Last Update : 17-August-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૭-૦૮-૨૦૧૨, શુક્રવાર
શ્રાવણ વદ અમાસ- શિવ પાર્થેશ્વર પૂજા સમાપ્ત
દર્શ અમાવાસ્યા
કોઈ સ્થળે વરસાદ થાય ? હવામાનમાં ફેરફારી ?

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૬ મિ. (સૂ) ૭ ક. ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મ રાશિ ઃ આજે સાંજના ૭ ક. ૨૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આશ્વ્લેષા સાંજના ૭ ક. ૨૭ મિ. સુધી પછી મઘા. આજે સાંજના ૭ ક. ૨૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની આશ્વ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સંિહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- સાંજના ૭ ક. ૨૭ મિ. સુધી કર્ક પછી સંિહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીરસ વંત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ. શ્રા. ૨૬. માસ-તિથિ-વાર -શ્રાવણ વદ અમાસને શુક્રવાર.
- આજે શ્રાવણ મહિનાની અને શિવ પાર્થેશ્વર પૂજાની સમાપ્તિ થશે. શિવપૂજન- અર્ચન કરવું, બ્રાહ્મણ પાસે કરાવવું. દાન-પુણ્ય કર્મ કરવું ઉત્તમ.
- પિઠોરી, કુશગ્રાહિણી, દર્શ અમાવાસ્યા. રાત્રે ૯ ક. ૨૫ મિ. સુધી અમાસ.
- અગત્સ્યનો ઉદય
- સાંજના ૭ ક. ૨૭ મિ. સુધી આશ્વ્લેષા નક્ષત્ર
- કોઈ સ્થળે વરસાદ થાય, હવામાનમાં ફેરફારી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ ગાયા-૫ માસનો રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ શ્રાવણ મહિનાની સમાપ્તિએ આજે ધર્મકાર્ય થાય, દાન પુણ્ય કાર્યથી આનંદ રહે. પરંતુ નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.

 

વૃષભ ઃ યાત્રા-પ્રવાસ- મુલાકાત ધર્મકાર્ય, દાન પુણ્ય આજે શ્રાવણ મહિનાની શિવ પાર્થેશ્વર પૂજાની સમાપ્તિએ થઇ શકે. નોકરી-ધંધાનું કામ થાય.

 

મિથુન ઃ શ્રાવણ મહિનાની સમાપ્તિએ ધર્મકાર્ય - દાનપુણ્યથી હૃદય-મન પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના પરિવારના કામમાં આનંદ અનુભવાય.

 

કર્ક ઃ વિચારોની દ્વિઘા- કામની ચંિતાના કારણે ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં. રોજીંદા કામમાં ઘ્યાન રાખવું પડે.

 

સંિહ ઃ શ્રાવણ મહિનાની સમાપ્તિ, શિવ પાર્થેશ્વર પૂજાની સમાપ્તિએ ધર્મકાર્ય, દાન પુણ્યથી, આનંદ રહે. સ્વજન સ્નેહીને મળવાનું થાય. ધંધો આવક થાય.

 

કન્યા ઃ આપના આનંદ ઉત્સાહ, શાંતિ હળવાથી શ્રાવણની સમાપ્તિએ ધર્મકાર્ય, દાનપુણ્ય તેમજ નોકરી-ધંધાનું કામ કરી શકો.

 

તુલા ઃ શ્રાવણ મહિનાની શિવ પાર્થેશ્વર પૂજા, ધર્મકાર્ય, દાન, પુણ્ય કાર્ય થઇ શકે. યાત્રા-પ્રવાસ મીલન મુલાકાતથી આનંદ રહે.

 

વૃશ્ચિક ઃ આપના હૃદય મનની પ્રસન્નતા શ્રાવણ મહિનાની શિવ પાર્થેશ્વર પૂજા ધર્મકાર્ય દાનપુણ્યથી અનુભવાય. ધંધો આવક થાય.

 

ધન ઃ આજે આપે તન મન ધનથી વાહનથી લપસી પડવાથી સંભાળવું. પૈસા પાકીટ મોબાઈલ વાહનનું ઘ્યાન રાખવું. તબિયત સાચવવી.

 

મકર ઃ શ્રાવણ મહિનાની શિવ પાર્થેશ્વર પૂજા, ધર્મકાર્ય, દાન પુણ્યથી યાત્રા-પ્રવાસ મુલાકાતથી નોકરી-ધંધાથી આનંદમાં રહો.

 

કુંભ ઃ મનની શાંતિ, હળવાશ, રાહત ભક્તિ પૂજા, ધર્મકાર્યથી અનુભવાય. હૃદય-મનની વ્યગ્રતા ચંિતામાં રાહત અનુભવો.

 

મીન ઃ શ્રાવણ મહિનાની શિવ પાર્થેશ્વર પૂજા, ધર્મકાર્ય, દાન પુણ્ય કાર્યથી આનંદ રહે. રોજીંદા કામમાં, સંતાનના કામમાં સાનુકુળતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૭-૦૮-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મ વર્ષ સારા નબળા અનુભવોમાંથી પસાર કરવું પડે. નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં આરોહ અવરોહની પરિસ્થિતિ રહે. પ્રેમ મિત્રતા લાગણીના સંબંધમાં વિશ્વાસઘાત દગો થાય. આરોગ્યની કાળજી રાખવી પડે.

 

વિશેષમાં - * પુત્ર પૌત્રાદિકને વિદ્યાભ્યાસ માટે સ્થળાંતર થાય પરંતુ સારી વિદ્યાસંસ્થા, વિદ્યાશાખામાં પ્રવેશ મળવાથી આત્મ વિશ્વાસમાં વધારો થાય.

 

* અવિવાહિતને વિવાહ- લગ્નના પ્રશ્નમાં રુકાવટ રહે. વિલંબ થાય. ઉતાવળે નિર્ણય કરવામાં તકલીફ થાય. વર્ષનો મઘ્ય ભાગ સાનુકુળ રહે.

 

* નોકરી-ધંધામાં આવક થાય પરંતુ મહેનત વધારે ને માનસિક તણાવ- ચંિતા દોડધામ રહે.

 

* સ્ત્રી વર્ગને સ્તનમાં દર્દ પીડા, ગાયનેક તકલીફમાં સંભાળવું પડે. પતિ-સંતાનથી રાહત રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે. વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીએ કોલેજના કલાસનું પુસ્તક વાંચી રહેલા દિકરા લલ્લુને એક દિવસ પૂછ્‌યું, ‘‘બેટા, મોટો થઈને શું બનવાની ઈચ્છા છે ?’’
‘‘પાયલોટ.’’ લલ્લુએ જવાબ આપ્યો.
‘‘કેમ પાયલોટ ?’’ લીલીએ સવાલ કર્યો.
‘‘કારણ કે,’’ લલ્લુ બોલ્યો, ‘‘ઉપર એક્સીડન્ટનું જરા પણ જોખમ નહીં અને ટ્રાફીક જામ પણ નહીં.’’

[Top]
 

આજ ની રેસીપી

સૂપ-સિઝલર-ટોસ્ટ-નાનખટાઈ

સ્પેશિયલ નાનખટાઈ

 


સામગ્રી ઃ ૧/૨ મેંદો, ૧/૪ કપ રવો, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ મિક્સ સૂકા મેવાનો પાઉડર, ૧/૩ કપ દળેલીખાડ, ૧/૩ કપ માખણ, ૨ મોટી ચમચી ખસખસ, ૧/૪ ચમચી બેકંિગ પાવડર, ૨ ચમચા દૂધ.

 

રીત ઃ સૌ પ્રથમ માખણમાં ખાંડ મિક્સ કરી હળવા હાથે ખૂબ ફીણો. પછી તેમાં સૂકા મેવાનો પાવડર તથા દૂધ મિક્સ કરી નાના નાના ગોળા વાળી લો. હને મેંદો, રવો, ચણાનો લોટ, બેકંિગ પાવડર તથા બાકીની સામગ્રી મિક્સ કરી તેના લીંબુ જેવડા ગોળ વાળી લો. પછી દરેક ગોળાને મૂકી ફરી ગોળો વાળી લો. પછી ઉપર ખસખસ છાંટી પહેલેથી ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને બેક કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved