનું જાહેર કર્યું છે, અત્યારે એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) પર આ ચાર્જ લાગુ થાય છે. આ ઉપરાંત હવે એએમસીઝને રોકાણકારો પાસેથી નાના શહેરોમાં મર્યાદા બહાર પહોંચવા માટે ફંડ હાઉસો દ્વારા ફંડ મેનેજમેન્ટ ફી અને અન્ય વધારાના ખર્ચા લેવાની પરવાનગી અપાઈ છે. આ સિવાય વિવિધ નિર્ણયોમાં ફંડ ખર્ચ ચાર્જીસના ઉપયોગમાં મ્યુચ્યુઅલ ફંડોને છૂટછાટની મંજૂરી આપી છે. આ સાથે રાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ નીતિ ઘડવા કમિટિ સ્થાપવામાં આવશે.
રીટેલ રોકાણકારોને હવે આઈપીઓમાં નિશ્ચિત ન્યુનતમ લોટ- સંખ્યામાં શેરો ફાળવવામાં આવશે. આ સાથે સેબીએ ખર્ચ અસરકારક રીતે ઓછા ખર્ચે શેરોમાં દેશભરના રોકાણકારો બીડ કરી પબ્લિક ઓફરમાં સરળતાથી સહભાગી બની શકે એ માટે ઈલેકટ્રોનિક બીડીંગ માટે ઈ-આઈપીઓ પ્રક્રિયાને મંજૂર કરાઈ છે. ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો- સલાહકારો માટે નવા નિયમો પણ ઘડવામાં આવશે એમ સિન્હાએ વધુ જણાવ્યું હતું.
સેબીએ અન્ય લીધેલા નિર્ણયોમાં હવેથી આઈપીઓ લઈને આવતી કંપનીઓએ બીડીંગ ખુલવાના પાંચ કામકાજ- વર્કિંગ દિવસ પહેલા શેર પ્રાઈસ બેન્ડ જાહેર કરવાની રહેશે. જે અત્યારે બે દિવસ પહેલાં જાહેર કરવાનો નિયમ છે. રીટેલ સિવાયના રોકાણકારો આઈપીઓમાં તેમનો ભાવ કે ઓફર કદમાં ઘટાડો નહીં કરી શકે, પરંતુ રીટેલ રોકાણકારો માટે નિયમ છે એ મુજબ ભાવ કે ઓફર કદમાં વધારો કરી શકશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved