Last Update : 16-August-2012,Thursday

 

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કરાયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧૪
કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના નિધનને પગલે રાજ્યમાં સરકારે ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે દરમિયાન તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર લાતુર નજીક આવેલા બાભળગાંવ ખાતે આવતીકાલે બપોરે કરવામાં આવશે.
વિલાસરાવ દેશમુખના નિધનના સમાચાર ફેલાતા લાતુર સહિત સમગ્ર મરાઠવાડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી અને સંપૂર્ણ જિલ્લામાં કામકાજ સ્વેચ્છાએ બંધ પડી ગયું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે વિલાસરાવ દેશમુખના નિધનને પગલે રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્ય પ્રધાને વિલાસરાવને અત્યંત કુશળ રાજકારણી ગણાવતાં તેમના નિધનથી રાજ્યને ભારે ખોટ પડી હોવાનું જણાવ્યું હતું.
વિલાસરાવના પાર્થિવ દેહને આવતી કાલે સવારે નવ વાગ્યે લાતુર જિલ્લાના બાભળગાંવ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે ત્યારબાદ બપોરે બાભળગાંવ ખાતે બપોરે ચાર વાગ્યે સરકારી ઇમારતમાં તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આજે લાતુરની તમામ બજારો, સ્કૂલ, કોલેજોએ બંધ પાળવા સાથે સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ત્રણ દિવસ પહેલાં વિલાસરાવના દીર્ધાયુ માટે લાતુરના મેદાનમાં પ્રાર્થના યોજવામાં આવી હતી તેમાં સ્વૈચ્છિક રીતે હજારો લોકો જોડાયા હતાં.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved