Last Update : 16-August-2012,Thursday

 

ઔપચારિક ઉજવણાં

 

દર વર્ષની ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી આવે, એટલે પોતપોતાના કારણસર સૌ રાજી થાય છેઃ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ રજા મળ્યાનો હાશકારો અનુભવે છે. સત્તાધીશોને થાય છે, ‘વાહ, વઘુ એક ઘ્વજવંદન કરવા - અને મુદ્દે સત્તામાં વઘુ એક વર્ષ પસાર કરવા- મળ્યું. ગુજરાતમાં જુદાં જુદાં સ્થળે આ ‘રાષ્ટ્રિય તહેવાર’ના ઉજવણાંના નામે ઉત્સવો થતા હોવાથી, એ સ્થળોના લોકોને આનંદ થાય છે કે ચાલો, આઝાદીને કારણે નહીં તો મોટા સાહેબોના આગમનના કારણે, કંઇક કામ તો થશે. પ્રજાનાં નાણાં ઉત્સવોમાં કેમ વેડફવાં અને પ્રજાકીય ઉજવણી હોઇ શકે એવા પ્રસંગોને સરકારી ઉત્સવોમાં કેમ ફેરવી નાખવા તે કળામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાવરધા થઇ ચૂક્યા છે. તેમને મન સ્વાતંત્ર્ય દિન કે પ્રજાસત્તાક દિન અસલ મહત્ત્વ ગુમાવીને, ફક્ત નાણાં વેડફવાના-સ્વપ્રચાર કરવાના મોકા છે. મોટા સાહેબો જ્યાં ઉજવણાં કરવાના હોય ત્યાંના કર્મચારીઓ નિઃસાસા નાખે છે કે રજા રજાના ઠેકાણે રહી ને ઉપરથી વધારાના કામે લાગી જવું પડ્યું.
સ્વાતંત્ર્ય દિન જેવા દિવસોનું માહત્મ્ય સમય પ્રમાણે બદલાતું રહે છે. ગુલામીના લાંબા-અંધારિયા કાળમાંથી અનેક બલિદાનો-કુરબાનીઓ આપ્યા પછી દેશને આઝાદી મળે ત્યારે અંતરના ઊંડાણમાં ટાઢક થાય. ભલે આઝાદી સાથે ભાગલા જેવી મહાકરુણ અને લોહિયાળ ઘટના સંકળાયેલી હોય તો પણ. ભારતની આઝાદીનાં સ્વપ્ન સેવનારા આમ અને ખાસ તમામ લોકોએ કોમી ખૂનામરકીથી વ્યથિત થઇને, પરંતુ તેનાથી કચડાઇ ગયા વિના આઝાદીની નવી હવામાં ઉલ્લાસભેર શ્વાસ લીધો અને ‘હવે સૌ સારું થશે’નાં આશ્વાસન લીધાં- અરમાન સેવ્યાં. નવા રાષ્ટ્રના પિતાનું માનભર્યું બિરુદ પામેલા ગાંધીજી આ ઉજવણીથી અને સત્તાના કેન્દ્ર જેવા દિલ્હીથી દૂર રહ્યા હતા. આઝાદીનો તેમનો ખ્યાલ ફક્ત રાજકીય અને સત્તાપરિવર્તન પૂરતો સંકુચિત ન હતો. ‘સર્વોદય’ માટે મથનારા અને હાર નહીં માનનારા ગાંધીજીનો આઝાદી મળ્યા પછીનો સમયગાળો મહદ્‌ અંશે સ્વપ્નભંગની પીડામાં અને ઊંડા મનોમંથનમાં ગયો. સાથીદારોની નિષ્ફળતાની પૂરી જવાબદારી પોતે સ્વીકારવાની પદ્ધતિ ધરાવતા ગાંધીજીએ જાતને કડક પરીક્ષામાં મૂકી. પરંતુ તેમની પીડાનો અંત આવ્યો નહીં. આઝાદી મળ્યાના માંડ સાડા પાંચ મહિનામાં ગાંધીજીની હત્યા થઇ. દોઢસો વર્ષ જીવવાની એમની અભિલાષા ત્યાર પહેલાં મરી પરવારી હતી.
આઝાદીનાં મીઠાં- કસદાર ફળ મર્યાદિત વર્ગ સુધી પહોંચવાને બદલે જનસામાન્ય સુધી પહોંચે તેની ગાંધીશાઇ મથામણ આગળ લઇ જનારા બહુ ઓછા નીકળ્યા. એમાં પણ સત્તાસ્થાને બેઠેલામાંથી તો જૂજ. સરદાર પટેલની વિદાય પછી આશરે દોઢ દાયકા સુધી જવાહરલાલ નેહરુ આઝાદ ભારતના સર્વેસર્વા બની રહ્યા. તેમણે દેશમાં લોકશાહીનાં મૂળીયાં એટલાં ઊંડાં ઉતાર્યાં કે પાડોશી દેશ પાકિસ્તાનની સરખામણીમાં ભારતને ટકાઉ લોકશાહી મળી. પરંતુ એ જ જવાહરલાલ નેહરુના ગાળામાં અને ત્યાર પછી ઇંદિરા ગાંધીના શાસનમાં ઊભી થયેલી પરંપરાઓએ ભારતની આઝાદીને ઔપચારિક અને લોકશાહીને મજાકરૂપ બનાવી દીધી. ઇંદિરા ગાંધીએ આઝાદ દેશના આધારસ્તંભ અને લોકશાહીના પાયા જેવી બંધારણીય સંસ્થાઓને કઠપૂતળી બનાવી દીધી. દેશના ગરીબોનું ભલું કરવાના નારા હેઠળ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને મોકળું મેદાન આપી દીઘું. આઝાદ ભારતનો નાગરિક બિચારો સમ ખાવા પૂરતો અને પાકિસ્તાન જેવાં રાષ્ટ્રોની સરખામણીમાં જ આઝાદ રહી ગયો.
હવેના ટેકનોલોજી યુગમાં આઝાદીનાં નવાં પરિમાણ ઉમેરાયાં છે. ઇન્ટરનેટ અને સેલફોન આઝાદીના દૃઢીકરણ અને લોકોના સશક્તિકરણ માટે ઉપયોગી બની શકે છે. પરંતુ આઝાદી અને લોકશાહી એ બન્ને ખ્યાલોની ધરી ખસી ગયેલી જણાય છે. પરાધીન ભારતના લોકોના મનમાં આઝાદી જાદુઇ છડી જેવી કોઇ ચીજ હતી.
પછી જાદુ અમુક વર્ગ પૂરતો મર્યાદિત રહી ગયો અને બાકીના મોટા સમુદાયના ભાગે ફક્ત છડી જ આવી. હવે આવતો દરેક સ્વાતંત્ર્ય દિન એ યાદ કરવાનો પ્રસંગ છે કે આઝાદ દેશના કેટલા નાગરિકો સુધી હજુ પૂરેપૂરી આઝાદી મળી નથી અને કેટલાની આઝાદી છીનવાઇ ગઇ છે. સરકારની ઔપચારિક ઉજવણીમાં ને નેતાઓની વાયદાબાજીમાં નહીં, પણ આઝાદીનો મિજાજ ઝમીને છેક તળીયા સુધી પહોંચે તેમાં હવેના સ્વાતંત્ર્ય દિવસોની સાર્થકતા છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved