Last Update : 16-August-2012,Thursday

 

૧૫ ઓગસ્ટ ! પરતંત્રતામાંથી મુક્ત કરતી સવાર
ત્રિરંગાની અસ્મિતાની સંભાળ દેશના નાગરિકની ફરજ

 

- ઘ્વજ સંહિતા માટે જાગૃતિ ઊભી કરવી જરૂરી ઃ ત્રિરંગો રાષ્ટ્રીય તહેવાર

 

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતે ભારતે બ્રિટિશ રાજસત્તાની શ્રુંખલા તોડી પાડીને સ્વતંત્રતા મેળવી. આ રાત આખાય દેશ માટે ઉત્સવની રાત પુરવાર થઈ. આ જ દિવસે ભારત બ્રિટિશરોની ધૂંસરીમાંથી સ્વતંત્ર થયો.
દેશની અસ્મિતાનું પ્રતીક રહેલો રાષ્ટ્રઘ્વજ ત્રિરંગો રાષ્ટ્રીય તહેવાર અને અન્ય મહત્વપૂર્ણ દિવસે સન્માનપૂર્વક ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રનું પ્રતીક રહેલા રાષ્ટ્રઘ્વજને ફરકાવવા માટે તેનો કોઈપણ પ્રકારે અપમાન થાય નહીં, તે માટે કેટલાંક નિયમો કરવામાં આવ્યા છે. કેંદ્રીય ગૃહ મંત્રાલયોના વતીએ ભારતીય રાષ્ટ્રઘ્વજ સંહિતા તૈયાર કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઘ્વજ બાબતે સંહિતા તૈયાર કરવામાં આવી હોવાની જાણ ઘણાં ઓછા નાગરિકોને હોય છે. ઘ્વજ સંહિતા બાબત નાગરિકોમાં જાગૃતિ નિર્માણ થાય, એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
૧. સંહિતા અનુસાર મહત્વના રાષ્ટ્રીય કાર્યક્રમો, સાંસ્કૃતિક અને મેદાનની રમતો સમયે નાગરિકો કાગળનો ઘ્વજ હાથમાં લઈને ફરકાવતા હોવાનું દેખાય છે. પણ કાર્યક્રમ થઈ ગયા પછી તે ઘ્વજ જમીન પર આડા-અવળાં ફેંકી દીધા હોવાનું જોવા મળે છે. આ બાબત ટાળવી જોઈએ. પ્લાસ્ટિક દ્વારા તૈયાર કરવામાં આવેલા ઘ્વજનો ઉપયોગ ન કરવો જોઈએ.
૨. ઘ્વજ સંહિતા અનુસાર જ્યારે રાષ્ટ્રીય ઘ્વજ ફરકાવવામાં આવે છે, ત્યારે તેને સન્માનપૂર્વક ઉચ્ચ સ્થાન આપવું જોઈએ. રાષ્ટ્રીય ઘ્વજ એવી જગ્યા પર ફરકાવવા જોઈએ કે, તે સહુકોઈ જોઈ શકે. શાસકીય મકાન પર રાષ્ટ્રઘ્વજ ફરકાવવાની પ્રથા છે. રવિવાર અને અન્ય રજાઓના દિવસે પણ સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ઘ્વજ ફરકાવવો જ જોઈએ. પ્રતિકૂળ હવામાનમાં પણ ઘ્વજ ફરકાવવાનું આવશ્યક છે.
૩. સંહિતા અનુસાર હંમેશાં સ્ફૂર્તિથી ઘ્વજ ફરકાવવો જોઈએ અને આદરપૂર્વક ઘ્વજ ધીમે ધીમે ઉતારવો જોઈએ. ફરકાવતી વેળાએ અને ઉતારતી વેળાએ બિગૂલ વગાડવું જ જોઈએ. ઘ્વજ ફરકાવતી વેળાએ ઘ્વજમાં રહેલો કેસરી રંગનો પટ્ટો ઉપરની બાજુએ હોવો જોઈએ.
૪. સભાના સમય દરમ્યાન રાષ્ટ્રઘ્વજ ફરકાવતી વેળાએ એવી રીતે ફરકાવવો જોઈએ કે, માન્યવરોનું મુખ ઉપસ્થિતો સામે અને ઘ્વજ તેમની ડાબી બાજુએ આવે અથવા જો ઘ્વજ ભીંત પર હોય, તો માન્યવરોની પાછળ અને ભીંત પર આડો ફરકાવવો જોઈએ. કોઈ પૂતળાનું જો અનાવરણ કરવાનું હોય, તો ઘ્વજ સન્માનપૂર્વક અને ભિન્ન પદ્ધતિથી ફરકાવવો જોઈએ. ઘ્વજ ગાડી પર લગાડતી વેળાએ બોનેટપર એક દંડ ઊભો કરવો અને તેના પર ફરકાવવો.
૫. સંહિતા અનુસાર રાષ્ટ્રીય ઘ્વજ કોઈપણ સરઘસ અથવા પરેડ કરી રહેલી વ્યક્તિના જમણા હાથમાં હોવો જોઈએ. જો અન્ય ઘ્વજ પણ હોય, તો એમના મઘ્યસ્થાને રાષ્ટ્રઘ્વજ હોવો જોઈએ. ફાટેલો, મેલો ઘ્વજ ફરકાવવો ન જોઈએ. કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુને વંદન કરતી વેળાએ ઘ્વજ જમીનની દિશામાં નમતો ન કરવો. અન્ય ઘ્વજની પતાકા અથવા રાષ્ટ્રઘ્વજ કરતાં ઊંચે ન હોવા જોઈએ.
૬. રાષ્ટ્રઘ્વજનો ઉપયોગ વક્તાની વ્યાસપીઠ ઢાંકવા માટે અથવા તે સુશોભિત કરવા માટે ન કરવો. કેસરી પટ્ટો નીચેની બાજુએ મૂકીને ઘ્વજ ન ફરકાવવો જોઈએ. તેમજ રાષ્ટ્રઘ્વજને માટી અથવા પાણીનો સ્પર્શ થવા ન દેવો. ઘ્વજ ફરકાવતી વેળાએ તે ફાટે નહીં, એવી પદ્ધતિથી બાંધવો જોઈએ.
૭. ઘ્વજનો દુરુપયોગ રોકવા માટેના સંદર્ભમાં સ્પષ્ટ રીતે દિશાદર્શન કરવામાં આવ્યું છે. તે અનુસાર રાજકીય વ્યક્તિ, કેંદ્રીય સૈનિકદળના સંબંધિત વ્યક્તિની અંત્યયાત્રા સિવાય અન્ય કોઈપણ સ્થાન પર તેનો ઉપયોગ કરવો નહીં. ઘ્વજ કોઈપણ વાહન, રેલ્વે, જહાજ પર લગાડી શકાય નહીં.
૮. ઘ્વજનો ઉપયોગ ઘરના પડદા તરીકે કરવો નહીં. કોઈપણ પહેરવેશ કરતી વેળાએ ઘ્વજનું કપડું વાપરી શકાય નહીં. તેમજ રાષ્ટ્રઘ્વજ ગાદલું, રુમાલ ઈત્યાદી પર દોરવો નહીં. રાષ્ટ્રઘ્વજ પર કોઈપણ જાતનું લખાણ કરવામાં આવતું નથી અને તેના સંદર્ભમાં કોઈપણ જાહેરખબર આપવામાં આવતી નથી. ઘ્વજ જે સ્તંભ પર ફરકાવવામાં આવે છે ત્યાં પણ જાહેરખબર લગાડી શકાશે નહીં.
૯. કેવળ પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિવસ, આ બે દિવસે જ ફૂલોની પાંખડીઓ મૂકીને રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય ઘ્વજ ફરકાવતી વેળાએ અથવા ઉતારતી વેળાએ ઉપસ્થિત નાગરિકો કવાયતની સાવધાન સ્થિતિમાં હોવા જોઈએ. શાસકીય પહેરવેશમાં રહેલા સરકારી અધિકારીઓએ ઘ્વજને માનવંદના આપવી. જ્યારે ઘ્વજ સૈન્યદળના જવાનના હાથમાં હશે, ત્યારે તે સાવધાન સ્થિતિમાં ઊભો રહેશે. સરકારી અધિકારીઓની સમીપથી ઘ્વજ પસાર થતો હોય, ત્યારે તેમણે ઘ્વજને સન્માનપૂર્વક માનવંદના આપવી જોઈએ. આદરણીય વ્યક્તિ માથા પર ટોપી પહેર્યા સિવાય પણ રાષ્ટઘ્વજને માનવંદના આપી શકશે.
આ નિયમાવલિમાં જણાવેલ સર્વ સૂત્રોનું અનિવાર્ય રીતે બધા નાગરિકોએ પાલન કરીને રાષ્ટ્રઘ્વજનો માન જાળવવો જોઈએ. તો આવો, રાષ્ટ્રઘ્વજનો માન જાળવીને ભારતમાતાના સુપુત્રો તરીકેના કર્તવ્યોનું પાલન કરીએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved