Last Update : 16-August-2012,Thursday

 
દિલ્હીની વાત
 

સરકારને રાહત
નવી દિલ્હી, તા.૧૪
આવતીકાલે સ્વતંત્રના દિને વડાપ્રધાન લાલ કિલ્લા પર સંબોધન કરવા જવાના હતા તે માર્ગ પરના આંબેડકર સ્ટેડિયમને બાબા રામદેવના ઉપવાસ છોડીને ખાલી કરતા સરકારે મોટી રાહતનો અનુભવ કર્યો છે. અહીં રસપ્રદ વાત એ છે કે બાબા રામદેવે ગઇકાલે અને આજે બધાને પોતાની વાત કહેવા સ્ટેજ પુરુ પાડયું હતું જેમાં ભાજપના વડા નીતિન ગડકરી, જનતા પક્ષના વડા સુબ્રમણ્યમ સ્વામી, રામ જેઠમલાણીનો સમાવેશ થાય છે. પરંતુ ભાજપના અંદરના સૂત્રો જણાવે છે કે રામદેવને રાજકીય પક્ષ ઊભો કરવાના પ્રયાસથી દૂર રાખવા પડશે. એટલે જ ટીમ અણ્ણાથી દૂર રહેનાર પક્ષ રામદેવને ટેકો આપવા ખુલ્લં- ખુલ્લા બહાર આવ્યો હતો.
ભાજપને રામદેવથી ફાયદો થશે?
રામદેવ બાબાને ટેકો આપવાથી ફાયદો થશે કે કેમ તે અંગે ભાજપમાં બે પ્રતિભાવ જેવી સ્થિતિ છે. નીતિન ગડકરીની છાવણી માને છે કે રામદેવની એન્ટી કોંગ્રેસ લાઇન ભાજપને લાભ કરશે જ્યારે ભાજપના કેટલાક નેતા માને છે કે રામદેવના ભ્રષ્ટાચાર વિરોધના જંગમાં ભાજપના મતદારોમાં ગાબડાં પડશે. આ નેતાઓ માને છે કે રામદેવના ટ્રસ્ટ સામે જ નાણાંકીય ગેરરીતીના આક્ષેપો થયા છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદ કહે છે કે તેમના પક્ષે રામદેવને મોરલ સપોર્ટ આપ્યો છે. જો કે ત્યારે એ થાય છે કે તો પછી ભાજપે અણ્ણા હજારેને કેમ આ પ્રકારનો ટેકો ના આપ્યો?
ભાજપ અણ્ણા- રામદેવને એક નહીં થવા દે
ભાજપ સામે હજુ એક અગ્રતાક્રમનો કાર્યક્રમ છે અને તે એ છે કે બાબા રામદેવ અને અણ્ણા હજારે એક ના થવા જોઇએ. એટલે જ ભાજપ દિન-પ્રતિદિન ટીમ અણ્ણા સામે શાબ્દિક હુમલા કરી રહી છે. ભાજપે તેના મુખપત્ર કમલ સંદેશના લેટેસ્ટ ઇસ્યુમાં ટીમ અણ્ણા પર આક્ષેપ કરતા લખ્યું છે કે અણ્ણા ટીમે પ્રજાને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો છે. કમલ સંદેશના તંત્રી પ્રકાશ ઝાએ તેમના તંત્રી લેખમાં લખ્યું છે કે અણ્ણા હજારેની ટીમ રાજકીય પક્ષ રચશે તો તેને પ્રજા ટેકો નહીં આપે. રાજકીય સ્ટેજ પર આવવાથી ટીમ અણ્ણાની પડનારી અસરને ઓછી કરવા ભાજપ અન્ય પગલાંપણ લઇ રહ્યું છે.
રામદેવ સામે ઇન્કમટેક્સનું શસ્ત્ર
બાબા રામદેવને રાજકારણ અને પ્રજા તરફથી આટલો મોટો ટેકો મળી રહેશે તેવું અનુમાન કરવામાં કોંગ્રેસના મેનેજરો નિષ્ફળ ગયા હતા. પોતે ઘેરાઇ ગઇ છે એવો અનુભવ કરતા કોંગ્રેસ હવે બીજી રીતે બાબા રામદેવને ફસાવવા ઇચ્છે છે. તેમને ફસાવવાનો એક માર્ગ ઇન્કમ ટેક્સના કેસો છે. નાણાં મંત્રાલયના ટોચના સૂત્રો સૂચવે છે કે રામદેવના ટ્રસ્ટ અને આયુર્વેદ સેન્ટરની ફાઇલો તૈયાર થઇ રહી છે. ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ તે તૈયાર કરી રહ્યું છે. કોંગ્રેસ આ ફાઇલ પર કામ કરવા તૈયાર છે પરંતુ પગલાં ક્યારે લેવા તે અંગે અવઢવમાં છે. કેટલાક કોંગીજનો ને ડર છે કે રામદેવ સામે તાત્કાલિક પગલા લેવાશે તો તે રાજકીય કિન્નાખોરી કહેવાશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved