Last Update : 16-August-2012,Thursday

 
આણંદના ઝાલાબોરડી ગામે
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત

સેક્રેટરીના પુત્ર અને ક્લાર્કના રિમાન્ડ દરમિયાન રૃા. ૫.૨૦ લાખ પણ મળ્યા

આણંદ,તા.૧૪
આણંદ જિલ્લાના ઝાલાબોરડી ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી તથા તેના પુત્ર અને કોમ્પ્યુટર ક્લાર્કે ભેગા મળી દૂધ મંડળીમાંથી રૃા.૫.૪૦ લાખની ઉચાપત કર્યા બાદ તેના પર ઢાંકપીછોડો કરવા માટે દૂધ મંડળીમાં ચોરી થઈ હોવાનું તરકટ રચ્યું હતું. પોલીસે સરપંચની ફરિયાદના આધારે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરીને બે જ દિવસમાં આરોપીને ઝડપી પાડીને રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા સેક્રેટરીના પુત્ર તથા ક્લાર્કે ગુનાની કબુલાત કરી હતી. તેમજ ઘરની બાજુના છાપરામાં મુકી રાખેલ રૃા.૫,૨૦,૦૦૦/- કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઝાલાબોરડી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી રામસિંગભાઈ શનાભાઈ પરમાર તથા તેના પુત્ર દિનેશભાઈ રામસિંગભાઈ પરમાર તેમજ દૂધ મંડળીના કોમ્પ્યુટર ક્લાર્કે ભેગા મળી ગત તા.૯-૮-૨૦૧૨ના રોજ બપોરના ૧૨ઃ૩૦ કલાક પછી કોઈપણ સમયે દૂધ મંડળીમાં ગ્રાહકોની વહેંચણી માટે આવેલ બોનસની રકમ રૃા.૫.૪૦ લાખ તેમજ દૂધ વેચાણ અને દાણ વેચાણના વકરાની રકમની ઉચાપત કરી હતી. દૂધ મંડળીમાંથી માતબર રકમની ઉચાપત કર્યા બાદ આ ત્રિપુટીએ આ ઉચાપતને છુપાવવા માટે દૂધ મંડળીમાં જ ચોરી થઈ હોવાનું તરકટ રચ્યું હતું. ગામના સરપંચ તખ્તસિંહ રાવજીભાઈ સોઢા પરમાર સહિતના ગ્રામજનોએ આ અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદને આધારે પોલીસે ચોરી થઈ તે જગ્યાએ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ અંદરના જ વ્યક્તિ હોવાનો પાકો ખ્યાલ થતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે તપાસ કરતા દૂધ મંડળીના સેક્રેટરી રામસિંહભાઈ શનાભાઈ પરમાર, તેમનો પુત્ર દિનેશભાઈ રામસિંહ પરમાર અને દૂધ મંડળીના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ નટવરભાઈ ચૌહાણની અટક કરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દૂધ મંડળીની તિજોરીમાં મુકી રાખેલ રૃપિયા તા.૧૦-૮-૧૨ના રોજ સેક્રેટરીના પુત્ર દિનેશભાઈએ દૂધ મંડળીની ચાવી લોકથી ખોલી પ્રથમ રૃપિયા તેના ઘરે મુકી આવ્યો હતો. ત્યારબાદ ઘરેથી નરાશ લાવી દરવાજાના નકુચા વાળી દઈ તાળા તોડી તથા તિજોરીના દરવાજાને નરાશથી ઉપર તથા નીચેના ભાગેથી દરવાજાનું પતરૃં થોડુ થોડુ વાળી દીધેલ. આ અંગે પોતાના પિતા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા. દરમ્યાન ગામના સરપંચે પોલીસ સ્ટેશને આવીને પુછપરછ કરતા ડેરીમાં ચોરી થઈ નથી. પરંતુ સેક્રેટરી તથા માણસોએ જ ભેગા મળીને પૈસા ચોરી કરેલ છે. પોલીસે સઘન પુછપરછ કરવા રવિવારે રાત્રિના ૯ઃ૩૦ કલાકે અટક કરીને સોમવારના રોજ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસને રીમાન્ડમાં ઉપરોક્ત માહિતી સાંપડી હતી અને ઘરમાં મુકી રાખેલ રૃપિયા પણ કબ્જે લીધા હતા. આમ ગુનાનો થોડા જ કલાકોમાં ઉકેલ લાવી દીધો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved