Last Update : 17-August-2012, Friday

 

હિંસાનો બદલો લેવાની અફવાથી
બેંગાલુરુમાંથી ૭૦૦૦ આસામીઝનું એકાએક સ્થળાંતર

કડક પગલાંની ગૃહ પ્રધાન શિંદેની ચેતવણી, સામૂહિક સ્થળાંતર માટે અજમલ જવાબદાર ઃ આસુ

(પીટીઆઇ) બેંગાલુરુ, તા. ૧૬
આસામની હિંસાનો બદલો લેવાની અફવાને પગલે ઉત્તર-પૂર્વના ૬૮૦૦થી વધુ લોકો બેંગાલુરુથી સ્થળાંતર કરી ગયા છે. જો કે કેન્દ્રે આજે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વની કોઇ પણ વ્યકિતને દેશના કોઇ પણ ભાગમાં ખતરો નથી અને અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામા આવશે. કર્ણાટક્ સરકાર દ્વારા ઉત્તર-પૂર્વના લોકોને સુરક્ષા આપવાની ખાતરી આપવામાં આવી હોવા છતા અને પોલીસ પેટ્રોલિંગ સહિતના પગલા લેવામાં આવ્યા પછી પણ આજે બીજા દિવસે પણ તેમણે સ્થળાંતર કરવાનુ ચાલુ રાખવામાં આવ્યું હતું. કર્ણાટકના મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટરે આ ક્ષેત્રનાં લોકો સાથે સંકળાયેલા સંગઠનોનાં પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ચિંતા કરવાની જરૃર નથી. સમગ્ર સરકાર તમારી સાથે છે. અમે ઉત્તર-પૂર્વના લોકોના હિતોનું રક્ષણ કરીશું.
આ દરમિયાન ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને(આસુ) ઉત્તર પૂર્વના લોકો અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાવવા તથા સામૂહિક હિજરત માટે અગ્રણી લઘુમતી નેતા અને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરૃદ્દીન અજમલને જવાબદાર ઠેરવ્યા હતાં.
આસુના સલાહકાર સામુજ્જાલ ભટ્ટાચારજીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ મૂકયો હતો કે અજમલ દ્વારા રમવામા આવેલા કોમવાદી રાજકારણને કારણે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં ભય પ્રવર્તી રહ્યો છે. આસુએ આસામમાં થયેલ હિંસાને રાજકીય રંગ ન આપવા અજમલને ચેતવણી આપી હતી અને વિદ્યાર્થીઓને ભયભીત ન થવાની અપીલ કરી હતી. ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે જો અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તો આવી ગતિવિધિઓમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહ અને મેં કર્ણાટકના મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટર સાથે વાત કરી હતી કે તેમને લોકો પાસેથી અફવા ફેલાવનારાઓની માહિતી એકત્ર કરવાની વિનંતી કરી હતી. શિંદેએે જણાવ્યું હતું કે કર્ણાટક છોડીને જવા માંગતા લોકોને આસામ લઇ જવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કર્ણાટકમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. ઉત્તર પૂર્વના લોકો પર દેશના અન્ય ભાગમાં હુમલા થઇ રહ્યા હોવાના સમાચાર અંગે પ્રતિક્રિયા આપતા ગૃહ સચિવ આર. કે. સિંહે દિલ્હીમાં જણાવ્યું હતું કે દેશનાં કોઇ પણ ભાગમાં ઉત્તર પૂર્વનાં લોકો સામે કોઇ ખતરો નથી. બેંગાલુરુમાં રહેતા ઉત્તર પૂર્વનાં લોકોની સામૂહિક હિજરત અંગેના અહેવાલ અંગે સિંહે જણાવ્યું હતું કે તેમણે કર્ણાટકના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સાથે વાત કરી હતી અને તેમણે માહિતી આપી હતી કે રાજ્યના કોઇ પણ ભાગમાં ઉત્તર પૂર્વ ક્ષેત્રની કોઇ પણ વ્યકિત પર હુમલોે થવાના સમાચાર મળ્યા નથી. સ્થિતિનો સામનો કરવા માટે જરૃરી પગલા લેવા માટે મુખ્યપ્રધાને આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મૈસૂરમાં ૧૪ ઓગષ્ટે તિબેટિયન વિદ્યાર્થી પર બે યુવાનોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પૂર્વોત્તરનાં લોકોમાં ભય વ્યાપી ગયો છે. જો કે સરકાર અને પોલીસ અહીં વસતા ઉત્તર પૂર્વના લોકોેને સમજાવવાના પ્રયત્નો કરી રહી છે કે તેઓ સુરક્ષિત છે.

સ્થળાંતરની સાથે સાથે
- કર્ણાટકની સાથે મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં વસતા ઉત્તર-પૂર્વના લોકો ભયભીત
- હૈદરાબાદમાંથી ઉત્તર-પૂર્વના લોકોનું સામૂહિક સ્થળાંતર ન થયુ હોવાનો પોલીસનો દાવો
- આસામનાં પિડીતોને સુરક્ષાની ખાતરી થાય અને શાંતિ જળવાઇ રહે તે માટે તમામ રાજકીય પક્ષોને એક થઇ કાર્ય કરવાની વડાપ્રધાન મનમોહન સિંહની અપીલ
- કર્ણાટક હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમાજિત સેને ઉત્તર-પૂર્વના લોકોના સામૂહિક સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી
- ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જવા માંગતા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે રેલવે સત્તાવાળાઓએે કર્ણાટકમાંથી બે વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી

આસામમાં ફરીથી હિંસા
(પીટીઆઇ) કોકરાઝાર, તા. ૧૬
કોકરાઝારમાં આજે ફરીથી શરૃ થયેલી હિંસામાં ૯ લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. આજે કામરુપ(ગ્રામીણ) જિલ્લામા પણ હિંસા ફેલાઇ હતી. પોલીસે જણાવ્પું હતું કે લગભગ બપોરે ૧૨.૩૦ કલાકે કોકરાઝાર જિલ્લાના ગોસાઇગાવંમાં લઘુમતી પરિવારનાં સભ્યો રિક્ષામાં બેસીને જઇ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વોએ તેમના પર એસિડ ફેંકતા ૯ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના પછી આ ક્ષેત્રમાં સ્થિતિ તણાવગ્રસ્ત બની ગઇ છે અને ઘાયલોને સારવાર માટે ધુબ્રી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કામરુપમાં આજે શરૃ થયેલી હિંસામાં એક જૂથનાં સભ્યોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved