Last Update : 16-August-2012,Thursday

 

આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ

સરપંચથી કેન્દ્રીય પ્રધાન વાયા મુખ્ય પ્રધાન

મરાઠવાડાના મુઠ્ઠી ઊંચેરા મરાઠા નેતાની વિદાય ઃ

વિલાસરાવ દેશમુખની જીવન ઝરમર


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૧૪
મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓ સુધી સક્રિય ભૂમિકા ભજવી ખાસ સ્થાન જમાવનારા વિલાસરાવ દગડોજીરાવ દેશમુખનું આજે ચેન્નાઇની હોસ્પિટલમાં અવસાન થયું હતું. સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ જ એમનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ થઇ ગયો હતો.
બે વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે (૧૯૯૯થી ૨૦૦૩ અને ૨૦૦૪ થી ૨૦૦૮) ફરજ બજાવી ચૂકેલા વિલાસરાવ દેશમુખ અત્યારે કેન્દ્રમાં વિજ્ઞાાન, તંત્રજ્ઞાાન, ભૂવિજ્ઞાાન ખાતાના પ્રધાનનો હોદ્દો સંભાળતા હતા.
મહારાષ્ટ્રમાં વિનાશક ભૂકંપનો માર ખમી ચૂકેલા લાતુર જિલ્લાના બાભલગાંવમાં ૨૬મી મે ૧૯૪૫ના રોજ વિલાસરાવનો જન્મ થયો હતો. મરાઠા સમાજમાં જન્મેલા વિલાસરાવની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી હતી. સાયન્સ અને આર્ટ્સના ગ્રેજ્યુએટ થયા બાદ પુણે યુનિવર્સિટીની આઇ.એલ.એસ. લો કોલેજમાંથી તેમણે એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી હતી. યુવાવયે જ તેમણે સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડયો હતો.
વિલાસરાવ દેશમુખે બાભલગાંવ ગ્રામપંચાયતના સભ્ય તરીકે ૧૯૭૪માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ સરપંચ બન્યા હતા. ત્યાર બાદ ઉસ્માનાબાદ જિલ્લા પરિષદના સભ્ય અને લાતુર તાલુકા પંચાયતના નાયબ અધ્યક્ષ બન્યા હતા. ૧૯૭૫થી ૧૯૭૮ દરમ્યાન ઉસ્માનાબાદ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમણે કોંગ્રેસના પાંચ મુદ્દાના કાર્યક્રમના અમલીકરણ પાછળ ઘણી જહેમત ઉઠાવી હતી.
જિલ્લા સ્તરના રાજકારણમાંથી દેશમુખે રાજ્ય સ્તરના રાજકારણ તરફ આગેકૂચ કરી હતી. ૧૯૮૦ થી ૧૯૯૫ દરમ્યાન કોંગ્રેસના વિધાનસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા. આ દરમ્યાન પ્રધાન તરીકે તેમની વરણી થયા બાદ ગૃહ, સામાન્ય પ્રશાસન, સહકાર, સાર્વજનિક બાંધકામ, ટ્રાન્સપોર્ટ વિધાનમંડળને લગતી બાબતો, પર્યટન, કૃષિ, પશુ સંવર્ધન, ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ, ઉદ્યોગ, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, ટેકનિકલ એજ્યુકેશન, ખેલકૂદ અને યુવા-કલ્યાણ જેવા અનેક ખાતાના પ્રધાન તરીકે ફરજ બજાવી હતી.
૧૯૯૫માં વિધાનસભાની ચૂંટણી વખતે દેશમુખ ૩૫ હજાર વોટથી હાર્યા હતા. પરંતુ ત્યાર બાદ ૧૯૯૯ની ચૂંટણી વખતે ૯૧ હજાર મતની સરસાઇથી ચૂંટાઇ આવ્યા હતા. ૧૮મી ઓકટોબર ૧૯૯૯માં વિલાસરાવ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા. પરંતુ ૧૭મી જાન્યુઆરી ૨૦૦૩માં તેમણે કોંગ્રેસના દલિત નેતા સુશીલકુમાર શિંદેને માટે મુખ્ય પ્રધાનપદની ગાદી ખાલી કરવી પડી હતી. ૨૦૦૪થી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજય થયા બાદ ફરીથી રાજ્યના મુખ્ય પ્રધાનનો તાજ તેમના શિરે આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૮માં ૨૫મી નેવેમ્બરના મુંબઇ પરના ખોફનાક આતંકવાદી હુમલા બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું ધરી દીધું હતું.
ત્યાર બાદ વિલાસરાવ રાજ્ય સભાના સભ્ય બન્યા હતા અને મનમોહન સિંહની કેબિનેટમાં ૨૮મી મે ૨૦૦૯ના રોજ ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ કેબિનેટમાં ફેરફાર થયા બાદ ૧૯મી જાન્યુઆરી ૨૦૧૧ના રોજ તેમને ગ્રામીણ વિકાસ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
મનમોહન સિંહની કેબિનેટમાં ૧૨મી જુલાઇ ૨૦૧૧માં તેમને વિજ્ઞાાન-તંત્રજ્ઞાાન ખાતાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
રાજકારણની સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ વિલાસરાવ દેશમુખે યોગદાન આપ્યું છે. દેશમુખે માંજરા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ટ્રસ્ટ તરફથી મુંબઇ અને લાતુરમાં કોલેજો ચલાવવામાં આવે છે. આમાં લાતુરની માંજરા આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, મુંબઇના અંધેરી વિસ્તારની રાજીવ ગાંધી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી તેમ જ નવી મુંબઇના સુશીલાદેવી દેશમુખ વિદ્યાલયનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ યોજાયેલી મુંબઇ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં વિલાસરાવ દેશમુખ અધ્યક્ષપદે ચૂંટાયા હતા.
દેશમુખના પરિવારમાં પત્ની વૈશાલી દેશમુખ અને ત્રણ પુત્રનો સમાવેશ થાય છે. મોટો પુત્ર અમિત દેશમુખ વિધાનસભ્ય છે. રિતેશ બોલીવૂડનો જાણીતો અભિનેતા છે. અને ત્રીજો પુત્ર ધીરજ છે. વિલાસરાવના નાનાભાઇ દિલીપરાવ દેશમુખ વિધાન-પરિષદના સભ્ય છે. અને પ્રધાનપદે પણ રહી ચૂક્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved