Last Update : 16-August-2012,Thursday

 

સરળ જંિદગીના ભેદી નિયમો !

- મન્નુ શેખચલ્લી
તમને નવાઈ લાગશે, પણ રોજબરોજની સાવ સીધીસાદી લાગતી જંિદગીમાં અમુક ઘટનાઓ માટે મહા ભેદી ટાઇપના નિયમો લાગુ પડતા હોય છે. આ નિયમો લગભગ ૯૯.૯૯ ટકા સાચા પણ પડતા હોય છે !
ખાતરી ના થતી હોય તો વાંચો...
* * *
લાઇનનો નિયમ ઃ
રેલ્વે સ્ટેશન પર જ્યાં સામટી ચાર- પાંચ ટિકિટબારી હોય છે ત્યાં તમે જે લાઇનમાં ઉભા હો એ લાઇન હંમેશા ધીમી ચાલતી હોય છે !
* * *
ગબડતા સિક્કાનો નિયમ ઃ
તમારા ખિસ્સામાથી પડી ગયેલો પાંચ રૂપિયાનો સિક્કો ગબડતો બબડતો ઘરના ફર્નિચર નીચે સૌથી ઊંડી જગ્યાએ પહોંચ્યા પછી જ અટકે છે !
* * *
રોંગ નંબરનો નિયમ ઃ
જ્યારે તમે ભૂલથી કોઈ ખોટો નંબર ડાયલ કરી નાંખો છો ત્યારે એ કદી સ્વીચઓફ, એન્ગેજ કે આઉટ ઓફ કવરેજ એરિયા નથી હોતો !
* * *
લિફ્‌ટનો નિયમ ઃ
જ્યારે તમે કોઈ સુંદર યુવતીને તમારી બાઇક પર લિફ્‌ટ આપો છો ત્યારે જ તમારી પત્ની એ એરિયામાં શોપંિગ કરવા નીકળી હોય છે !
* * *
શેરબજારનો નિયમ ઃ
સારો ભાવ જોઈને તમે જે દિવસે કોઈ શેર વેચી નાખો છો તેના બીજા જ દિવસે એ શેરના ભાવમાં જોરદાર ઉછાળો આવે છે !
* * *
રિપેરીંગનો નિયમ ઃ
જ્યારે તમારા બન્ને હાથ ઓઇલ, ગ્રીઝ અને કદડાથી ખરડાયેલા હોય છે ત્યારે જ તમારા નાક પર ખંજવાળ આવે છે !
* * *
ચેઇનનો નિયમ ઃ
જે દિવસે તમે બગડેલી ચેઇનવાળું પેન્ટ પહેરીને ઓફિસે કે કોલેજમાં જાવ છો એ જ દિવસે તમારા પેટમાં ડાયેરિયા (ઝાડા)નો હુમલો થતો હોય છે !
* * *
છત્રી/ રેઇનકોટનો નિયમ ઃ
જે દિવસે તમે છત્રી કે રેઇનકોટ લીધા વિના ઘરની બહાર નીકળ્યા હો એ જ દિવસે ધોધમાર વરસાદ તૂટી પડે છે !
... અને, જે દિવસે તમે છત્રી કે રેઇનકોટ સાથે લઈ જવાનું બરોબર યાદ આવ્યું હોય એ દિવસે કદી વરસાદ નથી પડતો !
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved