Last Update : 16-August-2012,Thursday

 

ઠુમરી આધારિત ફિલ્મ ગીતોની પરાકાષ્ઠા એટલે.....

સિનેમેજિક - અજિત પોપટ
 

ઉપશાસ્ત્રીય સંગીતનું સૌથી રળિયામણું અને સૌથી રોમાન્ટિક સ્વરૂપ એટલે ઠુમરી. છેલ્લાં કેટલાંક સપ્તાહથી આપણે ઠુમરી આધારિત ફિલ્મગીતોની ચર્ચા કરતા હતા. આમ તો આ ચર્ચાનો અંત જ ન આવે. પરંતુ શરૂથી આ કૉલમની એક મર્યાદા બાંધી લીધી હતી કે ગુજરાતી થાળીમાં ચટણી-અથાણાંની જે મોજ હોય છે એ રીતે મોઘમ અને લક્ષ્મણરેખા આંકીને વાત કરવી. એટલે ઠુમરી આધારિત ગીતોની પરાકાષ્ઠા રૂપે આજે, આ લેખકની દ્રષ્ટિએ સદાબહાર અને (થોડી અતિશયોક્તિ સાથે કહીએ તો) ‘અમર’, ઠુમરીની વાત માંડીને કરવી છે. એ ઠુમરી એટલે કે એલ સાયગલે ફિલ્મ સ્ટ્રીટ સંિગર (૧૯૩૮)માં ગાઇને એના ડાયરેક્ટર ફણી મઝુમદાર અને સંગીતકાર રાયચંદ બોરાલને પણ ગીતની સાથે અમર કરી દીધા એ ‘બાબુલ મોરા નૈહર છૂટો રી જાય...’ મોટા ભાગના (યસ્સ મોટા ભાગના, બધા નહીં) સંગીતરસિકો જાણે છે કે આ ઠુમરીને રાયચંદ બોરાલે સ્વરબદ્ધ કરી નહોતી. પરંતુ ‘સ્ટ્રીટ સંિગર’ના સંગીતકાર તરીકે એમને યશ મળી ગયો.
બ્રિટિશ રાજ આવ્યું એ પહેલાં મોટા ભાગના રાજ-રજવાડાં પોતે સંગીતના ઊંડા અભ્યાસી હતા. વડોદરા નરેશ ગાયકવાડ, રામપુરના નવાબ, મુઘલ બાદશાહો, મ્હૈસુર રાજ્યના રાજવી-અહીં કોઇના વ્યક્તિગત નામ લેતાં નથી. એજ રીતે લખનઉ નજીકના અવધના નવાબ વાજિદ અલી શાહ પોતે સંગીત અને કથ્થક નૃત્ય બંનેના ઉસ્તાદ કલાકાર હતા. તાજેતરમાં હાથ લાગેલા એેક ઐતિહાસિક પુસ્તકમાં મળેલી માહિતી મુજબ વાજિદ અલી શાહે ઉસ્તાદ બસિત ખાં, પ્યારે ખાં અને જાફર ખાં પાસેથી સંગીતની અને હાલના કથ્થક સમ્રાટ બિરજુ મહારાજના પૂર્વજ બિન્દાદિન અને કાલકા (બંને ભાઇઓ) મહારાજ તેમજ ઠાકુર પ્રસાદજી પાસેથી કથ્થક નૃત્યની તાલીમ લીધી હતી. એ ‘અખ્તરપિયા’ નામે રચનાઓ કરતા. સંગીત અને નૃત્યના અનેરા ઉપાસક હતા. ૧૮૫૬-૫૭ના નિષ્ફળ બળવા પછી એ બળવામાં નવાબનો પણ હાથ હતો એવા ખોટા આરોપ હેઠળ કર્નલ સ્લીમને બ્રિટિશ તાજની મદદથી એમનું રાજ ખાલસા કર્યું. એમને કલકત્તામાં હુગલી નદીના કાંઠે મટિયાબુ્રઝ નામના ઉપનગરમાં વસાવ્યા. અહીં ચોમેર માટીના ટેકરા હતા એટલે એનું નામ મટિયાબુ્રઝ પડ્યું હતું. ખાસ્સો મોટો વિસ્તાર હતો. અહીં વાજિદ અલીને લખનઉ બહુ યાદ આવતું. એકવાર એવી ગમગીન પળોમાં એમણે આ ઠુમરી રચી- ‘બાબુલ મોરા નૈહર છૂટો રી જાય...’ આરંભથી જ આ ઠુમરી વાજિદ અલીએ સર્વદા સુખદાયિની ભૈરવીમાં સ્વરબદ્ધ કરી હતી. બિન્દાદિન મહારાજ અને તેમના વારસોએ આ ઠુમરીને પોતપોતાની રીતે રજૂ કથ્થક ડાન્સ સાથે કરી. ‘અવધ અન્ડર વાજિદ અલી શાહ’ પુસ્તકના લેખક ડૉક્ટર જી ડી ભટનાગરની વાત સાચી માનીએ તો બંિદાદિન મહારાજના ઔર એક વારસ શંભુ મહારાજે આ ગીત આજથી આશરે ૯૦ વરસ પહેલાં એક બાળકને શીખવ્યું હતું જે પાછળથી એક અને અજોડ ફિલ્મ કલાકાર બન્યો. એ બાળક એજ કે એલ સાયગલ. અન્ય એક અહેવાલ મુજબ આ ગીત વડોદરા રાજના રાજગાયક અને આગ્રા ઘરાનાના દિગ્ગજ ઉસ્તાદ ફૈયાઝ ખાં સાહેબે યુવાન સાયગલને રિફ્રેશ કરાવ્યું હતું અથવા આખેઆખું નવેસર શીખવ્યું હતું.
જે હો તે, સાયગલ આ ગીત કોની પાસે ક્યારે ક્યાં શીખ્યા એ ચર્ચા પડતી મૂકીએ. આપણને તો રોટલાથી કામ છે, ટપટપથી નહીં. વાત માત્ર એટલી કે સ્ટ્રીટ સંિગર ફિલ્મમાં સાયગલે ગાયું અને એ ગીત ઉપશાસ્ત્રીય ઠુમરી મટીને આમ આદમી માટે એક અજોડ અને સદાબહાર ફિલ્મી ગીત બની રહ્યું. ૨૦૦૯માં આ કૉલમ શરૂ થયું ત્યારે ભૈરવી રાગિણીનાં યાદગાર ગીતોની વાતથી શ્રી ગણેશ કર્યા હતા. યોગાનુયોગ એવો છે કે ઠુમરી આધારિત ગીતોની પરાકાષ્ઠા પણ ભૈરવી આધારિત આ ફિલ્મ ગીતથી આવે છે. ફિલ્મ રસિકો માટે આ ગીત સાયગલનું સદાબહાર ગીત ગણીએ તો શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પંડિત ભીમસેન જોશીએ આ ગીતને અનહદ લોકપ્રિય બનાવ્યું એમ કહેવું યોગ્ય ગણાશે. અલબત્ત, ગિરિજા દેવી, બેગમ અખ્તર, સવિતા દેવી, શોભા ગુર્ટુ વગેરે કલાકારોએ પણ આ ગીતને પેટના જણ્યા જેટલાજ લાડ લડાવ્યા હતા. ફિલ્મી ગીત કહો તો ફિલ્મી ગીત અને શાસ્ત્રીય કે ઉપશાસ્ત્રીય રચના કહો તો એમ, પરંતુ આ ઠુમરી-ગીત શાસ્ત્રીય અને ફિલ્મગીત બંને ક્ષેત્રના રસિયાઓને આજ સુધી ઘેલા કરતું રહ્યું છે. ઇતિહાસકારો વાજિદ અલી શાહનો સમય ૧૮૨૨થી ૧૮૮૭નો ગણાવે છે. બ્રિટિશોએ વાજિદ અલીને ૧૮૫૭ના બળવા પછી દેશવટો આપ્યો હતો. ધારો કે વાજિદ અલીએ આ ગીત ૧૮૬૪-૬૫માં રચ્યું એમ માનીએ તો પણ આ ઠુમરી-ગીતને આશરે દોઢસો વરસ થયાં ગણી શકાય. ત્યારથી એ કરોડો લોકોને દિવાના કરતું રહ્યું છે. આજે ય કરે છે. આવતી કાલે પણ કરતું રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved